માતોશ્રીમાં ઠાકરે પરિવારને મળ્યા મોદી

રવિવારે 3ડી સભા હોવાના કારણે ઠાકરેની અંતિમ વિધિમાં નહીં જઇ શકનાર મોદીએ તેમને શ્રદ્ધાજંલિ પાઠવી હતી. માતોશ્રી ખાતે મોદીએ બે કલાક જેટલો સમય ઠાકરે પરિવાર સાથે વિતાવ્યો હતો. આ તકે તેમની સાથે ગોપીનાંથ મુંડે અને રાજપુરોહિત પણ ઉપસ્થિત હતા.
ઉપરાંત મોદી બાળ ઠાકરેના ભત્રીજા અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરેને મળ્યા હતા અને દિલાસો આપ્યો હતો. નોંધનીય છે કે લાંબી બિમારી બાદ બાળ ઠાકરેનું શનિવારે બપોરે 3.30 વાગ્યાની આસપાસ નિધન થયું હતું. તેમની અંતિમ ક્રિયા રવિવારે શિવાજી પાર્ક ખાતે કરવામાં આવી હતી. જેમાં નેતા અભિનેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
