• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છત્તીસગઢમાં મોદીના એક તીરે બે નિશાનઃ કોંગ્રેસ-નીતિશ પર કર્યા પ્રહાર

|

બસ્તર, 7 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા છત્તીસગઢના બસ્તર જિલ્લામાં ચૂંટણી રેલી સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે છત્તીસગઢમાં ડો. રમણસિંહ દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અંગે જણાવ્યું હતું. સાથે જ કોંગ્રેસ અને બિહારના મુખ્યમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા. મોદીએ ડો. રમણસિંહને સંવેદનશિલ જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને અહંકારી ગણાવ્યા હતા.

અમે છત્તીસગઢના લોકોએ જીવન ભર અટલ બિહારી વાજપાયીનો ઉપકાર ના ભુલવો જોઇએ. આ તેમની સોચ અને દિર્ઘદ્રષ્ટી હતી કે જો આપણે છત્તીસગઢને અલગ રાજ્ય બનાવીશું તો પછાત લોકોનો વિકાસ થશે. હું આ ધરતી પરથી અટલ બિહાર વાજપાયીનું ગૌરવ અને પ્રણામ કરુ છું કે તેમણે છત્તીસગઢનું નિર્માણ કર્યું. તેમના દિલમાં દલીતો, શોષીત, આદિવાસી ભાઇઓ પ્રત્યે વિશેષ લગાવ હતો. તેઓ નારા અને મોટી વાતો નહોતા કરતા તેઓ સમાજને શક્તિશાળી બનાવવા લાંબી વિચાર સરણી સાથે યોજના બનાવતા અને નિર્ણય કરતા અને યોજના લાગુ કરીને ગરીબની ભલાઇ માટે સરકારને કામે લગાવતા હતા.

આ દેશમાં આદિવાસીઓ હજારો વર્ષોથી છે, ભારત આઝાદ થયો ત્યારે પણ સમાજ હતો, દેશ આઝાદ થયો અને કોંગ્રેસની આટલી સરકાર આવી છતાં કોઇ સરકારને આદિવાસીઓની યાદ આવી નહીં. તેમની ગરીબીની ચિંતા ના થઇ. તેમના બાળકોની શિક્ષાની ચિંતા ના થઇ. અટલ બિહારી વાજપાયીએ આઝાદીના આટલા વર્ષો પછી દેશને એવા પહેલા પ્રધાનમંત્રી મળ્યા જેમણે હિન્દુસ્તાનના આદિવાસીઓના કલ્યાણ માટે અલગ વિભાગો અને મંત્રીઓ બનાવ્યા અને અલગ બજેટ બનાવ્યું. આદિવાસીઓની ભલાઇ માટે સવંત્ર રીતે વિભાગો કામ કરશે.

આઝાદીના આટલા વર્ષો પછી આદિવાસીઓની ભલાઇની યાદ આવી તો અટલ બિહારીજીને યાદ આવી. આદિવાસીઓના જીવનમાં સુધાર થવાની શરૂઆત થઇ. અન્ય દેશના રાજ્યો અને વિસ્તારો જ્યાં આદિવાસીઓ વધુ માત્રામાં રહે છે, ત્યાં અલગ કાર્ય કરવાની યોજનાઓ બનાવી. મણિપુર અને નાગાલેન્ડના વિસ્તારમાં રહેતા આદિવાસીઓનું વિશેષ ધ્યાન રહે તેની ચિંતા

અટલજીએ છત્તીસગઢ આપ્યું તેવી રીતે આદિવાસીઓના વિકાસ માટેની વાતો કરી. જ્યારે છત્તીસગઢ બન્યુ ત્યારે હું અહીં કામ કરતો હતો, ત્યારે તે સમયે આ રાજ્ય કોંગ્રેસના હાથોમાં હતું. મધ્ય પ્રદેશના ધારાસભ્યો અલગ થયા તેમના હાથમાં સરકાર હતી. એ ત્રણ વર્ષ અને એ સમયના કાર્ય અને તેમની નીતિને યાદ કરું છું તો આજે પણ મારા રુવાટા ઉભા થઇ જાય છે. છત્તીસગઢમાં ભાજપના કાર્યકરોએ પોતાની માગો લઇને રેલી કાઢી ત્યારે તેમના પર કહેર વર્તાવવામાં આવ્યું. આવું ઝુલમી શાસન હિન્દુસ્તાનમાં આવ્યું નહોતું.

