ગૃહ મંત્રાલય પોતાની પાસે જ રાખશે મોદી, અડવાણીને પદ નહીં!
નવી દિલ્હી, 19 મે: નરેન્દ્ર મોદીની કેબિનેટને અંતિમ રૂપ આપવા માટે ભાજપના નેતાઓની આરએસએસ અને પોતાના સહયોગી દળોની સાથે બેઠકોનો સિલસિલો સતત ચાલુ છે. મહત્વપૂર્ણ વિભાગો પર નજર લગાવીને બેઠેલા તમામ નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી રહ્યા છે.
સોમવારે અરૂણ જેટલી, સુષમા સ્વરાજ અને અમિત શાહે મોદી અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી. યોગી આદિત્યનાથ, વરુણ ગાંધી, અરૂણ શૌરી અને ગોપીનાથ મુંડે પણ રાજનાથ સિંહને મળવા પહોંચ્યા. સૂત્રો અનુસાર રાજનાથ સિંહ તુરંત કેબિનેટમાં સામેલ થવાને સ્થાને હમણા થોડા સમય માટે અધ્યક્ષ પદ પર બની રહેશે. આરએસએસનો એક વર્ગ હજી પાર્ટી અધ્યક્ષના પદ પર કોઇ પરિવર્તન કરવા નથી માંગતો.

સુષમા સ્વરાજને માનવ સંસાધન વિકાસ મંત્રાલય આપવામાં આવી શકે છે અને તે ચાર મંત્રિયોમાં સામેલ રહેશે. અરૂણ જેટલીને વિદેશ મંત્રાલય આપવામાં આવી શકે છે. લોકસભા સ્પીકરનું પદ કરિયા મુંડાને સોંપાઇ શકે છે જ્યારે લાલકૃષ્ણ અડવાણીને ભાજપના માર્ગદર્શકની ભૂમિકા સોંપાઇ શકે છે.












Click it and Unblock the Notifications
