ઉત્તર પ્રદેશમાં વરસ્યા મોદી, રેલીના મુખ્ય મુદ્દાઓ તસવીરોમાં
નવી દિલ્હી, 8 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રદાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશના બહરાઇચમાં એક જનસભાને સંબોધીત કરી હતી. મોદીએ રેલીમાં સપા, બસપા અને કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. રાજનાથ સિંહ અને કલ્યાણ સિંહે પણ રાજ્ય સરકાર પર નિશાન તાકી કેન્દ્રમાં ભાજપનું શાસન લાવવા વિનંતી કરી હતી. નરેન્દ્ર મોદીએ સખત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે આ રેલીને સંબોધી. આ સભામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, કલ્યાણસિંહ, ઉત્તર પ્રદેશના પાર્ટી પ્રભારી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.
નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં ઉત્તર પ્રદેશની સપા સરકાર ઉપરાંત બસપા અને કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર પણ પ્રહારો કર્યા. મોદીએ પોતાના ભાષણમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના અને મધ્યપ્રદેશમાં ઉમદા કામ કરવા બદલ શિવરાજ સિંહ ચૌહાણના પણ વખાણ કર્યા. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી રહી છે અને અમને ગાળો આપી રહી છે.
નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે....

બહરાઇચ મારા માટે તપોભૂમિ છે
બ્રહ્માજીની આ તપોભૂમિને મારું નમન છે. જ્યારે ભાજપના સંગઠન મહાસચિવ માટે કાર્ય કરી રહ્યો હતો. ત્યારે દરેક વિધાનસભા વિસ્તારની મુલાકાત કરી રહ્યો હતો. અને મારો છેલ્લો કાર્યક્રમ બહેરાઇચમાં હતો અને મને માહિતી મળી કે મારે દિલ્હી જવાનું છે. ત્યા મને માહિતી મળી કે મારે ગુજરાત જવાનું છે અને મુખ્યમંત્રીનું દાયિત્વ નિભાવવાનું છે. માટે મારા માટે આ સ્થાનનું અત્યંત મહત્વ છે.

અમારો આટલો વિરોધ કેમ થઇ રહ્યો છે?
ભાઇઓ બહેનો મોસમ બદલાઇ રહ્યો છે. ખૂબ જ ઝડપથી બદલાઇ રહ્યો છે. જે લોકો સત્તાના નશામાં ડૂબેલા છે. જેમના માટે સત્તા એક મોજનું સાધન બની ગયું છે. જેમણે તેનો ઉપયોગ આરામ માટે કર્યો છે આવા બધા લોકોને ભારે સંકટનો અહેસાસ થઇ ગયો છે. અમારો આટલો વિરોધ કેમ થઇ રહ્યો છે એટલા માટે કે તેમની સત્તા જવાની છે, આવનારી ચૂંટણીમાં તેમની હાર થવાની છે. એટલું જ નહીં પરંતુ દેશને બરબાદ કરનાર લોકોની શું હાલત થશે તેનાથી તેઓ ભયભીત છે. વોટબેંકની રાજનીતિ માટે જે પ્રકારનું નિવેદનબાજી કરવામાં આવી રહી છે. હું ઉત્તર પ્રદેશમાં બેઠેલા સત્તાધારીઓને પૂછવા માંગુ છું કે શા માટે તેમણે અમારા બે નેતાઓને જેલ પાછળ ધકેલી દીધા. જ્યારે તેઓને કાનૂની રીતે મૂક્તિ મળી તો અન્ય રીતે પરેશાન કરવામાં આવતા હતા. જે લોકો દોષીઓને અંદર કરવાની તાકાત નથી ધરાવતા તે લોકો નિર્દોષ લોકોને અંદર કરી દે છે.