તે સમયે એવું લાગતુ કે અટલજીના સ્વપ્ન તૂટી નહીં જાયને. પરંતુ છત્તીસગઢની જનતાને અભિનંદન કરું છું અને તેની દિર્ઘદ્રષ્ટીને, આદિવાસીઓ અને દલિતોને સલામ કરું છું. જેઓ પરિસ્થિતિને સમજી ગયા અને છત્તીસગઢમાં પહેલી ચૂંટણી આવી ત્યારે આ જુલમી શાસનને એવી રીતે ઉખેડી નાંખ્યું કે હિન્દુસ્તાનમાં કોંગ્રેસના ખરાબ દિવસોની ગણતરી શરૂ થઇ ગઇ. જો તમે દસ વર્ષ ડો. રમણસિંહને ના આપ્યા હોત, ભાજપને ના આપ્યા હોત તો આજે આપણા છત્તીસગઢની શું હાલત થઇ હોત. અહીં કંઇજ ના થયું હતું

જે કોંગ્રેસની દિલ્હીની સરકાર કોલસાની પાછળ પડી ગઇ. તમારા છત્તીસગઢનું એક કિલો કોલસો પણ ના બચત. એ હાલત તેમણે કરી નાંખી છે. આ તમારી જ વિચારસરણી હતી કે તમે છત્તીસગઢને કોંગ્રેસના હાથમાં જવા ના દીધું અને છત્તીસગઢને તબાહ થતા બચાવ્યું.

કયા રાજ્યોની તુલના કરવાની જરૂરિયાત સમજુ છું. અટલજીએ કોઇ ખુન ખરાબા વગર પ્રેમથી લોકોને વિશ્વાસમાં લઇને ત્રણ રાજ્યોનું નિર્માણ કર્યું. એક ઝારખંડ, ઉત્તરાખંડ અને ત્રીજું છત્તીસગઢ બનાવ્યું હતું. કોઇપણ વ્યક્તિ ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢનો લેખો જોખો કરે. તમે જુઓ ઝારખંડ જ્યાં હતું ત્યાથી પાછળ જતું રહ્યું, ઉત્તરાખંડની પણ એજ હાલત છે. માત્ર છત્તીસગઢ જ્યાં હતું તેના કરતા આગળ નિકળી ગયું. એનું કારણ શું એક સાથે આ રાજ્યોનું નિર્માણ થયું હતું કે ઉત્તરાખંડ તબાહ, ઝારખંડ બરબાદ થઇ ગયું અને છત્તીસગઢ આગળ વધી ગયું, તેનું કારણ તમારી દિર્ઘદ્રષ્ટી છે.

ઉત્તરાખંડમાં હંમેશા રાજકિય અસ્થિરતા રહી, જેના કારણે ઉત્તરાખંડનો વિકાસ રોકાઇ ગયો. ઝારખંડ જુઓ હિન્દુસ્તાનનો સૌથી સમૃદ્ધ પ્રદેશ. ભુસંપદા ઝારખંડ પાસે ઘણી છે. પરંતુ ત્યાં રાજકિય અસ્થિરતા રહી અને ભાગલા પાડવાના કારણે આટલી મોટી સંપત્તિ હોવા છતાં ઝારખંડનો વિકાસ થયો નહીં. છત્તીસગઢ એટલા માટે વધ્યું કારણ કે તમે ભાજપ અને રમણસિંહ પર વિશ્વાસ મુક્યો અને દસ વર્ષ સુધી સ્થિર સરકાર આપીને વિકાસની યાત્રાને તેજી સાથે આગળ વધારી.

