For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'વડાપ્રધાન બનવા માટે મોદીને ઘણા પડકારોનો સામનો કરવો પડશે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
નવી દિલ્હી, 23 ડિસેમ્બર: ગુજરાતમાં જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાના દાવાને મજબૂતી મળવાને નબળી ગણાવતાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આજે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને અંદર જ મોટા દુશ્મનો સામનો કરવો પડશે અને તેમની પાર્ટી તથા રાજગ નેતાઓ માટે દુવિધા છે.

દિગ્વિજય સિંહે મુનરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેની તુલનાને નકારી કાઢી હતી. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સામે કોંગ્રેસ નેતાનો આખા દેશમાં વ્યાપક પ્રભાવ છે. નરેન્દ્ર મોદીને પ્રભાવ ગુજરાત સુધી સિમિત છે. તેમને ભારપૂર્વક કહ્યું હતું કે રાહુલ ગાંધી 2014 લોકસભા ચુંટણી માટે પોતાને વડાપ્રધાન પદ માટે રજૂ કરશે નહી.

દિગ્વિજય સિંહે કહ્યું હતું કે સોનિયા ગાંધીના નેતૃત્વમાં ચુંટણી લડવામાં આવશે અને જો અમે જીતી જઇએ છીએ તો પાર્ટીનું સંસદીય વોર્ડ વડાપ્રધાન પદ વિશે નિર્ણય કરશે. હેડલાઇન્સ ટુડેએ કરેલા સાક્ષાત્કારમાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે કોંગ્રેસ એક વિરાસત છે. અમે લોકો ભારતને વૈશ્વિક નકશા પર લાવ્યાં છીએ. અમે કેવી રીતે ડરી જઇએ. નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે નથી, ભાજપ અને રાજગ નેતાઓ જેમ કે નિતિશ કુમાર માટે દુવિધા છે.

નરેન્દ્ર મોદીને અંદરો અંદર જ મોટા દુશ્મનોનો સામનો કરવો પડશે. ચેનલ દ્રારા જાહેર કરવામાં આવેલા વિજ્ઞાપન અનુસાર દિગ્વિજય સિંહે ભાજપને 'નેતૃત્વ સંકટ'ની મજાક કરી અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એક પાયાના નેતા છે.

English summary
Congress leader Digvijay Singh today said the Chief Minister faces a bigger enemy within and is a dilemma for his party and NDA leaders.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X