• search

ભાજપ માટે મોદીના મુદ્દે 'ઘર ફૂટે ઘર જાય'ની સ્થિતિ સર્જાશે?

By Bhumishi

લોકસભા ચૂંટણી 2014નો ધમાકેદાર આરંભ થઇ ગયો છે. આસામ અને ત્રિપુરામાં અનુક્રમે 75 ટકા અને 84 ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે ત્યારે ભાજપમાં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા મુદ્દે અંદરો અંદર ચાલી રહેલો કંકાસ ક્યાંક ભાજપ માટે 'ઘર ફૂટે ઘર જાય'ની સ્થિતિ ઉભી ના કરે તેવો ભય રાજકીય વિશ્લેષકો દર્શાવી રહ્યા છે.

ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના પીઢ નેતાઓ અને કહેવાતી કલબ 160એ બાબત સમજી લેવું જોઈએ પરિવર્તન મોકૂફ રાખી શકો પણ ટાળી ન શકાય. ખુદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમજી ગયું છે કે નરેન્દ્ર મોદી નામના જુવાળને રોકી નહીં શકાય. આમ છતાં ભાજપમાં એક જુથ ખુદ પક્ષની જ ઘોર ખોદવા બેઠો છે.

ભાજપની સૌપ્રથમ મોટી સફળતાના રથના સારથી લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળના નેતાઓના મોદી વિરોધી ઘોંચપરોણા ચાલુ જ છે. તેમને વાતેવાતે ખોટું લાગી જાય છે. ઘરમાં વાસણ ખખડે પણ તે વિખવાદનું બહાર વરવું પ્રદર્શન ન થવું જોઈએ. આ વાત અડવાણી એન્ડ કંપનીને સમજાતી નથી.

આડવાણી એન્ડ કંપનીમાં દિવસે દિવસે સભ્યોનો વધારો થતો જાય છે. ત્યારે કોણે શું વાંધા વચકા ઉઠાવ્યા તે જોઇએ.

1 ભાજપનો ઉદ્ધાર કઈ રીતે થાય?

1 ભાજપનો ઉદ્ધાર કઈ રીતે થાય?

ભાજપની અંદર જ એક વિરોધ પક્ષ ઊભો થઈ ગયો છે. રાજનાથ સિંહ અને અરુણ જેટલી જેવા મોદી સમર્થકોની મોટાભાગની ઊર્જા આજકાલ પક્ષમાંથી મોદી વિરોધી આગને ઠારવામાં વપરાઈ જાય છે. આમાં ભાજપનો ઉદ્ધાર કઈ રીતે થાય? ભાજપનો નહીં થાય તો તે સત્તા પર આવ્યા પછી દેશનો ઉદ્ધાર કઈ રીતે થશે?

2 એલ કે અડવાણી

2 એલ કે અડવાણી

અડવાણીએ લોકસભા ચૂંટણી 2014ના પડઘમ વાગતા હતા ત્યારથી જ પોતાની નારાજગી દર્શાવવી શરૂ કરી હતી. તેઓ ગોવામાં મળેલી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ન આવ્યા. નરેન્દ્ર મોદીને મીડિયા પ્રભારી બનાવવાનો વિરોધ કર્યો. ત્યાર બાદ પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર બને તેનો આગ્રહ રાખ્યો અને છેલ્લે અડવાણી કઈ બેઠક પરથી ચૂંટણી લડવી એ મામલે રીસાયા. અડવાણી ચેપ્ટર માંડ પુરુ થયું ત્યાં સુષ્માએ પણ વિરોધનો સળવળાટ કર્યો.

3 સુષ્મા સ્વરાજ

3 સુષ્મા સ્વરાજ

સુષમા સ્વરાજ પણ જોડાયાં છે વિરોધીઓના બેન્ડ-વેગનમાં. તેમની ઈચ્છા છે કે ભાજપ જીતે પણ મોદી વડા પ્રધાન બને એમ તેઓ ઈચ્છતા નથી. સુષમાએ બેલ્લારીની ટિકિટને મુદ્દે રિસામણાં કર્યાં.

4 ઉમા ભારતી

4 ઉમા ભારતી

બધા અસંતોષ વ્યક્ત કરતા હોય તો ઉમા શા માટે પાછા પડે? હવે ઉમા ભારતીએ બબડાટ કર્યો. સાધ્વી ઉમાનું કહેવું છે કે અટલ બિહારી વાજપેયીના ગજાનું કોઈ નથી. મીડિયામાં જ્યારે વિવાદ ચગ્યો ત્યારે ઉમાનો ખુલાસો આવ્યો કે મારે તો એમ કહેવું હતું કે વાજપેયી સારા વકતા અને મોદી એકદમ અનોખા વક્તા છે.

