મોદીના લગ્ન સામે ભાજપે ચગાવ્યો નહેરુનો વિદેશી પત્ની પ્રેમનો મુદ્દો
નવી દિલ્હી, 12 એપ્રિલ : નરેન્દ્ર મોદીના લગ્નના મુદ્દે સવાલ ઉઠાવતી કોંગ્રેસને ભાજપના સમર્થકોએ પોસ્ટરથી જવાબ આપ્યો છે. જેમાં નરેન્દ્ર મોદીને દેશપ્રેમી અને કોંગ્રેસ તથા સપાના નેતાઓને પત્નીપ્રેમી કહેવામાં આવ્યા છે.
આ પોસ્ટર ઉત્તર પ્રદેશના વારાણસીમાં નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર સાથે સંકળાયેલા અને ભાજપના સાહિત્ય પ્રકાશન પ્રકોષ્ઠ (સાહિત્યિક પાંખ)ના કન્વેનર અશોક ચૌરસિયા દ્વારા છપાવવામાં આવ્યા છે.
વારાણસીમાં સિગ્રા વિસ્તારમાં આવેલા ભારત માતા મંદિર પરિસરમાં આ પોસ્ટર રજૂ કરતા ચૌરસિયાએ જણાવ્યું કે "આ લડાઇ દેશની સેવા માટે ઘર અને કુટંબ છોડી દેનારી દેશપ્રેમી વ્યક્તિ અને દેશને બદલે પત્નીઓને ચાહનારી વ્યક્તિઓ વચ્ચેની છે."

આ પોસ્ટરમાં કોંગ્રેસના નેતા સ્વ. જવાહરલાલ નહેરુ અને લોર્ડ માઉન્ટબેટનના પત્ની એડવિના તથા રાહુલ ગાંધીને એક ઉત્સાહી કાર્યકર દ્વારા ભેટવાના ફોટો દર્શાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત પોસ્ટરમાં દિગ્વિજય સિંહ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવ અને મોહમ્મદ આઝમ ખાનના બહુપત્ની પ્રેમને દર્શાવવામાં આવ્યો છે. તેમાં કોંગ્રેસના નેતા શશી થરૂરને તેમના સ્વર્ગસ્થ પત્ની સુનંદા પુષ્કર સાથે દર્શાવવામાં આવ્યા છે અને લખવામાં આવ્યું છે કે થરૂરને ત્રણ પત્નીઓ હતી અને ત્રણેયના મોત રહસ્યમય રીતે થયા છે.
આ મુદ્દે જ્યારે નરેન્દ્ર મોદીના લોકસભા ચૂંટણી 2014ના ઇન્ચાર્જ અશોક ધવનને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે અશોક ચૌરસિયા પાર્ટીના કાર્યકર છે પરંતુ તેમણે પોસ્ટર છપાવ્યા છે તે અંગેની માહિતી મારી પાસે નથી. હું આ બાબતની તપાસ કરીશ.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ અત્યાર સુધી સત્ય છુપાવી રાખ્યું તે અંગે કોંગ્રેસે ચૂંટણી પંચનો સંપર્ક સાધ્યો છે. નરેન્દ્ર મોદીએ વડોદરાથી ઉમેદવારીપત્ર ભર્યું તેમાં તેઓ પરિણિત હોવાનું જણાવ્યું હતું. આ અગાઉ વિધાનસભાની ચૂંટણી લડતા સમયે તેમણે જીવનસાથી અંગેનું ખાનુ ખાલી રાખ્યું હતું.
ભાજપનું કહેવું છે કે લગ્નના મુદ્દો નરેન્દ્ર મોદી ક્યારેય જુઠ્ઠું બોલ્યા નથી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
