• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'થિંક ઇન્ડિયા ડાયલોગ'માં મોદીએ આપી ગુડ ગવર્નેન્સ'ની વ્યાખ્યા

|
modi
નવી દિલ્હી, 8 એપ્રિલ: નેટવર્ક 18ના ઉપક્રમે દિલ્હી ખાતે આયોજીત કાર્યક્રમ 'થિંક ઇન્ડિયા ડાયલોગ'માં નરેન્દ્ર મોદીએ આજે 'લેસ ગવર્નમેન્ટ બટ મોર ગર્નેન્સ' પર ભાષણ આપ્યું હતું. મોદીનું સ્વાગત કરતા તંત્રી રાઘવજી બહલે જણાવ્યું કે દેશમાં રાજનીતિની હાલત કથળી રહી છે, તેમજ માનવામાં આવે છે કે ભારતમાં મીડિયા અને રાજનીતિના સમકક્ષ ચાલે છે, આ ચિત્રને બદલવા માટે નેટવર્ક 18 થકી આ 'થિંક ઇન્ડિયા ડાયલોગ'ની પહેલ કરવામાં આવી છે. તેમણે નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ચૂંટણીનું વર્ષ ચાલી રહ્યું છે જેના પગલે ચૂંટણીલક્ષી ચર્ચા થવી જરૂરી છે, આ ચર્ચામાં મોદી ગુડ ગવર્નેન્સ પર પોતાનું વક્તવ્ય આપશે.

હું રાઘવજી બહલને અભિનંદન આપું છું કે લોકમાધ્યમનો ઉપયોગ કરી, છેવાડાના લોકો માટે, અલગ અલગ લોકો માટે એક તાદાત્મય જાળવવાનો પ્રયાસ કર્યો છે. હું આશા રાખું છું કે આ પ્રયાસ દેશને કંઇક આપવા માટે આગળ વધશે. એ વાત સાચી છે કે વચ્ચે થોડો વ્યાવસાયિક અને ટીઆરપી વધારવાની વાત પણ રહેશે એ છૂટકો નથી. એસઆરસીસીમાં ભાષણ આપ્યું હતું ત્યા આ મુદ્દો ચર્ચ્યો હતો તેમણે કહ્યું કે વિષય પર વધું ચર્ચા થવી જોઇએ. તેમણે મને આમંત્રણ આપ્યું.

હું લોકોને નોકરીથી નીકાળવા નથી માંગતો. પરંતુ એક ઓર્ગેનાઇઝેશનના રૂપે ચીજવસ્તુઓ બરાબર હોય, તો સ્વાભાવિક છે કે વ્યવસ્થા પણ બરાબર ચાલે. દરેકને એવી આશા હોય છે કે પ્રોગ્રેસ મળે. પરંતુ હાલમાં લોકો માત્ર સત્તા પર આવવા માંગે છે. આપણા ત્યાંની એવી વ્યવસ્થા છે કે એકપણ વર્ષ એવું નથી જતું કે ચૂંટણી ના યોજાય. દરેક વખતે ચૂંટણીમાં કર્મચારીઓ વ્યસ્ત થઇ જાય છે અને કામ અધ્ધરતાલ લટકી જાય છે. ચૂંટણીમાં લોકોની માનસિકતા એવી થઇ જાય છે કે 'કરેગે તો રહેગે, અથવા 'રહેગે તો કરેગેં.'

બસો છે, રોડ છે, આવશ્યકતા છે બધું છે, પરંતુ સર્વે કરાવવામાં આવે તો માલૂમ પડશે કે રોજે રોજ તેને દબાણના કારણે રસ્તા બદલવા પડે છે. ક્યારેક હવાઇ રસ્તાથી ગુજરાત આવશો તો દુ:ખ થાય છે નર્મદા કેનાલને જોઇને. લોકોના દબાણથી કેનાલનો નકશો બદલાઇ ગયો, કારણ કે કેટલાક લોકો તેમની જમીન આપવા તૈયારના થયા. આ રીતે સામાન્ય માનવીનો સરકાર પરથી ભરોશો ઉઠી જાય છે. હાલમાં મોટી સંખ્યામાં પ્રાઇવેટ સિક્યોરીટીનો જમાનો વધી ગયો. મીડિયામાં પણ એવું છે, હાલમાં તેમને દુરર્શન અને આકાશવાણી પરથી ભરોશો ઉઠી ગયો છે. લોકો એવું કહે છે કે મેં બીબીસી પર સાંભળ્યું છે. એટલે કે સરકાર પરથી ભરોશો ઉઠી જવો એ ખતરારૂપ છે.