5 જસવંત સિંહ

5 જસવંત સિંહ

પુત્ર ભાજપના રાજસ્થાનના વિધાનસભ્ય છે. તેના ભવિષ્યની ચિંતા કર્યા વિના જસવંતે બળવો કર્યો. પાર્ટીનો ઉદ્દેશ બદલાઇ ગયો છે તેવા વચનો કહ્યાં અને પાર્ટી સામે મોં ફેરવી લીધું.

6 નરેન્દ્ર મોદીની સફળતાની ઇર્ષા

6 નરેન્દ્ર મોદીની સફળતાની ઇર્ષા

ભાજપમાં અનેક એવા નેતાઓ છે જેમની નરેન્દ્ર મોદીની સફળતાની ઇર્ષા આવે છે. આ કારણે તેઓ મોદીની ટીકા કરવા તત્પર રહેતા હોય છે. ખૂબ ઓછા સમયમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા સુધી પહોંચી ગયા એ હકીકત તેમને પચતી નથી.

7 વિરોધી અલગ પક્ષ રચતા ડરે છે

7 વિરોધી અલગ પક્ષ રચતા ડરે છે

અલગ પક્ષ રચવાની ક્ષમતા નથીમોદી વિરોધી નેતાઓ ઇચ્છે તો નવો પક્ષ રચી શકે છે. જો કે નવો પક્ષ રચવો અને જનતા પાસે સમર્થન મેળવવું અઘરું છે. ઉમા ભારતીને તેનો અનુભવ પણ છે. સૌ જાણે છે કે આમ કરવા જશે તો તેમનું અસ્તિત્વ જ ખલાસ થઈ જાય એમ છે. આમ તેઓ મોદીનો ઉપયોગ કરવો પણ મોદીને પૂરેપૂરો લાડવો ન ખાવા દેવો એવા સિદ્ધાંત પર કામ કરી રહ્યા છે.

8 મોદીના મોટા ફોટાનો વિવાદ

8 મોદીના મોટા ફોટાનો વિવાદ

મોદીના મોટા ફોટો શું કામ?હવે પક્ષના વરિષ્ઠ નેતાઓએ મોદી સામે નવો મોરચો ખોલ્યો છે. તેમનું કહેવું છે કે ભાજપના તમામ પોસ્ટરોમાં માત્રને માત્ર મોદીનાં જ મોટા મોટા ફોટા શું કામ? ‘અબકી બાર, મોદી સરકાર' જેવા સૂત્રો સામે પણ તેમને વાંધો છે. તેમનું કહેવું છે કે ‘અબ કી બાર, ભાજપ સરકાર' એવું સૂત્ર હોવું જોઈએ. પણ તેઓ એ સમજવા તૈયાર નથી કે વ્યક્તિને વડા પ્રધાન બનાવવા માગતા હોય એના નામે જ તમે વૉટ માગવા જાવ છો. વાત નરેન્દ્ર મોદીની કરાતી હોય તો પછી તેમના જ ફોટા પોસ્ટરોમાં છપાય. આમાં વિરોધનો સવાલ જ ક્યાં છે?

9 મોદીના મિશન 272નો કચ્ચરઘાણ કરાશે

9 મોદીના મિશન 272નો કચ્ચરઘાણ કરાશે

ભાજપની ઘોર ભાજપના જ ખણખોદીયાઓ ખોદવાના હોય તેમ લાગે છે. ભાજપને કોઈ પણ હિસાબે 272 બેઠક ન મળે અને મોદી વડાપ્રધાન ન બને તે માટે આ ભાજપીઓ પ્રયાસ કરી રહ્યા છે.

10 મોદી યુગમાં વિરોધીઓ નહીં ફાવે

10 મોદી યુગમાં વિરોધીઓ નહીં ફાવે

આ સમય મોદીનો છે. ચૂંટણી જીતતા જ મોદી યુગ આવશે. ભાજપના નામનો ટેકો લઇને મોદી આભને આંબવા મથી રહ્યા છે. મોદીની જીત તેમની એકલાની નહીં પણ ભાજપની અને ભાજપની વિચારધારાની જીત છે. મોદી વિરોધી ભાજપી નેતાઓએ આ વાત સમજી લેવી જોઈએ. કોંગ્રેસ આ ચૂંટણીમાં ઝાઝું કાઠું નહીં કાઢી શકે. આવી પરિસ્થિતિમાં ભાજપના કથિત મોટાં માથાં આડા ચાલશે અને મોદીને વડા પ્રધાન બનતા રોકશે તો કોઈ નાના પ્રાદેશિક પક્ષો ફાવી જશે.

English summary
Narendra Modi's big challenge is to defeat his rival in BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more