ભારતના મુસ્લિમો પણ ઇચ્છે છે વિકાસ એટલે મોદીને આપશે મત!

Google Oneindia Gujarati News

સત્તા ધર્મનો સંબંધ સદીઓથી ચાલી રહ્યો છે. ભારત જેવા દેશમાં તો ધર્મ વધુ પ્રભાવકારક છે. ભારતને ધર્મનિર્પેક્ષ દેશના રૂપમાં સંબોધિત કરવામાં આવે છે તો તેનું કારણ એ છે કે તેનો કોઇ નિયત ધર્મ નથી. ભારત ધર્મનિર્પેક્ષ દેશ તો છે, પરંતુ આજે પણ આપણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે એ નથી કહી શકતા કે અહી ધાર્મિક એકતા છે. જો સર્વધર્મ હિતાયની ભાવના હોત તો રાજકારણમાં મત બેન્ક માટે ધર્મનો ઉપયોગ કરવામાં ન આવત, એ વાત તો નક્કી છે કે સત્તા ક્યારેક ધર્મ વિહિન નથી રહી શકતી.

હાલ ચૂંટણીને માહોલને લઇને રાજકીય દળો પોતાના મત બેન્કને વધારવા માટે મુસ્લિમ સમુદાયોને લુભાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પછી તે કોંગ્રેસ હોય, ભાજપ હયો, સપા હોય કે પછી અન્ય કોઇ દળ, બધા જ મત બેન્કના રાજકારણમાં લાગેલા છે, કારણકે રાજનેતાઓ તરફથી મુસ્લિમ સમુદાયના મત બેન્કનો ઉપયોગ કરવો એ જૂની પરંપરા છે. બધા જ અપનાવી રહ્યા છે તૃષ્ટિકરણનો સિદ્ધાંત જેથી તેઓ લઘુમતિ સમુદાયને પોતાના મોહક વચનોથી સંતૃષ્ટ કરી તેમના હાંસલ કરી શકે.

તેવામાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જે પોતાની હિન્દુત્વવાદી છબી માટે પ્રચલીત છે, તેમણે મુસ્લિમ મતોને પ્રભાવિત કરવા માટે પોતાના તરફથી કોઇ વિશેષ પ્રયાસ કર્યા નથી, કારણ કે તેમને આશા છે કે આજે પ્રબુદ્ધશીલ મુસ્લિમ વર્ગ સાંપ્રદાયિકતા અને ધાર્મિક સંકીર્ણના વિચારોથી ઉપર ઉઠીને વિકાસ, રોજગાર, શિક્ષા જેવા મુદ્દાઓ અંગે વિચારે છે. કદાચ તેઓ પણ સમજી ગયા છે કે રૂઢિવાદી સાંપ્રદાયિક વિચારસરણી વિકાસના માર્ગમાં અવરોધ બની શકે છે, એ કહેવું ખોટુ નથી કે જે મુસ્લિમ સમુદાયને આપણે રાજકારણની દ્રષ્ટિએ જોઇએ છીએ, ખરા અર્થમાં તેનો ચહેરો તેનાથી ભિન્ન છે. મોદીની રેલીઓ અને તેમને નિવેદનોને જોઇને લાગે છે કે તેમના મનમાં એ વાત ચાલી રહી છે કે ખરેખર આજે દેશમાં મુસ્લિમ પણ વિકાસ ઇચ્છે છે, તેથી તે ભાજપ અને મોદીનું સમર્થન કરશે. માત્ર ધર્મના નામ પર ભાજપ સાથે અનદેખી નહીં કરે.

તેવામા મોદી જેમનો એજેન્ડા વિકાસવાદ છે તે ઉંડાણપુર્વક મુસ્લિમ સમુદાયને પ્રભાવિત કરી શકે છે. આ દિશામાં મોદી સામે કેટલાક પડકારો જરૂર આવશે, જેને પાર કરીને એક હિન્દુત્વવાદી ઢબીના આવરણમાંથી નીકળી મુસ્લિમો વચ્ચે પોતાનું સ્થાન બનાવી શકે છે. તો ચાલો તસવીરો થકી આ અંગે વધુ જાણીએ.

