એક પરિવાર માટે કામ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છેઃ પીએમ મોદી

મોદીએ મેરા બૂથથી મજબૂત કાર્યક્રમ હેઠળ પોતાના પક્ષના કાર્યકર્તાઓ સાથે વાત કરતા કહ્યુ કે તેમને કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છે, જેમને એક પરિવાર માટે કામ કરવાનું હોય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે નમો એપ દ્વારા ગાઝિયાબાદ, નવાદા, હઝારીબાગ, જયપુર, દેહાત અને અરુણાચલ (વેસ્ટ) ના ભાજપ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. મોદીએ મેરા બૂથથી મજબૂત કાર્યક્રમ હેઠળ પોતાના પક્ષના કાર્યકર્તાઓ સાથે વાત કરતા કહ્યુ કે તેમને કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છે, જેમને એક પરિવાર માટે કામ કરવાનું હોય છે. નરેન્દ્ર મોદીએ કહ્યુ કે અમારી એક રાજ્યથી બીજા રાજ્યમાં વિજયે સાબિત કર્યુ છે કે અમે બૂથ પર કામ કર્યુ છે અને એ જ અમારી તાકાત છે.

કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છે

કોંગ્રેસ કાર્યકર્તાઓ પર દયા આવે છે

નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પદભાર વ્યવસ્થા છે પરંતુ કાર્યભાર જવાબદારી. જ્યાં સુધી જીવ છે કામ માટે સમર્પણ ચાલુ રહેશે. બીજા પક્ષોની હાલત જુઓ. કોંગ્રેસના કાર્યકર્તાઓ પર દયા આવે છે તેમનો સંઘર્ષ એક પરિવારના કામે આવી રહ્યો છે. જો એક પરિવારના કામ ના આવ્યો તો બહાર કરી દેવામાં આવે છે. તેમણે કહ્યુ, કોંગ્રેસ પક્ષ પર મને દયા આવે છે. તે વિપક્ષની ભૂમિકામાં પણ નિષ્ફળ છે.

આજે પારદર્શિતાથી કામ થઈ રહ્યુ છે

આજે પારદર્શિતાથી કામ થઈ રહ્યુ છે

નરેન્દ્ર મોદીએ પોતાના પક્ષના કાર્યકર્તાઓને કહ્યુ કે પહેલા ભ્રષ્ટાચારને સિસ્ટમનો હિસ્સો માની લેવામાં આવ્યો હતો પરંતુ હવે પૂરી પારદર્શિતા સાથે કામ થઈ રહ્યુ છે અને આ અંગે લોકોમાં વિશ્વાસ પણ જાગ્યો છે. સબકા સાથ સબકા વિકાસ- અમારા માટે માત્ર સૂત્ર નથી પરંતુ એક મંત્રની જેમ પવિત્ર લક્ષ્ય છે. ભાજપની સરકાર માત્ર સૂત્રો બનાવતી નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલે વાસ્તવિકતા સુધી લોકોને લઈ જાય છે.

બધા ધર્મના લોકોને સાથે રાખ્યા

બધા ધર્મના લોકોને સાથે રાખ્યા

પીએમ મોદીએ કહ્યુ, ‘સૌભાગ્ય યોજનાથી વિજળી અંધકારમાં જીવી રહેલ રહેમાનના ઘરે પહોંચી છે તો રતિન્દર અને રોબોર્ટના ઘરમાં પણ ઉજવાળુ કરી રહી છે. ઉજ્વલા હેઠળ 5 કરોડ ગરીબ બહેનોને મફતમાં ગેસનું કનેક્શન મેળવનારામાં સરિતા પણ છે, સબિના પણ અને સાફિયા પણ છે. સંશાધન પર બધાનો સમાન હક છે, ના કોઈનો વધુ અને ના કોઈનો ઓછો.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X