વરૂણ ગાંધી બન્યા બળવાખોર, કર્યો મોદીનો વિરોધ

Posted By:
Subscribe to Oneindia News
varun
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ભાજપના ગાંધી હવે બળવાખોર થઇ રહ્યા છે. તેમણે પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વિરોધમાં બોલવાનું ચાલુ કરી દીધું છે. અમે વાત કરી રહ્યા છીએ પીલીભીતથી ભાજપના સાંસદ વરુણ ગાંધીની. વરુણ ગાંધીના રાજનૈતિક પૈતરાઓથી કોણ વાકેફ નથી? વિવાદાસ્પદ નિવેદનબાજી કરવી વરૂણ ગાંધીની જૂની આદત છે, પરંતુ આ વખતે તેમણે પોતાની જ પાર્ટીની વિરુધ્ધ રણશીંગુ ફૂખી દીધું છે.

પોતાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં લાખોની ભીડ એકઠી થવાનો દાવો કરનારી પાર્ટીની વરૂણ ગાંધીએ પોલ ખોલી દીધી છે. વરૂણ ગાંધીએ ખુલાસો કર્યો છે કે કોલકાતામાં થયેલી નરેન્દ્ર મોદીની જનચેતના રેલીમાં અસલમાં માત્ર 40-50 હજાર લોકો જ આવ્યા હતા.

જોકે હાલમાં જ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાંઉન્ડમાં મોદીની જનચેતના રેલીથી ભરાઇ ગયો હતો, જેના બાદ ભાજપાએ દાવો કર્યો હતો કે મોદીની રેલીમાં બે લાખ લોકો આવ્યા હતા, મોદીની રેલી પહેલા આ ગ્રાઉન્ડ પર પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી થઇ હતી જેમાં લાખોની ભીડ ઉમટી પડી હતી. મોદીએ પણ પોતાના ભાષણમાં રેલીમાં ઉમટી પડેલી ભીડ તરફ ઇશારો કર્યો હતો, પરંતુ વરૂણ ગાંધીએ મોદી અને અન્ય ભાજપ નેતાઓના દાવાની હવા નીકાળી નાખી છે.

ભાજપના પશ્ચિમ બંગાળના પ્રભારી વરૂણ ગાંધીએ જણાવ્યું છે કે રેલીની સફળતાને ઠીક ઠીક ગણાવી છે. તેમણે જણાવ્યું કે મારી પ્રતિક્રિયા સારી એટલા માટે નથી કારણ કે આપના આંકડા ખોટા છે. રેલીમાં બે લાખ લોકો નહીં પરંતુ માત્ર 45થી 50 હજાર લોકો જ હાજર રહ્યા હતા.

English summary
BJP leader Varun Gandhi has said size of the crowd at Narendra Modi’s Kolkata rally was perhaps a fourth of what his party colleagues have claimed.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.