મને હરાવવા IM અને CBIનો ઉપયોગ થઇ રહ્યો છે
જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે એ મૂજબ, જે લોકોએ મોદીને ગુજરાતમાં ના રોકી શક્યા, ત્રીજી વાર હારનો સામનો કર્યો તેમણે અન્ય હતકંડા અપનાવ્યા છે. ઇન્ડિયન મુઝાહિદ્દીનને છૂટો દોર આપી દીધો છે, સીબીઆઇને કામે લગાવી દીધી. અમે બીજી માટીની પેદાવર છીએ. અમે બોમ્બ-બંદૂકની રાજનીતિથી ડરતા નથી. આતંકવાદીઓ સામે ઝૂકવાના નથી અમે આતંકવાદીઓને સમાપ્ત કરીને રહીશું. અરે હિમ્મત હોય તો સામે આવીને લડો, પાછળથી શું વાર કરો છો.

ઇન્ડિયન મુઝાહિદ્દીન ચૂંટણી લડશે
આવતા વર્ષે સપા, બસપા અને કોંગ્રેસની તિકડી ચૂંટણીમાં નહીં આવે, પરંતુ સીબીઆઇ, ઇન્ડિયન મુઝાહિદ્દીન ચૂંટણી લડશે કોંગ્રેસને બચાવવા. મિત્રો અહીં છઠ્ઠ પૂજાનું આગવું મહત્વ છે. પરંતુ આતંકવાદી હુમલો થયો. ઘણા લોકો મોતને ઘાટ ઉતર્યા. ગઇ 15 ઓગસ્ટના રોજ મોદીનું ભાષણ લાઇવ બતાવતા મીડિયાને ફટકાર મળી છે, કે તેઓ મોદીનું ભાષણ લાઇવ ના બતાવે. હમણા 27 ઓક્ટોબરે મીડિયાવાળાઓ ભૂલ એ કરી કે તેમણે રાહુલ બાબાની સ્થાને મોદીનું ભાષણ લાઇ બતાવ્યું એટલે તેમણે આ પ્રકારનું પગલું ભર્યું. અરે લાઇવ બતાવે કે ના બતાવે અમે દેશની જનતાના દિલમાં જગ્યા બનાવી દીધી છે.

કોંગ્રેસને વોટબેંકની રાજનીતિ કરવામાં રસ છે
મિત્રો તેમની ઇચ્છા વગર સરકાર ચાલતી નથી, તેમણે તમારા માટે કંઇ કર્યું નથી. હવે તેમનો જવાનો સમય પાકી ગયો છે મિત્રો. જો તેમણે માત્ર ઉત્તર પ્રદેશનો વિકાસ કર્યો હોત તો દેશનો વિકાસ આપોઆપ થઇ જતો. પરંતુ તેમને કોઇ પણ કામમા રસ નથી પરંતુ તેમને વોટબેંકની રાજનીતિ કરવામાં રસ છે.

ગુજરાતના દરેક ખૂણે 24 કલાક વીજળી
જ્યારે ગુજરાતની વાત આવે છે ત્યારે તે કહે છે કે ગુજરાત તો પહેલાથી ડેવલપ હતું. મિત્રો જ્યારે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે 24 કલાક વીજળી ન્હોતી મળતી, અધિકારીઓને પૂછ્યું તો તેમણે કહ્યું કે વીજળી પૂરતા પ્રમાણમાં નથી. મેં ફાઇલ પર લખી દીધું કે ગાંધીનગરમાં 24 કલાક વીજળી મળી શકે તો ગુજરાતના ગામડાઓમાં કેમ ના મળી શકે. અત્યારે ગુજરાતના દરેક ખૂણે 24 કલાક વીજળી આવે છે. મિત્રો ઉત્તર પ્રદેશમાં વીજળી નથી. વીજળી આવે તો અહીં સમાચાર બને છે. બીજા ખાં સાહેબ છે તેમના વિસ્તારમાં વીજળી જાય છે પરંતુ લોકોના ઘરે વીજળી નથી મળતી.

