For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાંચ રાજ્યોમાં ભાજપની હાર પર શું બોલ્યા મોદી?

પાંચ રાજ્યોમાં ભાજપની હાર પર શું બોલ્યા મોદી?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મળેલ હાર પર કહ્યું કે આને લઈ પાર્ટીમાં નિરાશા છે અને લોકો અમારી તરફ જ ઉમ્મીદ લગાવીને બેઠા છે. મોદીએ કહ્યું કે તેલંગાણા અને મિઝોરમમાં ભાજપને જીતવાની કોઈ ઉમ્મીદ નહોતી, તેનો દાવો પણ કોઈએ નહોતો કર્યો. છત્તીસગઢમાં અમારી હાર થઈ છે પરંતુ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભા રહી.

ચૂંટણીની હાર પર બોલ્યા મોદી

ચૂંટણીની હાર પર બોલ્યા મોદી

મોદીએ કહ્યું કે આ રાજ્યોમાં 15 વર્ષની એન્ટી ઈંકમ્બેંસીથી પણ ભાજપ સંઘર્ષ કરી રહ્યું હતું, જેની અસર થઈ. જો કે કમી ક્યાં આવી તેના અમે વાત કરીશું. મોદીએ કહ્યું કે આ ચૂંટણીના પરિણામો બાદ હરિયાણામાં થયેલ પંચાયતી ચૂંટણીમાં અણને જબરદસ્ત જીત મળી છે. જમ્મૂ-કાશ્મીરમાં 74 પોલિંગ થઈ અને ભાજપ તથા તેની સાથે જોડાયેલ લોકોની જીત થઈ, ત્રિપુરામાં પંચાયતી ચૂંટણીમાં અમને જીત હાંસલ થઈ છે.

બે લોકો જ ચલાવે છે ભાજપ?

બે લોકો જ ચલાવે છે ભાજપ?

પાર્ટીમાં માત્ર બે લોકોનું ચાલતું હોવા પર મોદીએ કહ્યું કે ભાજપ એક લોકતાંત્રિક દળ છે, અહીં બૂથ પર કાર્યકર્તાઓ લાગ્યા હોય છે. કોઈ એક કે બે લોકો નહિ, સામાન્ય કાર્યકર્તા પાર્ટીને ચલાવી રહ્યા છે. ચૂંટણીમાં હારની જવાબદારી પર તેમણે કહ્યું કે જીત અને હાર જ એક માપદંડ નથી હોતો. મોદીએ એએનઆઈને આપેલ ઈન્ટર્વ્યૂમાં આ વાત કહી છે.

ગઠબંધન પર બોલ્યા મોદી

ગઠબંધન પર બોલ્યા મોદી

મોદીએ ઈન્ટર્વ્યૂમાં કેટલાય મુખ્ય મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય આપ્યું. પીએમ મોદીને સવાલ કરવામાં આવ્યો કે 2019માં જો વિપક્ષ એક થઈને ચૂંટણી લડે છે તો તેની અસર શું થશે. જેના પર મોદીએ કહ્યું કે ગઠબંધનની સામે જનતા ચૂંટણી લડશે. મોદીએ કહ્યું કે, 2019ની ચૂંટણી મોદી બનામ આ કે મોદી બનામ તે નહિ હોય, આ ગઠબંધન બનામ જનતા હશે.

નોટબંધી ફટકો નહિ, જરૂરત હતી, એક વર્ષ સુધી લોકોને ચેતવ્યાઃ મોદીનોટબંધી ફટકો નહિ, જરૂરત હતી, એક વર્ષ સુધી લોકોને ચેતવ્યાઃ મોદી

English summary
Narendra modi over bjp loss in five states assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X