કોંગ્રેસે ગરીબોના પેટમાં અનાજ નહી દારૂ રેડ્યો છે, સુપ્રીમ કોર્ટનું અપમાન કર્યું

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

ભદોહી, 4 મે: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ભદોહીમાં રેલી દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના મોંઢામાં ધી-ગોળ નાખવાની વાત કહી. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે સદૈવ સુપ્રીમ કોર્ટના આદેશનું અપમાન કર્યું છે. ત્યારે તો જે અનાજ ગરીબોને વહેંચવાનું હતું તેને સસ્તા ભાવે દારૂની કંપનીઓને વેચી દિધું. તેમણે કહ્યું કે કોંગ્રેસની સરકાર ગરીબોના પેટમાં અનાજ નહી પરંતુ દારૂ રેડી રહી છે.

નરેન્દ્ર મોદીએ રેલી સંબોધિત કરતાં ચૂંટણી કમિશન પર પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે ચૂંટણી કમિશન ઉત્તર પ્રદેશ અને બિહારમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન કરાવવામાં અસમર્થન રહી છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગત દિવસોમાં થયેલા મતદાન દરમિયાન કેટલાક રાજકીય પક્ષોએ બૂથ કેપચરિંગ કરી પોતાનું કળા બતાવી છે. પરંતુ કદાચ કમિશન આ મુદ્દાને હળવો લઇ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે આગામી દિવસોના મતદાન દરમિયાન કમિશન એકદમ સખત રહેશે જેથી અરાજક તત્વોના ઇરાદા સફળ થઇ ન શકે.

04-narendra-modi-gorakhpur

નરેન્દ્ર મોદીએ માતા-પુત્ર પર પ્રહાર કરતાં કહ્યું કે તેમણે પોતાની આખી જીંદગીમાં ગરીબી જોઇ નથી એટલા માટે ગરીબોનું દર્દ ક્યારેક પણ સમજી શકશે નહી. નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ ગત 12 વર્ષોમાં મારા પરિવાર અને મારા પર અંગત હુમલા કર્યા પરંતુ જ્યારે તેમને 'મોદી'નો કોઇ તોડ મળ્યો નહી તો તેમણે હવે મને ફસાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા છે. રેલીમાં આવેલી સામાન્ય જનતાને કહ્યું કે 16 મેના રોજ આ સરકાર ઢળી પડશે અને એક નવી વિશ્વાસપાત્ર સરકાર દેશના હિત માટે આવશે. આ વાત માતા-દિકરાને હેરાન કરી રહી છે.

English summary
Narendra Modi says that Congress looted poor people from India. Congress always insulted Supreme Court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X