ગુજરાતનું મીઠું ખાઇને જ ગુજરાતનું લોહી વહાવ્યું મોદીએ: શકીલ

શકીલ અહેમદે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'ગુજરાતનું મીઠું બધાએ ખાધું છે પરંતુ મીઠું ખાઇને મોદીએ ગુજરાતનું જ ખુન વહેવડાવ્યું છે.' જોકે શકીલનો સીધો ઇશારો ગોધરા કાંડ તરફ છે.
શકીલ અહેમદે આ પહેલા આડવાણી પર પણ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. તેમણે આડવાણી પર એવો આરોપ લગાવ્યો હતો કે તેઓ પાકિસ્તાનથી ભારત આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, અડવાણી સત્તા માટે પાકિસ્તાન છોડીને ભારત આવ્યા હતા. આ નિવેદન તેમણે એ સમયે કર્યું હતું જ્યારે તેઓ સીકરમાં એક જનસભાને સંબોધી રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે જો તેઓ હિન્દુઓને હિન્દુઓની ચિંતા હોત તો પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સેવા કરતા.












Click it and Unblock the Notifications