અખિલેશ યાદવે મને પત્ર લખ્યો..
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી નવજુવાન છે તેમણે મને પત્ર મોકલ્યો, અમારે સિંહ જોઇએ છે. તેમને એમ કે મોદી સિંહની જેમ દહાળે છે તો આપણે સિંહને પાળીને તેમની જેમ બોલી શકશે. તેમણે સિંહ માંગ્યા અમે આપ્યા પણ છે પરંતુ તેઓ અમારી પાસે ગીરની ગાય માંગતા, અમૂલ જેવું નેટવર્કિંગ માંગતા, વીજળી માંગતા તો અમે આપતા.

મમતા દીદી બંગાળ માટે લડી રહી છે
સપા અને બસપાએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ટકાવી રાખી છે. તેઓ સરકારને બચાવે છે પરંતુ પોતાના રાજ્ય માટે કોઇ સપોર્ટ માગતા નથી. જ્યારે બંગાળની મમતા દીદી બંગાળના લોકો માટે દિલ્હીમાં જઇને લડે છે. સપા બસપાના નેતાઓ માત્ર સીબીઆઇનો સપોર્ટ માગે છે. મિત્રો આ લોકોને માત્ર પોતાની ખુરશીની ચિંતા છે. આ બધાનું ગોત્ર, ચરિત્ર, ડિએને એક છે.

શિવરાજ સિંહના કામ માટે કર્યા વખાણ
આજે હું છાતી ઠોકીને કહું છું કે અમારા શિવરાજસિંહે મધ્યપ્રદેશના ખેડૂતોને પાણીપૂરવઠો પૂરો પાડ્યો. લોકોને રસ્તાઓ આપ્યા. બિમારુ રાજ્યને બીમારીમાંથી બહાર લાવી દીધું. શું એવી જ રીતે ઉત્તર પ્રદેશમાં ના થઇ શકે. ઉત્તર પ્રદેશના યુવાનોમાં ખૂબ જ સામર્થ્ય છે. ઉત્તર પ્રદેશનો એક પણ જિલ્લો એવો નથી જ્યાનો યુવાન ગુજરાતમાં ના રહેતો હોય. તેનામાં સામાર્થ્ય છે કે માટીમાં પણ સોનું પેદા કરી જાણવું.

ગુજરાતમાં વિદ્યાસહાયકોની ભરતી
ભાઇઓ બહેનો ઇન્ટર્વ્યૂ શા માટે કરવામાં આવે છે. અમે ગુજરાતમાં એક પ્રયોગ કર્યો. વિદ્યાસહાયકોની ભરતી માટે પરિક્ષા લીધી અને જેનો હાઇસ્કોર હતો તેવા સો લોકોને સીધા ઓર્ડર આપી દીધા.

યુપી સરકાર ખેડૂતોને અન્યાય કરે છે
મિત્રો ઉત્તર પ્રદેશના શેરડી પેદા કરનાર ખેડૂતોને અન્યાય થઇ રહ્યો છે, અહીં 15 સુગર મીલો છે પરંતુ દિવાળી ગયા છતા હજું તે ચાલુ નથી થઇ. અમે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને અમારા ખેડૂતો હવે પહેલા કરતા વધારે શેરડી પેદા કરે છે અને તેમાંથી સુગર પણ વધારે નીકળે છે. આવી સ્થિતિ ઉત્તર પ્રદેશમાં પણ પેદા થઇ શકે છે.

દેશના વિકાસની ડોર યુપીના હાથમાં છે
મિત્રો ઉત્તર પ્રદેશમાં સામર્થ્ય છે કે તે દેશનું નેતૃત્વ કરી શકે. દેશના વિકાસની ડોર કોના હાથમાં આપવી એ ઉત્તર પ્રદેશ જ નક્કી કરી શકે છે. આજે હું અહીં તમને વિનંતી કરવા આવ્યો છું કે દેશને તબાહ કરી રહેલા લોકોને સત્તામાંથી ખદેડી દો.