For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી વિકાસ માટે પ્રતિબદ્ધ, રાહુલ હજુ અપરિપક્વ: રામદેવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

શિરડી, 11 એપ્રિલ: યોગ ગુરૂ બાબા રામદેવે વડાપ્રધાન પદના સંભવિત ઉમેદવારના સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસાની સાથે સાથે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો.

તેમને કહ્યું હતું કે એવા લોકોની લાંબી યાદી છે કે વડાપ્રધાન બનવા માંગે છે. રાહુલ ગાંધીનું નામ પણ વડાપ્રધાન પદ માટે આવી રહ્યું છે પરંતુ તે હજુ સુધી એટલા પરિપક્વ નથી અને તેમનો કોઇ દ્રષ્ટિકોણ નથી. તેમને કહ્યું હતું કે વર્તમાન સ્થિતીમાં નરેન્દ્ર મોદી એવા વ્યક્તિ લાગે છે કે જે વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને તે ભ્રષ્ટાચારને રોકી શકે છે.

narendra-rahul

બાબા રામદેવે કહ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહ ઇમાનદાર વ્યક્તિ છે પરંતુ તેમના કાર્યકાળમાં ભ્રષ્ટાચારના કેટલાક બનાવો બન્યા છે. યોગ ગુરૂ પશ્વિમ મહારાષ્ટ્રમાં એક મહિલા સંમેલનને સંબોધિત કરી રહ્યાં હતા. તેમને આરોપ લગાવ્યો હતો કે ગત બે વર્ષો યુપીએ સરકારે પોતાની એજન્સીના માધ્યમથી તેમને બદનામ કરવા માટે દરેક પ્રયત્નો કર્યા પરંતુ હજુ સુધી તેમના વિરૂદ્ધ પણ કંઇ ખોટું મળ્યું નથી.

બાબા રામદેવે કહ્યું હતું કે સીબીઆઇ તેમના ગુરૂ સ્વામી શંકર દેવના ગુમ થવાની તપાસ કરી રહી છે જે સારી વાત છે. તેમને મરાઠવાડાના જાલના જિલ્લામાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં દુકાળ અંગે ઉપ મુખ્યમંત્રી અજીત પવારના વિવાદિત નિવેદનને ખારીજ કરતાં કહ્યું હતું કે પ્રજાના પ્રતિનિધિઓએ દુકાળ જેવી ગંભીર સ્થિતી પર પોતાની જવાબદારીથી દૂર ભાગવું જોઇએ નહી.

English summary
Yoga guru Ramdev on Wednesday praised Narendra Modi but took potshots at Rahul Gandhi in the context of prime ministerial candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X