સમાજના નીચલા સ્તરને ધ્યાનમાં રાખીને નિર્ણય કરે અધિકારીઓ : મોદી

Subscribe to Oneindia News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2014 બેચના આઇએએસ અધિકારી સાથે મુલાકાત કરીને કહ્યું કે કામ પર રાજનીતિ હાવી ન થવી જોઇએ. હંમેશા નીતિ જ સર્વોપરિ હોવી જોઇએ. પીએમએ આઇએએસ અધિકારીઓને કહ્યુ કે કોઇ પણ નિર્ણય કરતી વખતે દેશ અને દેશના સૌથી છેલ્લી પંક્તિમાં ઉભેલા વ્યક્તિના હિતને ધ્યાનમાં રખાવુ જોઇએ. પીએમ મોદીએ ગુરુવારે આ વાત કહી.

modi


કેન્દ્ર સરકારના વિભિન્ન મંત્રાલયોમાં સહાયક સચિવો તરીકે ત્રણ મહિનાનું પ્રશિક્ષણ પૂર્ણ કરનાર આ આઇએએસ અધિકારીઓએ પ્રત્યક્ષ લાભ અંતરણ, સ્વચ્છ ભારત, ઇ-કોર્ટ, ઇ-પર્યટન અને સ્વાસ્થ્ય જેવા વિભિન્ન વિષયો પર પ્રસ્તુતિકરણ કર્યુ.

સરકારના કામની સમીક્ષા કરે સચિવો: મોદી


પીએમ મોદીએ ગુરુવારે સાંજે એક બેઠકમાં ભાગ લીધો. આ કેન્દ્ર સરકારના બધા સચિવોની બેઠક હતી. આમાં કાબીના અને રાજ્ય સ્તરના મંત્રી પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યુ કે સચિવોના દસ નવા સમૂહ બનાવવામાં આવી રહ્યા છે. આ સમૂહ વિભિન્ન મુદ્દાઓ પર ધ્યાન આપશે અને નવેમ્બરના અંત સુધીમાં પોતાનો અહેવાલ આપશે.


મોદીએ સચિવોને કહ્યુ કે પોત-પોતાના અધ્યયન વાળા ક્ષેત્રોમાં સરકારના અત્યાર સુધીના કામોની વિશ્લેષણાત્મક સમીક્ષા પણ કરો. મોદીએ સચિવોને કહ્યુ કે ભારત સરકારના સચિવો પાસે એવા વિચારો અને અનુભવ છે જેનાથી ભારતના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે નીતિઓનું નિર્માણ કરી શકાય છે.

English summary
narendra modi interaction with IAS officers
Please Wait while comments are loading...