ગવર્મેન્ટ અને ગવર્નેન્સની જ વાત નથી, મોટાભાગના લોકોને ઇશ્વર પર ભરોશો હોય છે. કે ઇશ્વર બધું ઠીક કરી દેશે. પરંતુ પોતાની સરકાર પર ભરોશો નથી. તેમને સરકાર પર ભરોસો નથી કે બસ આવશે કે નહી આવે ટ્રેન આવશે કે નહી આવે. જોકે તેમને ઇશ્વરની સરકાર પર ભરોશો છે. આવતી કાલ માટે તેઓ દીવો સળગાવી રાખતા નથી કે, સૂર્ય ઉગશે કે નહી, તેમને ઇશ્વરનીસરકાર પર વિશ્વાસ છે કે ઉગશે. આપણે તેની સામે પૂતળા નથી સળગાવતા તેનો વિરોધ નથી કરતા. સરકારના સંબંધમાં આવો અહેસાસ નથી થતો.

આપણે સમાજ વ્યવસ્થામાં એ વસ્તુઓને મૂકવી પડશે જેનાથી લોકોને વિશ્વાસ બેસે. માનવસંસ્કૃતિનો જે વિકાસયાત્રા છે તેમાં ગવર્નમેન્ટ ન્હોતી, ધીરેધીરે જરૂરીયાત મૂજબ આ વસ્તુઓ ઉભી થઇ છે. કોઇને કોઇ આવશે અને તેમાં પરિવર્તન કરશે. પરંતુ શું આપણે ઇનિશિયેટિવ લઇને તેને બદલવાની કોશીશ કરીશું. મને યાદ આવે છે કે અમે અર્બન ડેવલપમેન્ટ ડે મનાવી રહ્યા હતા. મને જાણવા મળ્યું કે નગરપાલીકામાં જે બોર્ડ ચૂંટાઇને આવે છે તે પોતાના પરિવારના લોકોને નોકરી પર લગાવે છે ત્રીજો બોર્ડ આવે છે અને તે પણ આજ કરે છે. આપણા દેશમાં નગરપાલિકાઓમાં જે લોકો જોઇએ તે નથી અને જે જોઇએ તે નથી. અમે તેમને સાત કરોડના ડેવલેપમેન્ટ પેકેજ આપ્યા અને ટાર્ગેટ આપ્યો તેમણે તેમનું કામ વધાર્યું અને પરિણામ સારું આવ્યું. જેમાં ટેકનિકલ કામો માટે વિદ્યાર્થીઓની પણ ભાગીદારી વધી.

આપણા દેશમાં હ્યુમન રાઇટ્સ કમિશન છે. તેની વ્યવસ્થાને ઠીક કરવાને બદલે આપણે બધાના ભાગલા પાડી દીધા. વુમન, માયનોરીટી વગેરે.. હું તેમનો વિરોધી નથી. પરંતુ શું એ બધા હ્યુમન નથી. જે વ્યવસ્થા થવી જોઇએ તે નથી થતી. સામાન્ય માણસને જે જોઇએ તેને તે આપવા માટે આપણે તૈયારી બતાવીએ. આપણી વ્યવસ્થામાં આ પ્રકારનો વિચાર એક ક્રાઇમ છે, કે હું આ નહીં આપું. એના માટે દરેકે આપવાનો વિચાર કેળવવાની જરૂર છે.

ગ્રીન લાઇટ રે઼ડ લાઇટ ગર્વન્મેન્ટ છે. જો જનતા સરકારને સાથ આપીને સિગ્નલને અનુસરે તો ટ્રાફીક પોલીસને રાખવાની જરૂરીયાત જ નથી. સરકારની સાથે નાગરિક ધર્મ નથી પાળતા જેના કારણે અવ્યવસ્થા ઉભી થાય છે. જનભાગીદારી આવશે ત્યારે જઇને આપણે પ્રયાગ પરિવર્તન આપી શકીશું. બે શબ્દોએ આપણને બરબાદ કરી નાખ્યો છે. એક મેરા ક્યા? બીજું મુજે ક્યા?

સરકારી શાળા છે જેમાં આપણે આપણા બાળકોને ભણાવવા તૈયાર નથી થતા. આપણે એવું વિચારીએ છીએ કે કેવા હશે શિક્ષકો, શું ભણાવશે?. એવો કેમ ભાવ નથી હોતો આપણામાં કે આ સરકારી સ્કૂલ એટલે મારી છે. આ સરકારી દવાખાનું મારું છે. બસમાં બેસીને આપણે શીટમાંથી રેક્ઝિન કાઢ્યા કરીએ છીએ, એવું આપણા જૂના સ્કૂટર સાથે આપણે નહીં કરીએ. જો આપણે આપણા સ્કૂટર જેવો પ્રેમ બસને પણ કરીશું તો ગુડ ગવર્નેન્સ આપોઆપ આવી જશે.

