આજે ભોપાલની મહારેલીમાં મોદી અડવાણી એક મંચ પર

ભોપાલ, 25 સપ્ટેમ્બર : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ભોપાલમાં મેગા રેલીને સંબોધન કરવાના છે. આ રેલીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નરેન્દ્ર મોદીના વિરોધી ગણાતા લાલકૃષ્ણ અડવાણી પણ તેમની સાથે એક મંચ પર હાજર રહશે.

ડિસેમ્બર મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા આ મહારેલીનું આયોજન કરાયું છે. ભાજપનો દાવો છે કે આ કાર્યક્રમમાં લઘુમતી કોમના 50 હજાર કાર્યકર્તાઓ હાજર રહેશે.

narendra-modi-advani

વડાપ્રધાન પદ માટે મોદીના નામની જાહેરાત થયા બાદ આજે પહેલી વાર મોદી સાથે એક જ મંચ પર અડવાણી પણ ભાષણ આપશે. અગાઉ છત્તીસગઢમાં જાહેર કાર્યક્રમ દરમિયાન અડવાણીએ મોદીના વખાણ કર્યા હતા.

આ તરફ કોંગ્રેસના દિગ્વિજય સિંહ દ્વારા મોદી પર પ્રહારો કરતા ભાજપ દ્વારા 10,000 બુરખા ખરીદવીનીમ આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે આ સમાચારોને રદિયો આપતા બુરખા વેચનારી કંપનીના માલિકે જણાવ્યું કે આવા કોઈ જ બુરખાનો ઓર્ડર અપાયો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X