મોદી અને રાજનાથ વારાણસી પહોંચ્યા

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 મેઃ 16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. એવી આશા રાખવામાં આવી છેકે આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે તેનો નિર્ણય કરવામાં આવશે.

દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

4.00 pm
વારાણસી જવા માટે મોદી રવાના
4.30 વાગ્યે વારાણસી પહોંચશે મોદી
મોદી સાથે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ પણ
5.30 વાગ્યે ગંગા આરતી કરશે

1.50 pm
20 તારીખે સંસદીય દળની બેઠક, સંસદીય દળની બેઠક બાદ નક્કી કરાશે શપથની તારીખ
પાર્લામેન્ટરી પાર્ટીના લીડરીને પંસદ કરવામાં આવશે
ગુજરાત સીએમ પસંદગી માટે નિરિક્ષક હશે થાવરચંદ ગેહલોત
નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દરેક ભારતવાસીને આભાર વ્યક્ત કરું છું.

1.43 pm
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે.

અમારું સંકલ્પ છે એવા ભારતનું નિર્માણ કરવું જે સશક્ત હોય.

1.33 pm

ભાજપની સંસદીય બોર્ડની બેઠક ખતમ

12.50 pm
મોદીએ અડવાણીને પગે લાગી આશિર્વાદ લીધા
અડવાણીએ મોદીને શુભેચ્છા આપી
સંસદીય બોર્ડની બેઠક દરમિયાન હાજર રહેલા પાર્ટીના નેતાઓ દ્વારા મોદીને જ્વલંત વિજય મેળવવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

12.40 am
ભાજપની સંસદીય બોર્ડની બેઠક શરૂ
બેઠકમાં નરેન્દ્ર મોદી, એલકે અડવાણી, મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી હાજર

12.09 pm
ઉષ્માભર્યા સ્વાગત બદલ દિલ્હીનો આભારી

દિલ્હીમાં અભૂતપૂર્વ પરિણામ આપ્યું છે. હું દિલ્હીના મતદાતાઓને હૃદય પૂર્વક અભિનંદન પાઠવું છું, કે જેમણે ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા. હું અહીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. તેઓ માનતા હતા કે દિલ્હી ક્યારેય ઉભૂ નહીં થાય, કાર્યકર્તાઓ એ પોતાના પરસેવાથી દિલ્હીમાં કમળ ખિલાવી દીધું, તેથી એક નવા તમે બધા શુભેચ્છાના પાત્ર છો. તમે એરપોર્ટથી અહીંયા સુધી જે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું છે, તેનો હું આભારી છું.

મોદીએ એક વ્યક્તિના નાતે તમને બધાને આગ્રહ છેકે આ જીત મોદીની નથી પરંતુ ભાજપના લાખો કાર્યકર્તાઓના પરિશ્રમના કારણે છે. પાચ પેઢીનું પુરષાર્થ છે જેનું આ પરિણામ છે. આ કેરળના કાર્યકર્તાઓની શહાદતનો વિજય છે. આ વિજયના સૌથી મોટા હકદાર સવાસો કરોડ દેશવાસી.

12.05 pm
ભાજપ મુખ્યાલયે પહોંચ્યા મોદી
મુખ્યાલય ખાતે મોદીનો ભવ્ય સ્વાગત

11.51 am
તીન મૂર્તિ માર્ગ પહોંચ્યો મોદીનો કાફલો
કોંગ્રેસ હેડક્વાર્ટર પાસેથી પસાર થયો મોદીનો કાફલો
દિલ્હીમાં મોદીની વિજય રેલી જોવા રાજસ્થાનથી 200 લોકો પહોંચ્યા
મોદીની વિજય રેલીમાં મુસ્લિમો પણ મોટી માત્રામાં પહોંચ્યા

11.39 am
દિલ્હીમાં મોદીની એક ઝલક મેળવવા ઉમટ્યા લોકો
દિલ્હીમાં રસ્તાઓ પર લોકોનો સૈલાબ
ધૌલાકૂવાથી પસાર થયો મોદીનો કાફલો
11 મૂર્તિ પહોંચી રહ્યો છે મોદીનો કાફલો

11.16 am
હજારો લોકો મોદીના રોડ શોમાં પહોંચ્યા
એરપોર્ટથી ધૌલાકૂવા, 11 મૂર્તિ પાસેથી પસાર થશે રોડ શો
ચાણક્યપૂરી થઇ દિલ્હી ભાજપ મુખ્યાલય તરફ જઇ રહ્યો છો મોદીનો કાફલો

10.59 am

મોદીનું એરપોર્ટ પર કરવામાં આવ્યું સ્વાગત
રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને અનંત કુમારે કર્યું સ્વાગત
એરપોર્ટથી દિલ્હી ભાજપ મુખ્યાલય તરફ મોદીનો કાફલો રવાના
એરપોર્ટથી ભાજપ મુખ્યાલય સુધી મોદીનું વિજય ઝૂલસ

10.54 am
નરેન્દ્ર મોદી દિલ્હી એરપોર્ટ પહોંચ્યા
જીત બાદ પહેલીવાર દિલ્હી આવ્યા
રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિત ભાજપના કાર્યકર્તાઓ એરપોર્ટ પહોંચ્યા
દિલ્હી એરપોર્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
ફૂલોથી કરવામાં આવશે સ્વાગત


નરેન્દ્ર મોદી આ રેલીમાં ભાગ લેવા માટે અમદાવાદથી નીકળી ગયા છે. મોદી દિલ્હી એરપોર્ટ પર પહોંચશે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામા આવશે. એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપના મુખ્યાલય સુધી વિજય ઝૂલસ કાઢવામાં આવશે. મોદી દિલ્હી આવી રહ્યાં હોય એનએસજીના જવાનોએ પોતાની પોઝીશન લઇ લીધી છે. દિલ્હી સ્થિત કાર્યાલયમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એનએસજી જવાનો દ્વારા કાર્યાલય ખાતે તપાસ અભિયાન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.

મોદીની વિજય યાત્રાને જોઇને એરપોર્ટથી ભાજપના કાર્યાલય સુધીના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. બીજી તરફ દેશભરની જેમ દિલ્હીમાં પણ મોદીના વિજયને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિલ્હીની જનતાને મોદી પ્રત્યે ઘણી આશા છે, તેઓ માની રહ્યાં છેકે મોદી આવવાથી દિલ્હીના યુવાનોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ થશે.

English summary
Narendra Modi to hold Vijay rally in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X