સુરક્ષાની દૃષ્ટિએ સંતુષ્ટ કરવા પડશે

સુરક્ષાની દૃષ્ટિએ સંતુષ્ટ કરવા પડશે

મોદીએ મુસ્લિમ સમુદાયને પોતાની સુરક્ષા માટે પૂર્ણ રીતે આશ્વસ્ત કરવા પડશે કારણ કે આજે આ સમુદાય બાબરી મસ્જિદ, ગોધરા કાંડ અને 26/11 જેવા સાંપ્રદાયિક હિંસાથી પોતાની સુરક્ષા માટે વિશેષ રીતે ચિંતિત છે. તેવામાં મોદીએ તેમને આ સુરક્ષાની દૃષ્ટિએ સંતુષ્ટ કરવા પડશે.

પોતિકાપણાનો અનુભવ

પોતિકાપણાનો અનુભવ

મોદીએ આ સમુદાયોને પોતાનાપણાનો અનુભવ કરાવવો પડશે, જેથી તેમના મનમાં ભારત માટે એક હિન્દુ દેશની છબી ન બને પંરુત તેમને આ દેશ તેમનો પણ લાગે.

લઘુમતિઓને બહુમતિઓ સમાન દરજ્જો

લઘુમતિઓને બહુમતિઓ સમાન દરજ્જો

મોદીએ પ્રયાસ કરવા જોઇએ કે દેશના મુસ્લિમ લઘુમતિઓને બહુમતિઓ સમાન દરજ્જો મળે.

વિકાસ અને રોજગાર

વિકાસ અને રોજગાર

મોદીએ આ સમુદાયના વિકાસ અને રોજગાર જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પ્રતિબદ્ધ થવું પડશે.

શિક્ષાનું સ્તર વધારો

શિક્ષાનું સ્તર વધારો

મોદીએ એવા ઉપાય કરવા પડશે કે મુસ્લિમ સમુદાયોમાં પણ શિક્ષાનું સ્તર વધારી શકે, જેથી વધુમાં વધુ મુસ્લિમ શિક્ષા પ્રત્યે જાગરૂક થાય.

સમાનતાનો અનુભવ

સમાનતાનો અનુભવ

માત્ર ધાર્મિક સ્તર પર જ નહીં પરંતુ રાજકીય અને સામાજિક સ્તર પર પણ મુસ્લિમ સમુદાયને ઉન્મુક્તા અને સમાનતાનો અનુભવ કરાવવો પડશે, કારણ કે સંવિધાન અનુસાર ભારતના પ્રત્યેક નાગરીકને સમાનતાનો અધિકાર છે, પરંતુ વ્યવહારિક સ્તર પર આજે પણ અસમાનતા જોવા મળી રહી છે.

ભયમુક્ત વાતાવરણનું નિર્માણ

ભયમુક્ત વાતાવરણનું નિર્માણ

મોદીને સંભવ પ્રયાસ કરવા પડશે કે ભારતમાં એક ભયમુક્ત વાતાવરણનું નિર્માણ થાય જેથી, કોઇ ધર્મ હિંસાનું કારણ ના બને.

સાંપ્રયાદિક માનસિકતાને બદલવાનો પ્રયાસ

સાંપ્રયાદિક માનસિકતાને બદલવાનો પ્રયાસ

મોદીએ જનતાની સંકીર્ણ અને સાંપર્દાયિક માનસિકતાને બદલવાનો નૈતિક પ્રયાસ કરવો પડશે અને તેમણે લોકોને આ બધામાંથી બહાર લાવી વિકાસવાદી વિચાર અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા પડશે.

English summary
We want people to unite, if that happens, India will be much more prosperous and more secure for Muslims,” said BJP Prime Ministerial candidate Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X