For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયાલિટી ઓફ કોંગ્રેસ પર નરેન્દ્ર મોદીના ગુણગાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, અજય મોહન: સ્પષ્ટપણે કહીએ તો ફેસબુક પર કોંગ્રેસ વિરોધી પોસ્ટ સતત વધતી જાય છે. અમે વાત કરવા જઇ રહ્યાં છીએ એક એવા ફેસબુક પેજની જેનું નામ છે 'રિયાલિટી ઓફ કોંગ્રેસ' (http://www.facebook.com/RealityOfCongress). જો તમે કોંગ્રેસના કાર્યકર્તા છો તો તમે લગભગ તમે દરેક પોસ્ટ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરવામાં પાછા નહી પડો અને જો તમે ભાજપના કાર્યકર્તા છો તમને જરૂર આ પેજ ગમશે.

આવું એટલા માટે કે તમામ ફોટા અને પોસ્ટના માધ્યમ સાથે આ પેજને સાર્વજનિક રીતે કોંગ્રેસને બદનામ કરવાનો ભરપૂર પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પેજને અપડેટ કરનાર એમ વિચારે છે કે આનાથી તમે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદની દાવેદારી મજબૂર કરી શકશો તો આ તદ્દન ખોટી વિચારસણી છે. કારણ કે નેગેટિવ કેમ્પેનથી ક્યારેય ચુંટણી જીતી શકાય નહી. આનું પ્રત્યક્ષ ઉદાહરણ 2009ની લોકસભાની ચુંટણીમાં જોવા મળ્યું હતું, જ્યારે ભાજપે નેગેટિવ કેમ્પેન સિવાય કર્યું ન હતું.

જો આ પેજ કોઇ પાર્ટી સાથે સંબંધ નથી ધરાવતું તો એક આમ સામાન્ય માણસ દ્રારા બનાવવામાં આવ્યું તો નિશ્વિતપણે અહીં કોંગ્રેસ પાર્ટી માટે શરમજનક બાબત છે, કારણ કે જો સરકાર વિરૂદ્ધ જનતા આવી વાતો કરી રહી છે તો તેના માટે બીજીવાર સત્તામાં આવવું મુશ્કેલ છે.

આ પ્રમાણે બદનામ થઇ રહી છે કોંગ્રેસ

આ પ્રમાણે બદનામ થઇ રહી છે કોંગ્રેસ

આ પેજ પર તમામ ફોટા નાખીને કોંગ્રેસને બદનામ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. હવે જોવાનું એ છે કે લોકોના પ્રયત્ન, યુપીએના વોટ કાપી શકશે કે નહી.

મનમોહન, સોનિયા, મુલાયમ

મનમોહન, સોનિયા, મુલાયમ

રિયાલિટી ઓફ કોંગ્રેસના ફેસબુક પેજ પર આ ફોટા તમે જોઇ શકો છો, કઇ રીતે સોનિયા ગાંધી વિશે ટિપ્પણી કરવામાં આવી છે.

સોનિયા ગાંધીનું આ રૂપ

સોનિયા ગાંધીનું આ રૂપ

કોંગ્રેસના વિરોધીઓએ કોમ્પ્યુટર પર ફોટોશોપનો ઉપયોગ કરી સોનિયા ગાંધીના ફોટાનો આવો હાલ કર્યો છે. લોકો માટે ભલે મજાક હોય પરંતુ રાજકીય નેતા માટે આ સારી વાત નથી.

કોંગ્રેસના નેતાઓનો સેક્સ ઇતિહાસ

કોંગ્રેસના નેતાઓનો સેક્સ ઇતિહાસ

અહીં કોંગ્રેસ પાર્ટીના સેક્સ ઇતિહાસને દર્શાવતાં પાર્ટીના નેતાઓને બદનામ કરવામાં આવે છે. લોકોએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને પણ છોડ્યા નથી.

મોંઘવારી વિરૂદ્ધ ભડાસ

મોંઘવારી વિરૂદ્ધ ભડાસ

જ્યારે ગેસ સિલિન્ડર મોંઘા થયા તો લોકોએ આ પ્રકારની ભડાસ નિકાળી હતી.

ભ્રષ્ટાચારની જંગ

ભ્રષ્ટાચારની જંગ

કોમ્પ્યુટર પર ફોટોશોપનો કમાલ છે, કે લોકોએ આ ફોટાને જન્મ આપ્યો અને લોકો માટે મનોરંજનનો નવો ફોટો બની ગયો.

મોદીના ગુણગાન

મોદીના ગુણગાન

રિયાલિટી ઓફ કોંગ્રેસના પેજ પર નરેન્દ્ર મોદીના ગુણગાન કંઇક આ રીતે કરવામાં આવી રહ્યાં છે.

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભડાસ

ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભડાસ

લોકોએ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ કંઇક આ પ્રકારે પોતાની ભડાસ કાઢી હતી.

English summary
People are targeting Congress Party on Facebook pages, by posting anti-congress pictures and praising Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X