For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્વિટર પર નરેન્દ્ર મોદીથી પાછળ રહી ગયું વ્હાઇટ હાઉસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-aamir
નવી દિલ્હી, 25 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ફોલોઅર્સના હિસાબે વ્હાઇટ હાઉસને પાછળ છોડી દિધું છે. ટ્વિટરની ગતિવિધિઓ પર નજર રાખનાર વેબસાઇટ ટ્વિટર કાઉન્ટર તરફથી જે નવા આંકડા રજૂ કરવામાં આવ્યા છે, તેમાં આ વાતની જાણકારી આપવામાં આવી છે.

આ આંકડાઓના અનુસાર નરેન્દ્ર મોદીના વર્તમાન સમયમાં 4,981,574 ફોલોઅર્સ છે જ્યારે વ્હાઇટ હાઉસના 4,979,707 ફોલોઅર્સ છે. તો બીજી તરફ ફેસબુક પર નરેન્દ્ર મોદીના આધિકારીક પેજને 18 મિલિયનથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે.

ફક્ત એટલું જ નહી નરેન્દ્ર મોદી હાલ દુનિયાના ચોથા એવા રાજનેતા છે જેમને ટ્વિટર પર સૌથી વધુ લોકો ફોલો કરી રહ્યાં છે. આ વર્ષે મે મહિનામાં તે છઠ્ઠા ક્રમ પર હતા. જો કે ટ્વિટર પર હજુપણ જે જલવો અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો છે, તેને કોઇ અડકી શક્યું નથી. બરાક ઓબામા આજેપણ પહેલા એવા વ્યક્તિ છે જેમને દુનિયામાં સૌથી વધુ લોકો ફોલો કરે છે.

જો કે ટ્વિટર પર હજુપણ જે જલવો અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો છે, તે કોઇ અટકી શકતું નથી. બરાક ઓબામા આજે પણ પહેલાં એવા વ્યક્તિ છે જેમને દુનિયામાં સૌથી વધુ લોકો ફોલો કરે છે. તેમની ફોલોઅર્સ પર નવ ટ્વિટર હેન્ડલ છે, તેમને 14 મિલિયન લોકો ફોલો કરે છે.

ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુસિલો બાંગબાંગ યુદ્ધોયોનોના પાંચ મિલિયન ફોલોઅર્સ છે અને તે આ યાદીમાં ત્રીજા નંબર છે. પીઆર ફર્મ બૂરસૉન-મર્સટેલર તરફથી ટ્વિપલોમેસીની તરફથી કરાવવામાં આવી એક સ્ટડી અનુસાર ફ્રાંસના વિદેશ મંત્રી લોરંટ ફૈબિયૂસ અને સ્વિડનના વિદેશ મંત્રી કાર્લ બ્લિડ્ટ ટ્વિટર પર બેસ્ટ કનેક્ટેડ ડિપ્લોમૈટ્સ છે.

English summary
Narendra Modi has more followers on Twitter than White House. New data claims more people are following Narendra Modi in comparison to White House.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X