For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી ખુબ જ લોકપ્રિય નેતા છે: અરૂણ જેટલી

|
Google Oneindia Gujarati News

arun jaitley
બેંગલુરુ, 9 એપ્રિલ: પ્રધાનમંત્રી પદની દાવેદારીને લઇને મોદી અને રાહુલની ચર્ચામાં નહી પડતા ભાજપા નેતા અરુણ જેટલીએ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અત્યંત લોકપ્રિય નેતા છે જેમના વિચારોને ખુબ જ ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે છે.

જેટલીએ અત્રે પત્રકારોને કહ્યું કે હું લોકોની વચ્ચે ચર્ચામાં ઉતરવા નથી જઇ રહ્યો. પરંતુ એ સત્ય છે કે મોદી અત્યંત લોકપ્રિય નેતા છે અને તેમના વિચારોને ભારતીયોનો એક મોટો વર્ગ ખુબ જ ધ્યાન અને વિચારીને સાંભળવામાં આવે છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે ભાજપા પોતાના પ્રધાનમંત્રી પદના દાવેદારના નામની જાહેરાત પહેલા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને ઉમેદવાર બનાવવાની રાહ જોઇ રહી છે.

શું જેટલીએ ભાજપ નેતાઓને સલાહ આપી છે કે કોઇ એક નેતાને પ્રોત્સાહન ન આપવું જોઇએ. એ સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે આપને મારી સલાહ છે કે મીડિયા જે કઇપણ લખે છે, બધા પર વિશ્વાસ ના કરે.

જેટલીએ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના સમાચારમાં આવેલા આ નિવેદન પર પણ કોઇ પ્રતિક્રિયા આપી નહી અને પ્રધાનમંત્રી પદની દોડમાં નથી. જેટલીએ જણાવ્યું કે મને એવા કોઇ નિવેદન પર જાણકારી નથી.

English summary
Narendra Modi is very famous politician said BJP leader Arun jaitley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X