આયોગે એક બાળકને પોતાના માતાથી દૂર રાખવા પ્રયાસ કર્યોઃ મોદી

Google Oneindia Gujarati News

વારાણસી, 18 મેઃ ભારે જનાદેશ મેળવ્યા બાદ પહેલીવાર વારાણસી પહોચેલા નરેન્દ્ર મોદીએ શનિવારે બાબા વિશ્વનાથની પૂજા કરી અને મા ગંગાની આરતી કરી. માત્ર અમુક દિવસોના અંતરમાં જ મોદીએ પૂજા કરવાનો અધિકાર વારાણસી નગરીમાં મેળવી લીધો. પૂજા કરવા માટે આયોગે તેમના પર કેટલાક દિવસો પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો.

narendramodi3
જે અંગે વાત કરતા મોદીએ શનિવારે કહ્યું કે, આ પવિત્ર નગરીમાં તેમને બોલતા અટાકવતા અને ચૂંટણી પંચ દ્વારા અહી ચૂંટણી સભા કરતા રોકવામાં આવ્યા પછી પણ લોકોએ તેમને મત આપ્યા. ચૂંટણી પંચ તરફ પરોક્ષ ઇશારા કરતા મોદીએ કહ્યું કે, મને વારાણસીમાં મારા લોકો સાથે વાત કરતા પણ રોકવામાં આવ્યો અને તેમણે મારા મૌન પર મહોર લગાવી દીધી. એટલું જ નહીં તેમણે એક પુત્રને તેમની મા(ગગા મા)થી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે.

નોંધનીય છેકે, ચૂંટણી દરમિયાન વારાણસીના સંવેદનશીલ બેનિયાબાગ વિસ્તારમાં મોદીની સભાને આયોગે અનુમતિ આપી નહોતી. દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેવા આવેલા મોદીએ કહ્યું કે, ચૂંટાયા બાદ તે વારાણસીના દિકરા થઇ ગયા છે અને આ દિકરાનું સૌથી પહેલું કામ વારાણસીના વિકાસનું હશે. તેમની ગંગા મા મેલી ના રહે.

મોદીએ કાશીની જનતાને ધન્યવાદ આપતા કહ્યું કે, જે વિશ્વાસ તમે લોકોએ મારા પર કર્યો છે, તેને હું તૂટવા નહીં દઉ. નરેન્દ્ર મોદીએ ગંગા આરતીમાં સામેલ થયા બાદ કહ્યું કે, કાશીને આધ્યાત્મિક ઓળખ અપાવ્યા વગર ભારત જગતગુરુ નહીં બની શકે. મોદીએ કાશી કાશીવાસીઓને કાશીને વિશ્વસ્તરીય બનાવવાની મદદ કરવા અપીલ પણ કરી. મોદીએ કહ્યુ કે ગંગા માની સેવા કરવાનું સૌભાગ્ય કોઇને મળી શકે નહીં. લાગે છે મારી નિયતિમાં માની સેવા કરવાનું લખ્યું છે.

વારાણસી સંસદીય બેઠકમાં ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર શહેર પહોંચેલા મોદીએ કહ્યું કે, કાશીની સેવા કરવી અને સ્વચ્છ રાખવા તમારી બધાની જવાબદારી છે. કાશીના વણકરો, હેંડીક્રાફ્ટ ઉદ્યોગ અને સાડી ઉદ્યોગને આખા વિશ્વમાં એક ઓળખ આપવાની છે અને એ સહયોગ વગર થઇ શકશે નહીં.

મોદીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં એવું પહેલીવાર બની રહ્યું છેકે કોઇ ગૈર કોંગ્રેસી સરકારના પૂર્ણ બહુમતિ મળી છે. તમે બધાએ જે પ્રેમ અને સન્માન આપ્યો છે, તેને પરત કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવશે.

English summary
Feeling blessed after visiting Varanasi. Sought blessings of Baba Vishwanath & Maa Ganga. I thanked people of Varanasi for their affection said Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X