શું અલનીનો નરેન્દ્ર મોદીના મોંઘવારી ઘટાડવાના દાવાઓ પર પાણી ફેરવશે?
નવી દિલ્હી, 25 એપ્રિલ : ભાજપના વડાપ્રધાન પદના દાવેદાર અને દેશમાં આગામી પાંચ વર્ષોમાં 16મી સંસદમાં વડાપ્રધાન બનવાની પ્રબળ સંભાવનાઓ સાથે આગળ વધી રહેલા નરેન્દ્ર મોદીના મોંઘવારી ઘટાડવાના દાવાઓ અને વાયદાઓ ખોટા છે એમ કહીએ તો? તમને આશ્ચર્ય થશે પણ કુદરત તો આવો જ સંકેત આપી રહી છે. વાસ્તવમાં અલ નીનો નરેન્દ્ર મોદીના દાવાઓ પર પાણી ફેરવીને તેમને ખોટા સાબિત કરી શકે છે.
હવામાન વિભાગ કહી રહ્યું છે કે અલ નીનો ફરી એક વાર ભારત પાછું આવવા અને ત્રાટકવા માટે તૈયાર છે. તેના કારણે કૃષિ ઉત્પાદન પર અસર પડી શકે છે. તેના કારણે દેશમાં મોંધવારી પણ વધી શકે છે. મોંઘવારી વધશે તો પોતાના શાસનના પ્રથમ વર્ષમાં જ નરેન્દ્ર મોદીએ લોકોનો વિશ્વાસ ગુમાવવો પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 'આ વર્ષે જો અલ નીનો વરસાદની ઋતુ પર હુમલો કરશે તો ચોમાસુ ખરાબ જઇ શકે છે. અલ નીનોને કારણે વરસાદ સામાન્ય કરતા ઓછો રહી શકે છે. જો આંકડાની દ્રષ્ટિએ જોઇએ તો આ વર્ષે વરસાદમાં 5 ટકાની કમી આવી શકે છે એટલે કે સામાન્ય વરસાદની સરખામણીએ 95 ટકા જ વરસાદ પડવાની શક્યતા છે.'
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અલ નીનો 60 ટકા સુધી દેશની ખેતીવાડીને અસર પહોંચાડી શકે છે. તેના કારણે દેશમાં દુષ્કાળ પડી શકે છે. આ અંગે ભારતીય હવામાન વિભાગના નિર્દેશક બી પી યાદવનું કહેવું છે કે અલ નીનો ત્રાટકવાની શક્યતા 60 ટકા છે. જો કે કેટલાક એવા પણ કારણો છે કે ચોમાસુ સારું જઇ શકે છે.
તેમણે જણાવ્યું કે અલ નીનોની ભારતીય હવામાન પર વધારે અસર પડી શકે એમ છે. તેના કારણે અમે અત્યંત ચોક્કસાઇ અને સાવધાનીપૂર્વક પ્રશાંત અને હિન્દ મહાસાગરમાં થનારા પરિવર્તનો પર નજર રાખી શકીએ છીએ.












Click it and Unblock the Notifications
