For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશ્ચિમ બંગાળમાં ભાજપના દલિત કાર્યકર્તાઓને મોતને ઘાટ ઉતાર્યાઃ મોદી

પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપુરમાં ખેડૂત રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ખેડૂતો સાથે બીજી સરકારોએ માત્ર છળકપટ જ કર્યુ છે પરંતુ તેમની સરકારે ખરા અર્થમાં ખેડૂતો માટે કામ કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના વેસ્ટ મિદનાપુરમાં ખેડૂત રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ખેડૂતો સાથે બીજી સરકારોએ માત્ર છળકપટ જ કર્યુ છે પરંતુ તેમની સરકારે ખરા અર્થમાં ખેડૂતો માટે કામ કર્યુ છે. મોદીએ કહ્યુ કે ખેડૂતોને એમએસપી યોગ્ય મળે તે માટે ખેડૂતો માંગ કરતા રહ્યા, આંદોલન કરતા રહ્યા પરંતુ દિલ્હીમાં બેઠેલી સરકારે ખેડૂતોની એક ના સાંભળી. કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની સરકાર બન્યા બાદ અમારી સરકારે ખેડૂતોને દોઢ ગણો ટેકાનો ભાવ આપવાનો નિર્ણય કર્યો.

ભાજપનો નહિ આપણા ખેડૂતોનો વિજય

ભાજપનો નહિ આપણા ખેડૂતોનો વિજય

પીએમ મોદીએ કહ્યુ કે ખેડૂત આપણા અન્નદાતા અને ગામ આપણા દેશનો આત્મા છે. કોઈ પણ સમાજ ત્યાં સુધી આગળ ન વધી શકે જ્યાં સુધી દેશનો ખેડૂત ઉપેક્ષિત હોય. તેમણે કહ્યુ કે ખેડૂતો માટે અમે એટલો મોટો નિર્ણય કર્યો છે કે આજે તૃણમૂલને પણ આ સભામાં અમારુ સ્વાગત કરવા માટે ઝંડા લગાવવા પડ્યા અને તેમને તેમનો ફોટો લગાવવો પડ્યો. એ ભાજપનો નહિ આપણા ખેડૂતોનો વિજય છે.

‘સંકલ્પથી સિદ્ધિ'

‘સંકલ્પથી સિદ્ધિ'

મોદીએ કહ્યુ કે દેશ આજે પરિવર્તનના મોટા દોરમાંથી પસાર થઈ રહ્યો છે. સ્વતંત્રતા આંદોલન સમયે જે રીતે એક સંકલ્પ લઈને તેને સિદ્ધ કરવામાં આવ્યો હતો તે જ રીતે સમગ્ર દેશમાં આજે ‘સંકલ્પથી સિદ્ધિ' ની યાત્રા આગળ વધી રહી છે. મિદનાપુર અંગે તેમણે કહ્યુ કે સ્વતંત્રતા આંદોલન હોય, સામાજિક સુધારણા કાર્યક્રમ હોય, સામાન્ય માનવીનું સશક્તિકરણ હોય કે પછી શિક્ષાના ઉચ્ચ માપદંડ હોય મિદનાપુરે ઈતિહાસમાં પોતાનું એક સ્થાન બનાવ્યુ છે.

હું જનતાનો આભાર માનુ છુ

હું જનતાનો આભાર માનુ છુ

પીએમ મોદીએ કહ્યુ કે, "મા-માટી-માનુષ ની વાત કરનારાઓનો છેલ્લા આઠ વર્ષોમાં અસલી ચહેરો, તેમનો સિંડિકેટ સામે આવી ચૂક્યો છે. સિંડિકેટની મરજી વિના પશ્ચિમ બંગાળમાં કંઈ પણ કરવુ મુશ્કેલ બની ગયુ છે. બંગાળમાં નવી કંપની ખોલવી હોય, નવી હોસ્પિટલ ખોલવી હોય, નવી સ્કૂલ ખોલવી હોય, નવા રસ્તા બનાવવા હોય સિંડિકેટને પ્રસાદ ધરાવ્યા વિના, તેની સ્વીકૃતિ વિના કંઈ થઈ શકે નહિ. દાયકાથી ડાબેરી શાસને પશ્ચિમ બંગાળને જે હાલતમાં પહોંચાડ્યુ, આજે બંગાળની હાલત તેનાથી બદતર થઈ રહી છે." પીએમ મોદીએ કહ્યુ કે બંગાળમાં ભાજપના દલિત કાર્યકર્તાઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. લોકતંત્રને લોહીલુહાણ કરી દેવામાં આવ્યુ. પંચાયતની ચૂંટણીમાં હિંસા અને આતંકનો માહોલ હોવા છતા જે રીતે બંગાળની જનતાએ ભાજપને સમર્થન આપ્યુ છે તેના માટે હું જનતાનો આભાર માનુ છુ.

English summary
narendra Modi farmers rally in West Midnapore West Bengal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X