For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16મી લોકસભા: મોદી અડવાણી સાથે પહેલી રોમાં બેઠા, રાહુલ છેલ્લી પાટલીએ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન : આજે 16મી લોકસભાના પ્રથમ દિવસે સંસદનો અલગ નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી સાથે પહેલી રોમાં બેઠા હતા, જ્યારે રાહુલ ગાંધી વિપક્ષની રોમાં છેલ્લી પાટલીએ વિલા મોંઢા સાથે બેઠા હતા.

મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી એક બીજાની સામે આવવાનું ટાળતા નરેન્દ્ર મોદી અને એલ કે અડવાણી સત્તા પક્ષની પ્રથમ હરોળમાં સાથે બેઠા હતા, એટલું જ નહીં થોડી વાર સુધી બંને વચ્ચે વાતચીત પણ ચાલી હતી.

parliament

ભાજપની આગેવાની વાળી એનડીએ સરકાર દસ વર્ષ બાદ ફરી સત્તામાં આવી છે. આ પહેલા વર્ષ 1999થી 2004 સુધી એનડીએ અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં સત્તામાં રહી હતી. આજે ભાજપ માટે જુની યાદો તાજી થઇ ગઇ હતી. જ્યારે કોંગ્રેસ વિલા મોઢે પોતાના જુના દિવસો યાદ કરી રહી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી નવમી પંક્તિમાં શશી થરૂર અને અસરાર ઉલ હક સાથે બેઠેલા જોવા મળ્યા હતા.

અડવાણી મોદી સરકારમાં કોઇ મંત્રી પદ ધરાવતા નહીં હોવા છત્તા પરંપરાથી વિપરીત વડાપ્રધાનની બાજુમાં બેઠા હતા. વર્ષ 1984 બાદ પ્રથમવાર એવું બન્યું છે કે કોઇ પાર્ટીને પોતાના દમ પર પૂર્ણ બહુમત મળ્યો છે.

લોકસભા ચૂંટણી 2014માં કોંગ્રેસને 44 બેઠકો અને યુપીએને કુલ 58 બેઠકો મળી છે. જ્યારે ભાજપને 282 અને એનડીએને 336 બેઠકો મળી છે.

English summary
Narendra Modi, Advani sit together in first row Rahul backbencher in Lok Sabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X