For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીના ‘એક દેશ, એક ચૂંટણી' પર આવ્યુ માયાવતીનું મોટુ નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા માટે બધા રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. જો કે આ સર્વપક્ષીય બેઠકમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતી શામેલ નહિ થાય.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી એક દેશ, એક ચૂંટણી પર ચર્ચા માટે બધા રાજકીય પક્ષોની બેઠક બોલાવવામાં આવી છે. જો કે આ સર્વપક્ષીય બેઠકમાં બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતી શામેલ નહિ થાય. બસપા સુપ્રીમોએ બુધવારે ટ્વીટ કરીને કહ્યુ કે જો આ સર્વપક્ષીય બેઠક ઈવીએમ (ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન) પર બોલાવવામાં આવી હોત તો તે આ બેઠકમાં જરૂર શામેલ થાત. એટલુ જ નહિ માયાવતીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી બોલાવવામાં આવેલી બેઠક પર નિશાન સાધતા કહ્યુ કે આ રાષ્ટ્રીય સમસ્યાઓ તરફથી ધ્યાન હટાવવાની કોશિશ અને છળ માત્ર છે.

આ પણ વાંચોઃ પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેનાઆ પણ વાંચોઃ પૂતળાને પહેરાવાતા ઈનરવેરથી ફેલાય છે અશ્લીલતા, તેના પર રોક લગાવોઃ શિવસેના

‘એક દેશ, એક ચૂંટણી'ને માયાવતીએ ગણાવ્યુ છળકપટ

‘એક દેશ, એક ચૂંટણી'ને માયાવતીએ ગણાવ્યુ છળકપટ

પીએમ મોદી તરફથી બોલાવવામાં આવેલી બેઠક વિશે બસપા અધ્યક્ષ માયાવતીએ બુધવારે પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કર્યુ. આ ટ્વીટમાં તેમણે લખ્યુ, ‘કોઈ પણ લોકતાંત્રિક દેશમાં ચૂંટણી ક્યારેય કોઈ સમસ્યા ન હોઈ શકે અને ના ચૂંટણીને ક્યારેય ધનના વ્યય-અપવ્યય સાથે તોલવી યોગ્ય છે. દેશમાં ‘એક દેશ, એક ચૂંટણી'ની વાત વાસ્તવમાં ગરીબી, મોંઘવારી, બેરોજગારી, વધતી હિંસા જેવી સળગતી રાષ્ટ્રીય સમસ્યાઓમાંથી ધ્યાન હટાવવાનો પ્રયાસ અને છળ માત્ર છે.'

‘ઈવીએમ પર બેઠક બોલાવી હોત તો હું જરૂર શામેલ થાત'

બસપા અધ્યક્ષ માયાવતીએ વધુ એક ટ્વીટમાં લખ્યુ, ‘બેલેટ પેપરના બદલે ઈવીએમના માધ્યમથી ચૂંટણીની સરકારી જીદથી દેશના લોકતંત્ર તેમજ બંધારણને અસલી ખતરાનો સામનો છે. ઈવીએમ પ્રત્યે જનતાનો વિશ્વાસ ચિંતાજનક સ્તરે ઘટી ગયો છે. એવામાં આ ઘાતક સમસ્યા પર વિચાર કરવા માટે આજની બેઠક બોલાવવામાં આવી હોત તો હું જરૂર તેમાં શામેલ થાત.'

પીએમ મોદીની બેઠકમાં માયાવતી, મમતા અને કેજરીવાલ નહિ થાય શામેલ

પીએમ મોદીની બેઠકમાં માયાવતી, મમતા અને કેજરીવાલ નહિ થાય શામેલ

તમને જણાવી દઈએ કે એક દેશ, એક ચૂંટણીના મુદ્દે ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. જો કે બસપા અધ્યક્ષ માયાવતી, ટીએમસી પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ બેઠકમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ આ બેઠકમાં શામેલ નહિ થાય તેમની જગ્યાએ રાઘવ ચઢ્ઢા આ બેઠકમાં શામેલ થઈ શકે છે. વળી, સૂત્રો મુજબ કોંગ્રેસ પણ પીએમ મોદીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં શામેલ નહિ થવા પર વિચાર કરી રહી છે.

English summary
Narendra Modi one nation one election meet Mayawati reacts Would have attended if it was on EVMs.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X