For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નમો કેબિનેટ: આજે રાષ્ટ્રપતિને મોકલી શકે નામોની યાદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 મે: ભારતના નવા વડાપ્રધાનમંત્રી (ભાવિ) નરેન્દ્ર મોદીના કેબિનેટમાં સામેલ થનાર મંત્રીઓના નામોની યાદી આજે (રવિવારે) રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મોકલી શકે છે. નરેન્દ્ર મોદી 26 મેના રોજ પોતાની એક નાની અને કેબિનેટની સાથે પદ તથા ગોપનિયતાની શપથ લેશે.

મોદી મંત્રીમંદળમાં કોણ-કોણ સામેલ થશે, આ અંગે કોઇ સ્પષ્ટ જાણકારી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજનાથ સિંહ, અરૂણ જેટલી, રવિશંકર પ્રસાદ, નિતિન ગડકરી, સુષ્મા સ્વરાજ અને અરૂણ શૌરી જેવા વરિષ્ઠ ભાજપના નેતાઓને કેબિનેટમાં જગ્યા મળી શકે છે. રાજનાથ સિંહને ગૃહ મંત્રી બનાવવામાં આવી શકે છે. જો આમ બને છે કે તો જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ બનશે. હાલમાં ગુજરાત ભવનમાં રોકાયેલા નરેન્દ્ર મોદીએ પોતાના વિશ્વાસપાત્રો સાથે સોમવારે થનાર સમારોહની તૈયારીઓ વિશે પણ ચર્ચા કરી અને આજેપણ મંત્રીમંડળને લઇને માથાપચ્ચી ચાલુ છે.

ભાજપના સહયોગી દળોને પણ સરકારમાં સામેલ કરવા માટે ઇચ્છુક છે. શિવસેના, ચંદ્રબાબૂ નાઇડના નેતૃત્વવાળી ટીડીપી, રામવિલાસ પાસવાનના નેતૃત્વવાળી લોકજનપાર્ટીને ચૂંટણીમાં સારા પ્રદર્શનના આધારે મંત્રીમંડળમાં સ્થાન મળવાની આશા છે. શિરોમણી અકાળી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ પહેલાં જ કહી ચૂક્યાં છે તેમની પાર્ટી સરકારમાં સામેલ થશે નહી.

narendra-modi

ચંદ્રબાબૂ નાઇડૂ આજે (રવિવારે) નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદી અને ભાજપના અન્ય નેતાઓ સાથે મુલાકાત કરશે. ટીડીપીને 3-4 મંત્રીપદ મળવાની આશા છે. કેબિનેટને અંતિમ રૂપ આપવા માટે નરેન્દ્ર મોદીએ શનિવારે ભાજપના નેતાઓની સાથે બેઠક કરી. લોકસભા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળ્યો છે. ભાજપે એકલા 282 અને એનડીએને 336 સીટો મળી છે.

નરેન્દ્ર મોદીએ પોતાના નજીકના સહયોગી સાથે વિચાર-વિમર્શ દરમિયાન કેટલાક મહત્વપૂર્ણ મંત્રાલયોને પુનગર્ઠનના સંકેત આપ્યા છે જેથી તેમની કેટલીક ખામીઓ દૂર કરવાની તેમની કાર્યપ્રણાલીને પ્રભાવશાળી બનાવી શકાય. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની ઇચ્છા છે કે પ્રભાવશાળી કાર્યપ્રણાલી અને સારા નિયંત્રણ માટે કેટલાક મંત્રાલયોનું વિલય કરી દેવું જોઇએ. તેમાં કેટલાક મહત્વપૂર્ણ નાણા તથા વાણિજ્ય વિભાગ છે અને કેટલાક શિક્ષણ સંબંધિત છે.

English summary
With stage set for Narendra Modi's swearing-in ceremony on May 26, the list of those who could be inducted in the new Cabinet may be sent to President Pranab Mukherjee on Sunday, as per reports.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X