આજે ગુજરાતની ધરતી પરથી તમારી પાસે આવ્યો છું, પ્રાર્થના કરવા આવ્યો છું. ભૂતકાળમાં અનેક લોકોએ જાતિ, સંપ્રદાય, સંબંધીઓ માટે મતો આપ્યા હશે, પરંતુ હવે સમય બદલાયો છે, હવે ના તો જાતિ અને સંપ્રદાય માટે નહીં પરંતુ વિકાસ માટે મત આપવાના છે.

પહેલા તમે તમારું ભલુ કરવાનું વિચાર્યું હશે, આજે તમારું તો ભલું થવાનું જ છે પરંતુ સાથે બાળકોનું ભલુ થાય તે વિચારવાનું છે અને તેથી એ માટે ભાજપ અને ડો. રમણસિંહની સરકારની જરૂર છે. છત્તીસગઢના વિકાસમાં હવે કોઇ અવરોધ આવવા ના જોઇએ. છત્તીસગઢ જે ગતીએ આગળ વધે છે તેના કરતા પણ વધારે ગતી સાથે આગળ વધારવાની જરૂર છે.

છત્તીસગઢ પાસે પણ મહત્વનો સમય આવ્યો છે. આ 13થી 18 વર્ષની ઉમરવાળો સમય આવ્યો છે અને આ સમયે તેનું વિશેષ લાલન પાલન કરવામાં આવે તો તે કેટલું આગળ વધી શકે છે તેનો તમે અંદાજો લગાવી શકો છો. આ પાંચ વર્ષ છત્તીસગઢ માટે મહત્વના છે. છત્તીસગઢના વિકાસના પાયા રમણસિંહે રાખી દીધા છે અને હવે વિકાસની ઇમારત બનાવવી છે, તે માટે 2013થી 12018 સુધીનો સમય અતિ મહત્વનો છે અને જો આ સમયમાં છત્તીસગઢ મજબૂત અને ઝડપી વિકાસ કરવા લાગ્યું તો આગામી 100 વર્ષ સુધી છત્તીસગઢનો વિકાસ અટકશે. આ ચૂંટણી પાંચ વર્ષનો નહીં પણ આગામી સો વર્ષના વિકાસ માટેની ચૂંટણી છે.

ચૂંટણી વિકાસ માટે થવી જોઇએ ના કે જાતિ માટે. આટલી ભીડની કલ્પના કરી શકીએ ખરા. આ આંધી છે. દેશ વિકાસ ઇચ્છે છે, ગરીબોની ભલાઇ કરે તેવી સરકાર ઇચ્છે છે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પહેલા તમને આંખ દેખાડ્યાં અને જેવી સત્તા આવી હાથ અજમાવવા લાગ્યા અને તેમા ફાવટ આવી તો હવે હાથની સફાઇ સિવાય કોઇ કામ કરતા નથી.

આજ કાલ તો કોલસાની ચોરી સાંભળીને લોકો બેંકોમાં લોકર લેવા માંડ્યા છે, કારણ કે, સોના ચાંદી માટે નહીં પરંતુ કોલસા રાખવા માટે. મે એક સ્થળે જાણવા મળ્યું કે, કોલસા માટે નહીં પણ ડુંગળીને પણ લોકરમાં રાખવી પડે તેવી સ્થિતિ છે. આ સરકાર ડુંગળી વગર તમારી આંખમાં આસું લાવી રહી છે. જે લોકો ડુંગળી સાથે રોટલો ખાતા હતા તેમની પાસેથી આ કોંગ્રેસી પંજાએ ડુંગળી છિનવી લીધી, તેમની પાસેથી દેશ છિનવી લેવો જોઇએ.

કોંગ્રેસે વચન આપ્યું હતું કે દિલ્હીમાં તેમની સરકાર બનશે તો સો દિવસમાં મોંઘવારી ઘટી જશે, પણ મોંધવારી ઘટી નથી. જેણે તમારી સાથે દગો કર્યો છે, તેમને છોડવા જોઇએ. મારા છત્તીસગઢના ભાઇઓ કોંગ્રેસની એકપણ વાત નહીં માને એ વાતનો મને વિશ્વાસ છે. અટલજીએ છત્તીસગઢના બનાવ્યું હોત, તમે રમણસિંહને મુખ્યમંત્રી ના બનાવ્યા હોત તો બસ્તરના આ યુવાનોનું ભાગ્ય વિશે ના વિચાર્યું હોત તો બસ્તરમાં યુનિવર્સિટી બની શકી હોત. આજે અહીં યુનિવર્સિટી બની રહી છે.

