For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી વિધાનસભા ચૂંટણી: આજે નીતિશ અને મોદી આમને-સામને

|
Google Oneindia Gujarati News

modi and nitish
નવી દિલ્હી, 30 નવેમ્બર: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આમને સામને રહેશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીને પગલે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે નરેન્દ્ર મોદી ભાજપ ઉમેદવારો માટે દિલ્હીમાં ત્રણ રેલીઓને સંબોધીત કરશે, જ્યારે નીતિશ કુમાર જેડીયૂના ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાઓને સંબોધીત કરશે. દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિત ગૂગલ હેંગઆઉટ દ્વારા લોકો સાથે જોડાશે.

મોદીની પહેલી રેલી 30 નવેમ્બરના રોજ સવારે 11.00 વાગ્યે પૂર્વ દિલ્હીના શાહદરામાં થશે. બીજી રેલી પશ્ચિમી દિલ્હીના સુલ્તાનપુરીમાં અને ત્રીજી રેલી ચાંદની ચોકમાં થશે. મોદીની એક ડિમેમ્બરના રોજ એક માત્ર રેલી દક્ષિણી દિલ્હીના આંબેડકરનગરમાં થશે.

આ પહેલા મોદી નવી દિલ્હી વિધાનસભા વિસ્તારમાં પણ એક રેલીને સંબોધિત કરવા ઇચ્છતા હતા, પરંતુ આના માટે યોગ્ય સ્થાન નહીં મળતા અત્રે રેલી કરવાનો ઇરાદો બદલી લેવામાં આવ્યો. પાર્ટીના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે મુખ્યમંત્રી શીલા દીક્ષિત મોદીથી ભયભીત છે, માટે પ્રશાસને રેલી સ્થળ ઉપલબ્ધ કરાવવા સહયોગ કર્યો નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી ભાજપ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર છે અને તેઓ દેશમાં સૌથી લોકપ્રીય નેતા પણ છે. તેમણે ગઇકાલે રાજસ્થાનમાં પણ છેલ્લા દિવસે પોખરણમાં રેલીને સંબોધી હતી અને આજે તેઓ દિલ્હીમાં ત્રણ રેલીને સંબોધવા જઇ રહ્યા છે.

English summary
Delhi assembly election 2013: Narendra Modi and Nitish in delhi for rally today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X