• search

મોદીએ આપી ચેતાવણી કહ્યું: પોતાની હદમાં રહે રાહુલ ગાંધી

By Kumar Dushyant

નવી દિલ્હી, 27 એપ્રિલ: પોતાને 'જુઠ્ઠા' ગણાવતાં ભડકેલા ભાજપના નેતા નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને 'હદમાં રહેવાની' ચેતાવણી આપી હતી. નરેન્દ્ર મોદીએ એમપણ કહ્યું હતું કે રાહુલ ગાંધી તેમના વિશે 'ખોટા, ભદ્દા અને અપ્રમાણિક' આરોપ લગાવી રહ્યાં છે અને તેમને 'હદ'માં રહેવું જોઇએ.

નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો કે તે કોંગ્રેસ સરકારના કામકાજના મુદ્દે જનતાને જવાબ આપવા માટે ખુલીને સામે આવે, 'ભાગે નહી'. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારને '10 જનપથના એક ખાસ સહયોગી'ના તાર એક માંસ નિર્યાતક, જેના ઘરે ઇન્કમટેક્સના અધિકારીઓએ રેડ પાડી હતી. અને તેમની વચ્ચે 'ધનનો સોદો' થયો. 10 જનપથ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું ઘર છે. નરેન્દ્ર મોદીએ 'માતા-પુત્ર (સોનિયા-રાહુલ) સરકાર' પર પુણેના વેપારી હસન અલીને કથિત કાળા ધનના એક કેસમાં બચાવવાનો આરોપ લગાવ્યો હતો.

રાહુલ પર પ્રહાર

રાહુલ પર પ્રહાર

3ડી હોલોગ્રામ ટેક્નોલોજીના માધ્યમથી પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીએ કહ્યું 'રાહુલ ભાઇ, તમે તમારે હદો તોડીને જુઠ્ઠું બોલતા જાવ છો. તમારી પાસે તો તમારા વિશે, તમારી માતા વિશે કે પોતાની સરકાર વિશે પણ કહેવા માટે કંઇક સકારાત્મક રહ્યું નથી. એટલા માટે ખોટા, ભદ્દા અને અપ્રામાણિક આરોપ લગાવતા રહો છો.' નરેન્દ્ર મોદીએ કહ્યું 'વસ્તુઓ હદમાં રાખો. અમે સીમા ઓળંગીને વાત કરતા નથી. પોતાની સરકારના કામકાજ પર ચર્ચા માટે ખુલીને સામે આવે. તમે કેમ ભાગી રહ્યાં છો.'

સોનિયા પર પ્રહાર

સોનિયા પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ હુમલો ત્યારે બોલ્યો જ્યારે રાહુલ ગાંધી ગુજરાતમાં કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીને 'ત્યાં સુધી ઉંઘ નથી આવતી જ્યાં સુધી તે જુઠ્ઠું ન બોલે.' સોનિયા ગાંધી પર હુમલો બોલતાં નરેન્દ્ર મોદીએ કહ્યું, 'એક માંસ નિર્યાતક પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યા છે જેને દેશભરમાં ફેલાયેલા 60 સ્થળો પર ઇન્કટેક્સ વિભાગે રેડ પાડી, ત્યારબાદ 300 કલાકની ફોન પર વાતચીત ટેપ કરવામાં આવી જેમાં 10 જનપથ, સોનિયા ગાંધીના આવાસનો પણ ઉલ્લેખ છે.'

મનમોહન સિંહ પર પ્રહાર

મનમોહન સિંહ પર પ્રહાર

નરેન્દ્ર મોદીએ કહ્યું '10 જનપથના એક ખાસ સહયોગી અને તે બિઝનેસમેન વચ્ચે કાળા નાણાના સોદાની વાતચીત ટેપ કરવામાં આવી છે. તે વ્યક્તિ કોણ છે, આ દેશને ખબર પડવી જોઇએ.' વડાપ્રધાન મનમોહન સિંહ પર નિશાન સાધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'વડાપ્રધાનને મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ જોવા મળતી નથી જેનો સામનો દેશ કરી રહ્યો છે. જો તેમને કંઇ દેખાતું નથી તો તે ભાજપની લહેર ક્યાંથી જોશે.'

અમરિંદર સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કેમ નહી

અમરિંદર સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કેમ નહી

આ પહેલાં, ગુજરાતના ભરૂચમાં એક જનસભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે માંસના નિર્યાત મુદ્દે કરોડો રૂપિયાનો હવાલા ગોટાળામાં એક અજ્ઞાત 'અંગત સહયોગી' સામેલ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી કમિશનને પૂછ્યું કે તે અમૃતસરથી કોંગ્રેસ ઉમેદવાર અમરિંદર સિંહ વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કેમ કરી રહ્યાં નથી જ્યરે તેમને જિનેવામાં પોતાના પુત્ર અને પત્નીના વિદેશી બેંક ખાતાઓની જાણકારી આપી નથી.

કોનું છે કાળું નાણું

કોનું છે કાળું નાણું

વિદેશમાં રાખેલા કાળા ધનને ભારત લાવવામાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારની 'નિષ્ક્રિયતા'ને આડે હાથ લેતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'દેશ કાળા ધનની સચ્ચાઇ જાણવા માંગે છે અને એ પણ જાણવા માંગે છે કે તેની સાથે કોંગ્રેસનો શું સંબંધ છે.' યુપીએને 'માતા-પુત્ર સરકાર' ગણાવતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે એ જાણવા માટે એસઆઇટી બનાવવાનો નિર્દેશ આપ્યો છે કે કાળું નાણું કોનું છે.

English summary
On a day Rahul Gandhi accused him of being a "liar", Narendra Modi on Saturday hit back saying the Congress leader was making "false, dirty and unverified" allegations and asked him to remain "within limits".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more