દિલ્હીના સહેજાદા લોકોની આંખોમાં ધૂળ જોખી રહ્યા છે, અમે ખાદ્ય સુરક્ષાનો કાયદો લાવ્યા, મારા છત્તીસગઢના ભાઇઓ તમે એ વાતનો પૂરાવો છો કે, હિન્દુસ્તાનમાં ખાદ્ય સુરક્ષાનો કાયદો કોઇએ આપ્યો છે તો ભાજપની છત્તીસગઢની સરકારે આપ્યો છે, અને દિલ્હીની સરકારને આ વિચાર આવ્યો એ પણ છત્તીસગઢની સરકારના કારણે. રમણસિંહે સ્કિલ ડેવલોપમેન્ટનો અધિકાર આપ્યો છે. સરકાર વિકાસની સાથે સંવેદનશિલ પણ હોવી જોઇએ. માઓવાદી, ગોળીબાર, ચારેકોર ખુનની હોળી ખેલાતી હોય, તેમ છતાં જનતા સુખ માટે સમર્પિત અને મજબૂત મનનો નેતા હોય તો વિકાસ થાય છે, તે રમણસિંહે કરી દર્શાવ્યું છે.

હું બે સરકારના ચહેરા દર્શાવવા માંગુ છું. એક સંવેદનશિલ સરકાર શું કરે છે અને એક રાજકિય આટાપાટા રમતી સરકાર હોય તો શું કરે છે. રમણસિંહની યાત્રા કરી રહ્યાં હતા. આપણા કોંગ્રેસના મિત્રો પોતાની વાત જણાવવા રેલી કાઢી હતી. ત્યારે માઓવાદીઓએ તેમના પર હુમલો કર્યો અને કોંગ્રેસના મિત્રોના મોત થયા. બીજી તરફ થોડા દિવસ પહેલાં ભાજપે પટણામાં રેલી કરી આતંકવાદીઓએ હુમલો કર્યો બોમ્બ વિસ્ફોટ કર્યા મને મારવાનું સડયત્ર થયું, રમણસિંહે શું કર્યું અને બિહારના મુખ્યમંત્રીએ શું કર્યું. રમણસિંહ મીડિયામાં આવ્યા અને કહ્યું કે અમારી કોઇ ચૂક રહી હશે અને તેમણે ન્યાયિક તપાસ કરી અને આદેશ આપ્યા એટલું જ નહીં અને પોતાની યાત્રા સ્થગિત કરીને અને હુમલામાં માર્યા ગયા તેમના પરિવાર સાથે બેઠાં. જેમણે એ દિવસે રમણસિંહનો ચહેરો જોયો હશે તે જણાયું હશે કે તેમના ચહેરા પણ કટેલી પીડા હતી.

દિલ્હીમાં અમારી કાઉન્સિલ હતી તેમા બધા મુખ્યમંત્રીઓએ રમણસિંહના ધેર્યનું અભિંનદન કર્યું. બીજી તરફ પટણામાં આ કાંડ થયો ત્યારે ત્યાંની સરકારી પાર્ટી કરી રહી છે. છપ્પન ભોગ માણી રહ્યાં છે. કોઇ સંવેદના નથી, જ્યારે પત્રકારે પૂછ્યું કે ચૂકોની વાત છોડો, કોઇ તપાસ કરાવવાની ઇચ્છા નથી. એક સંવેદનશિલ મુખ્યમંત્રી હોય તો શું કરે અને એક અહંકારથી ભરેલો મુખ્યમંત્રી શું કરે તે બન્ને ચિત્રો હિન્દુસ્તાને જોયા છે.

English summary
Narendra Modi is adress election campain in Bastar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more