For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેગ મંથનમાં મોદીના કેન્દ્ર પર નાટ્યાત્મક પ્રહાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કેગ દ્વારા આયોજીત મંથનના ફીનાલેમાં પોતાનું પ્રેરક ઉદ્દબોધન આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, આજે સવારે પોરબંદર ખાતે મુખ્યમંત્રીએ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું પોરબંદર ગાંધીજીનું જન્મસ્થળ હોવાના કારણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ પ્રસંગે તેમને શ્રદ્ધાસુમન અર્પવા માટે અત્રે કીર્તિ મંદિર આવી પહોંચ્યા હતાં. તેમની સાથે પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા, કથાકાર રમેશ ઓઝા, અને અન્ય વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.

આ તકે નરેન્દ્ર મોદીને પૂછવા માટે 8000 જેટલા પ્રશ્નો અને સૂચનો મોકલવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત આજે જેવું છે તેવું જ રહેશે, હું પાર્ટીને મત આપવા માગુ છું પરંતુ ત્યાંના ઉમેદવાર ક્રીમિનલ છે તો કેવી રીતે મત કરું. તેમજ ભારતમાં મહિલાઓને સુરક્ષા મળશે. સહિતના અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેનો મોદી દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.

આજે બપોરથી અનેક વિષયો પર સાંભળવાનો અવસર મળ્યો. હુ બદલ સીએજી અને મંથનનું અભિવાદન કરું છું. આટલી મોટી માત્રામાં વિદ્યાર્થીઓએ દેશની મૂળભૂત સમસ્યાઓ પર ઉંડાણપૂર્વક ગહન કર્યું, માહિતી એકઠી કરી એનાલીસીસ કર્યું અને ત્યારબાદ ટીમ એ નિર્ણય પર આવી કે આ નિરાકરણ યોગ્ય રહશે. તેના કરતા પણ વધારે વિચારો તમારા મનમાં આવ્યા હશે એટલું જ નહીં, જ્યારે તમે શિક્ષા અંગે વિચારતા હશો ત્યારે આ મંચ પર તમે કેવી રીતે રજૂ થશો, જ્યુરી તમને કેવી રીતે જોશે, ઓડિયન્સ તમને કેવી રીતે રિસ્પોન્સ કરશે, તેના કરતા વધારે તમે જ્યારે શિક્ષા અંગે વિચારતા હશો ત્યારે તમને એ ગરીબ બાળક દેખાતું હશે અને તેની ચિંતા જણાતી હશે. ફૂડ અને કુપોષણ અંગે પ્રેઝન્ટેશન તૈયાર કરો ત્યારે પણ તમારી અંદર કુપોષિત બાળકો અંગેની વેદના હશે ત્યારે તેના પર કામ કરવામાં તમારું મન લાગ્યું હશે. પ્રેઝન્ટેશન જ્યારે શરૂ થયું ત્યારે કદાચ જ દિલ્હીમાં આટલા મોટા સમૂહ એ નોર્થ ઇસ્ટ અંગે વિચાર્યું હશે. તેમની પ્રાયોરીટી લિસ્ટમાં એ આવ્યું જ નહીં હોય.

બે વર્ષ પહેલા મે તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો કે તમારા ત્યાંની 200 મહિલાં પોલીસ ગુજરાતમાં રહે તેમને પગાર અમે આપીશું. ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો હતો કે, નોર્થ ઇસ્ટમાં ઇંગ્લિશ સ્પીકિંગ મહિલા પોલીસ મળે તો તેને હું ટૂરિઝમ પોલીસ તરીકે તૈયાર કરવા માગતો હતો. આ નેશનલ ઇન્ટ્રીગેશનનું મોટું અભિયાન હતું. નોર્થ ઇસ્ટના 1500 લોકો મારી સાથે રહેશે તો એક મોટા સમૂહને પરીચિત કરાવશે. ગુજરાતી એક સારા પ્રવાસી છે, તમે ગમે ત્યાં જાઓ તમને કેમ છો મળી જશે, પાઇવ સ્ટાર હોટલમાં ઘરનો ડબ્બો ખોલીને થેપલા અને ઢોકળા ખાતા હશે. મારા મનમાં વિચાર એ હતો, મહિલા પોલીસ અહીં આવશે ત્યારે જે લોકો સાથે પરીચિત થશે અને સ્વાભાવિક પણે એ લોકો નોર્થ ઇસ્ટમાં પ્રવાસ અર્થે જશે, અને ત્યાનું પ્રવાસન ક્ષેત્ર આગળ આવશે. મારું એક કન્વિક્શન છે કે ટેરેરિઝમ ડિવાઇડ્સ ટૂરિઝમ યુનાઇડેટ.

સરકારોમાં એક ફેશન છે કન્સલટન્સી. અને ત્યાંથી મેળવેલું સરકારોમાં ચાલતું હોય છે. આ એક એવું પ્રયોગ છે, એક એવી શરૂઆત છે, પીપલ ઇન્વોલ્વમેન્ટ. પોલીસીમાં લોકો જોડાય ત્યારે. અમે ગુજરાતમાં એક પ્રયોગ કર્યો હતો. અમે ડ્રાફ્ટ પોલીસીને ઓનલાઇન રાખો અને બધાને જણાવો તે શું વિચારે છે. લોકોની મર્યાદાની બહારનું આવવા લાગ્યું અને તેનાથી એક સમાજ અને રાજ્યનું ભલુ કરવાની પોલીસી બનવા લાગી. આ એટલું સફળ થયું છે કે, એક પોલીસી ફોલ્ડ કર્યા બાદ અમારે ક્યારેય પાછું ફળવું પડ્યું નથી. આ પ્રયોગ યંગ માઇન્ડ તરફથી આવેલી વાતો, ક્યારેકને ક્યારેક પોલીસી મેકરને એ દિશામાં જવું પડશે.

