For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મા-દીકરાને કોર્ટ સુધી લઈ ગયો, હવે જોઉ છુ કેવી રીતે બચીને નીકળે છેઃ મોદી

રાજસ્થાનના સુમેરપુરમાં બુધવારે ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનના સુમેરપુરમાં બુધવારે ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા. નેશનલ હેરાલ્ડ મામલાને ઉઠાવતા મોદીએ કહ્યુ કે હું જોઉ છુ કે રાહુલ અને સોનિયા ગાંધી આનાથી કેવી રીતે બચે છે. ભાજપ ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કોંગ્રેસે જે કામ નથી કર્યુ તેનો જવાબ મોદી પાસે માંગી રહી છે. પહેલા ચાર પેઢીનો જવાબ આપો પછી 4 વર્ષનો જવાબ માંગો.

આ પણ વાંચોઃ બુલંદશહર હિંસાઃ ઈન્સ્પેક્ટર સુબોધનો અંગૂઠો કાપીને લટકેલો હતો, શરીર પર હતા 18 ઘાઆ પણ વાંચોઃ બુલંદશહર હિંસાઃ ઈન્સ્પેક્ટર સુબોધનો અંગૂઠો કાપીને લટકેલો હતો, શરીર પર હતા 18 ઘા

જોઉ છુ એ કેવી રીતે બચે છે

જોઉ છુ એ કેવી રીતે બચે છે

કોંગ્રેસ પાર્ટી રાજસ્થાનમાં ચૂંટણી તો હારી ચૂકી છે, હવે એ લોકો એ ફિરાકમાં લાગેલા છે કે આ હારનું ઠીકરુ નામદારના માથા પર ના ફૂટે. મોદીએ અહીં કહ્યુ કે છેલ્લા 70 વર્ષોમાં કોંગ્રેસ ખરાબ રીતે સમાજમાં ભાગલા પાડ્યા અને દેશને લૂંટવાનું કામ કર્યુ છે. પીએમે કહ્યુ કે ગાંધી પરિવાર ચાર પેઢીઓથી મલાઈ ખાધી છે. તેમણે કહ્યુ કે કરોડોની હેરાફેરીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન પર છે. ગઈ સરકારે આ ફાઈલ બંધ કરી દીધી હતી પરંતુ હું જોઉ છુ કે બંને કેવી રીતે બચે છે.

નામદાર જામીન પર છે

નામદાર જામીન પર છે

મોદીએ કહ્યુ, ‘સુપ્રીમ કોર્ટે નામદારોના કાળા કારનામાના ચિઠ્ઠા ખોલવાનો અધિકાર સરકારને આપી દીધો છે. જોઈએ છીએ આ લૂંટ મચાવનારા કેટલા બચીને નીકળે છે. દેશે એ ક્યારેય નહોતુ વિચાર્યુ કે જે નામદારોએ ચાર ચાર પેઢીઓથી દેશ પર રાજ કર્યુ છે તેમને એક ચાવાળો અદાલતના દરવાજે લઈ જશે અને આજે તે નામદાર કરોડો રૂપિયાની હેરાફેરીમાં જામીન પર ફરી રહ્યા છે.'

હું મોઢામાં સોનાની ચમચી લઈને પેદા નથી થયો

હું મોઢામાં સોનાની ચમચી લઈને પેદા નથી થયો

પીએમે કહ્યુ, ‘યુપીએના સમયમાં દેશમાં વીવીઆઈપી હેલિકોપ્ટરનો ગોટાળો થયો. અમે સરકારમાં આવ્યા બાદ એ ગોટાળાની તપાસમાં નીકળ્યા અને તેમાં એક રાઝદાર અમારા હાથ લાગી ગયો. આજે સમાચારોમાં વાંચ્યુ હશે ભારત સરકાર એ રાઝદારને દુબઈથી લઈ આવી છે. હવે રાઝદાર રાઝ ખોલશે તો ખબર નહિ વાત કેટલી દૂર સુધી જશે.' નરેન્દ્ર મોદીએ અહીં કહ્યુ કે કોંગ્રેસની સરકારે મલાઈ ખાધી પરંતુ તે સેવા કરી રહ્યા છે. મોદીએ કહ્યુ કે હું કોઈ સોનાની ચમચી લઈને પેદા નથી થયો, જે નામદાર છે તે ગરીબની પીડા નથી સમજતા પરંતુ હું સમજુ છુ. કોંગ્રેસના સમયમાં સતત ગોટાળા થયા પરંતુ અમારા સમયમાં કોઈ ઘપલા નથી થયા.

આ પણ વાંચોઃ માલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, 'કૃપા કરી પોતાના પૈસા લઈ લો'આ પણ વાંચોઃ માલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, 'કૃપા કરી પોતાના પૈસા લઈ લો'

English summary
narendra modi rally in sumerpur pali rajasthan assembly elections
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X