ગુડ ગવર્નન્સની માટે જનભાગીદારીની આવશ્યકતા છે. P4: પીપલ પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ. આ કોન્સેપ્ટને આપણે લાવીશું તો દરેકને લાગશે કે યેસ આ વ્યવસ્થા હું લાવ્યો છું. અને બીજી વસ્તું આપણે શું કરવા માંગીએ છીએ એ લોકોને ખબર તો હોવી જોઇએ, લોકો પાસે પ્રતિક્રિયા તો માંગવી જોઇએ, તેમની સલાહ તો લેવી જોઇએ. જો તમે આ પહેલ કરશો તો તે આ પ્રોસેસનો પાર્ટનર બની જશે. અને આપણને સ્વાભાવિક રીતે પરિણામ મળશે.

મોદીએ કોંગ્રેસના સિનિયર લિડરનું ઉદાહરણ આપતા જણાવ્યું કે કોંગ્રેસના એક દિગ્ગજ નેતાને કોઇએ પ્રશ્ન કર્યો હતો કે આ કથળતી રાજનીતિને ઉગારવા શું કરવું જોઇએ. તેમણે સરસ જવાબ આપ્યો હતો. 'આ દેશના રાજનૈતા ના કહેતા શીખે અને આ દેશના બ્યુરોટરેટ હા કહેતા શીખે.'

ગુડગવર્નેન્સ આપણને મોટી શક્તિ આપી શકે. એક બિલ પાસ થયું છે, કે આટલા દિવસમાં કામ નહીં કરો તો આટલી સજા થશે. અમે પણ એક વનડે ગવર્નન્સ નામનું પ્રથા લાવ્યા છીએ. જેમાં સામાન્ય વ્યક્તિ પોતાની કાગળીયુ સવારે મૂકીને જશે અને સાંજે તેનું કામ રેડી હોય છે. લોકોએ આ વ્યવસ્થાને આવકારી પણ છે.

પરશેવા સાથે અમારો સંબંધ ઓછો છે અને પૈસા સાથે વધારે છે. અમે તેમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અમે થોડી પસંદગીની પ્રક્રિયા બદલી જે જેને યોગ્ય હતો તેને તેના માટે મોકલ્યો. અને છેલ્લા દસ વર્ષમાં ગુજરાતે વધુ મેડલ જીતીને બતાવ્યા છે.

અમે લોકોને પાઇપલાઇનથી ગેસ આપવાનો નિર્ણય કર્યો અને આપી રહ્યા છીએ, જ્યારે કેન્દ્ર સરકારે અમારી પર પ્રતિબંધ લાદ્યો કે તમે પાઇપલાઇન ના નાંખી શકો એ કરવાનું કામ કેન્દ્ર સરકારનું છે. તેઓ છથી વધારે ગેસ સિલિન્ડર આપવા તૈયાર નથી અને હું 24 કલાક પાઇપ દ્વારા તેમને ગેસ આપવા તૈયાર છું. છતા આ સંઘર્ષમાં ગુજરાત સરકારે સુપ્રિમ કોર્ટમાં જવું પડ્યું.

બોઇલરનું ઇન્સ્ફેક્શ અમે પ્રાઇવેટ કંપનીને આપી દીધી તેમાંથી સરકારે નીકળી ગઇ. અમે કાયદો બનાવ્યો કે લિફ્ટનું ઇન્સ્પેક્શન નગરપાલિકાને આપી દીધી. તેઓ જાતે તેનું ઇન્સ્ફેક્શન કરાવે સર્ટીફીકેટ લઇઆવે એટલે ઓકે. તેમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને સરકારે યોગ્ય જ્યા જરૂર છે ત્યા ધ્યાન આપવાની જરૂર છે. સ્વાસ્થ્ય, રોજગાર, રસ્તાઓ, શિક્ષણય આ બધી વસ્તુઓ પર સરકારે ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે.

ગવર્નમેન્ટ અને ગર્નન્સ એક સીક્કાની બે બાજુ છે. મોદીએ જણાવ્યું કે હિન્દુ ધર્મમાં ચાર ધામની યાત્રા કરવાથી મોક્ષ પ્રાપ્તી થાય છે. તો પછી ફાઇવનું શું. ફાઇવના માત્ર અક્ષર ફેરવશો તો એ લાઇફમાં ફેરવાઇ જશે. આપણી લાઇફ ફાઇલોમાં ના ઉલજે તેના પર ધ્યાન કેળવવાની જરૂર છે. ત્યારે જઇને આપણા રૂપિયા યોગ્ય જગ્યાએ વપરાય છે કે નહી તેનો ખ્યાલ આવશે. રિવરફ્રન્ટના કારણે પાણીનું સ્તર ઉંચું આવ્યું અને, તેના કારણે એએમસીનું બીલ ઓછું થઇ ગયું છે, અને લોકોને પણ તેનો ફાયદો થયો છે.

મિત્રો હું અનુભવથી કહી શકું છું કે એક્ઝિટન્સ સારુ થઇ શકે છે જો કરવાની ઇચ્છા મનમાં હોય તો. સુશાસનની ચર્ચા આગળ પણ આપણે કરતા રહીશું. લોકોનો આભાર વ્યક્ત કરી મોદીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું

English summary
Narendra Modi speak in Think India Dialogue on good governance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more