• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાશ્મીર પૂર રાહત કાર્યામાં કેવી હતી નરેન્દ્ર મોદીની ભૂમિકા

|

નવી દિલ્હી, 20 સપ્ટેમ્બરઃ જમ્મૂ કાશ્મીરમાં આવેલા પૂરમાં જે રાહત કાર્ય ચલાવવામાં આવી રહ્યું હતું, તેન કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના હાથમાં રાખી હતી. યુદ્ધના ધોરણે રાહત કાર્ય ચલાવવામાં આવે, એ વાતને વડાપ્રધાન મોદીએ પોતે સુનિશ્ચિત કરી હતી. માત્ર એટલું જ નહીં, જમ્મૂ કાશ્મીર પૂરનું રાહત કાર્ય ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવેલી ત્રાસદાની સરખામણીએ ઘણું ઝડપી હતું.

રાત્રે બોલાવવામાં આવી વિશેષ બેઠક

કાશ્મીર પૂર સાથે જોડાયેલા રાહત કાર્યમાં મોદી સામેલ હોવા અંગે અને તેની સાથે જોડાયેલી અનેક જાણકારી કેબિનેટ સચિવ અજિત શેઠે ટીવી ટૂડેને આપેલા ઇન્ટરવ્યૂમાં આપી છે. તેમણે જણાવ્યું કે, જ્યાં એક તરફ કેબિનેટ સચિવ તરીકે તેમણે સેનાઓ સાથે તાલમેલ બેસાડ્યો તો બીજી તરફ મોદીએ સમગ્ર રાહત કાર્ય પર દિવસ અને રાત્રે પોતાની નજર રાખી હતી. કાશ્મીર ઘાટીમાં જ્યારે પાણી દાખલ થવાનું શરૂ થયું, એ જ સમયે મોદી સરકારે રાત્રે ક્રાઇસિસ મેનેજમેન્ટની એટ ટીમ સાથે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં તેમણે પૂરની ગંભીરતા અંગે માહિતી લીધી અને પછી તેમણે અજીત શેઠ અને તમામ અધિકારીઓને રાહત કાર્ય સાથે જોડાવાના નિર્દેશ જારી કર્યાં.

મોદીના આદેશ પર 65 એરક્રાફ્ટ પહોંચ્યા ઘાટી

સાત સપ્ટેમ્બરે જ્યારે ઘાટી અને શ્રીનગર પૂરના પાણીમાં ડૂબી ગયું ત્યારે દેશની ચિંતાઓ વધી ગઇ. સેના અને વાયુસેનાના 65 એરક્રાફ્ટ્સને ડેપ્લોય કરવામાં આવ્યા જેથી રાહત કાર્ય ઝડપથી શરૂ કરી શકાય. સેનાઓ તરફથી અત્યારસુધીમાં સૌથી મોટું દળ હતું જેને કોઇ રાહત કાર્યમાં લગાવવામાં આવ્યું હતું. આ બધું નરેન્દ્ર મોદીના એક આદેશથી સંભવ બન્યું હતું. અંદાજે 1300 ટન ખાવાનો સામાન સાથે 30 ડોક્ટર્સની એક ટીમને શ્રીનગર મોકલવામાં આવી. મોદીએ આખી રાત જાગીને રાહત કાર્ય પર પોતાની નજર રાખી હતી અને તેની સાથે જોડાયેલી માહિતી એકઠી કરી હતી.

ઓએનજીસીના તેલના કુવાઓમાંથી એરલિફ્ટ કરાવવામાં આવ્યા પંપ

સૌથી મોટો પડકાર શ્રીનગરમાંથી પાણી બહાર કાઢવાનું હતું. શ્રીનગરમાં મોટા પંપ નહીં હોવાના કારણે એ નિર્ણય લેવામાં આવ્યો કે ઓએનજીસીના તેલના કુવાઓમાં લાગેલા પંપો સાથે જ કોલસાની ખાણોમાં લાગેલા પંપોને એરલિફ્ટ કરી ત્યાં પહોંચાડવામાં આવ્યા. આ સાથે મોદીએ પણ અધિકારીઓને કડક આદેશ આપ્યો કે તમામ બેંક અને વીમા કંપનીઓ ઝડપથી પૂર પીડિતોને તેમના અને તેમના પરિવારના ક્લેમની રકમ અદા કરી દે. મોદીએ અધિકારીઓને સુનિશ્ચિત કર્યા છેકે કોઇપણ પ્રકારના ફંડની કોઇ અછત ન રહે અને વધુ 1 હજાર કરોડ રૂપિયા રાહત કાર્ય માટે આપવામાં આવે. અહીં તસવીરોમાં કાશ્મીરના પૂરગ્રસ્ત વિસ્તારને દર્શાવવામાં આવ્યો છે.

દૂકાનોમાં કાદવ

દૂકાનોમાં કાદવ

શ્રીનગરમાં પોતાની દૂકાનમાંથી કાદવ સાફ કરતો દૂકાનદાર. શુક્રવારે ઘાટીમાં જીવન ધીરે ધીરે પાટા પર ફરત ફરી રહ્યું હોવાનું દ્રશ્યમાન થાય છે.

પૂરના કારણે કરોડોનું નુક્સાન

પૂરના કારણે કરોડોનું નુક્સાન

પૂરના કારણે શ્રીનગરમાં વ્યાપારીઓને ઘણું નુક્સાન ઉઠાવું પડી રહ્યું છે. કોઇપણ રીતે તેઓ ફરીથી પોતાનું કામ શરૂ કરવા મથામણ કરી રહ્યાં છે.

આઘાતમાં લોકો

આઘાતમાં લોકો

માનવામાં આવી રહ્યું છેકે એકલા શ્રીનગરમાં વ્યાપારીઓને પૂરના કારણે અંદાજે 350 કરોડ રૂપિયાનું નુક્સાન પહોંચ્યું છે.

યાસીન મલિક પણ હાજર

યાસીન મલિક પણ હાજર

શુક્રવારે શ્રીનગરના બાદશાહ બ્રિજમાં એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રાર્થના સભામાં પૂરમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી. જેમાં યાસીન મલિક પણ હાજર રહ્યાં હતા.

શ્રીનગરના ગુરુદ્વારામાં સેવા

શ્રીનગરના ગુરુદ્વારામાં સેવા

શ્રીનગરના સંત નગર સ્થિત એક ગુરુદ્વારામાં વિશેષ લંગર આયોજિત કરવામાં આવ્યું. આ લંગરમાં પૂરમાં ફસાયેલા લોકોને ભોજન કરાવવામા આવ્યું.

ડોક્ટર્સની ટીમ હાજર

ડોક્ટર્સની ટીમ હાજર

ઘાટીમાં હાલના સમયે ડોક્ટર્સની ટીમ હાજર છે. આ ટીમ તરફથી પૂર પીડિતોને વિશેષ મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

શ્રીનગરમાં લાગેલા પંપ

શ્રીનગરમાં લાગેલા પંપ

શ્રીનગરના અનેક હિસ્સાઓમાં હજુ પણ પાણી ભરાયેલું છે. જ્યાં મોટા મોટા પંપ લગાવીને પાણી બહાર કાઢવાનું કામ હજું પણ ચાલી રહ્યું છે.

English summary
Prime Minister Narendra Modi monitored the Jammu Kashmir flood relief operation Ajit Seth discloses it in an interview.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more