વિશ્વના જેટલા સમૃદ્ધ દેશોમાં પોલીસી ફ્રેમની અંદર યુનિવર્સિટીનું ઘણું બધું યોગદાન હોય છે. અમેરિકાએ ભુટાન પર પોલીસી બનાવી હોય તો, અમેરિકાના ભિન્ન ભિન્ન યુનિવર્સિટી તેના પર રિસર્ચ કરશે અને પછી પોલીસી મેકર્સ પોલીસી બનાવશે.

આપણા દેશમાં એક મોટું ડિસકનેક્ટ છે. વિચારવા એક જગ્યાએ, નિર્ણય કરનારા બીજી જગ્યાએ અને કામ કરનારા ત્રીજી જગ્યાએ છે, આ બધાને જ્યાં સુધી એકસુત્ર સાથે નહીં જોડીએ, ત્યા સુધી કંઇ થઇ શકે તેમ નથી.

મને પ્રધાનમંત્રીએ કામ આપ્યું હતું. મને પ્રાઇસ કમિટીનો ચેરમેન બનાવ્યો, અમે ઘણું કામ કર્યું, અમે રીપોર્ટ તેમને આપ્યો, આ રીપોર્ટ આપ્યાને બે વર્ષ થઇ ગયા. બાકી શું થયું તે કહેવાની જરૂર નથી. તેમાં મે 62 એક્સટેબલ પોઇન્ટ આપ્યા છે. એક સૂચન આપ્યું હતું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ડિબગ્લિંગ કરવાની જરૂર છે, તેના ત્રણ હિસ્સા કરી દો, ખરીદનાર અલગ, રાખનાર અલગ, વેચનાર અલગ. એકબીજા પર નજર રહેશે, એફિસિયન્સી વધશે આપણું કામ સારું થશે. અમારી પાસે રિયલ ટાઇમ ડેટા જ નથી. જો એ હોત તો આપણને વિવિધ પ્રદેશો અંગેની માહિતી મળશે. જેથી ક્યાં શું ઉત્પાદન થઇ રહ્યું છે તે અંગે માહિતી રહેશે, અને ખાલી સમયમાં જે સ્થાન પર જે વસ્તુનું ઉત્પાદન નહીં હોય ત્યાં ખાલી પડેલી ટ્રેનોને બીજા ભાગમાં દોડાવાથી મદદ રૂપ થશે અને સમસ્યાનું નિરાકરણ આવશે, પરંતુ આપણે ત્યાં પ્રયાસો થઇ રહ્યાં નથી, તેથી આપણે મુશ્કેલીઓમાં ફસાયા છીએ.

21મી સદીમાં જીવી રહ્યાં છીએ અને આજે આપણી માતા-બહેનોએ શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડે તેનાથી મોટી સમસ્યા રહે તે ચિંતાનો વિષય છે, મારી ઓળખ હિન્દુત્વવાદીની છે, મારી ખરી વિચારસરણી એ છે કે મારા રાજ્યમાં મોટા હિંમત સાથે વાત કહીં છે કે, મારી આ છબી છે તે હિંમત ના કરી શકે, પણ હું કરું છું, પહેલા શૌચાલય અને પછી દેવાલય. દરેક ગામોમાં દેવાલય છે પણ શૌચાલય નથી.

આપણા દેશમાં સામાન્ય રીતે બજેટ પર ચર્ચા થાય છે, પરંતુ સીમા આઉટલેટ સુધી જ છે, જ્યાં સુધી આઉટકમ પર ફોકસ નહીં આપી શકીએ ત્યાં સુધી પરિણામ નહીં મળે, ક્વોલિટી ઓફ લાઇફમાં ચેન્જ લાવવો હોય તો આઉઠ કમ કરતા પણ આગળ સોશિયલ ઓડિટ પર ધ્યાન આપવાની જરૂર છે, ત્યારે નિર્ણય સાચો હતો કે નહીં ઉપયોગી હતો કે નહીં તે જાણી શકીએ છીએ.

આજે અર્બન ડેવલોપમેન્ટ પર ચર્ચા થઇ, સદીઓથી જ્યાં પાણી હોય છે, ત્યાં માનવ વસ્તી વસે છે, તમામ વિકાસ યાત્રા નદીઓ અને સમુદ્રના તટ પર હોય છે. સમય બદલાયા બાદ જ્યાં છ લાઇન રસ્તા નિકળ્યા ત્યાં વસ્તીઓ વસવા લાગી અને આવનારા સમયમાં જ્યાંથી ઓપ્ટિકલ ફાઇબર નિકળશે ત્યાં વસવાટ થવાનો છે. આ બદલાવ આવવાનો છે. ડિઝિટલ વર્લ્ડ જીવનનો હિસ્સો બની રહ્યાં છે, બ્રોડબેન્ડ થકી લોકોને સારું શિક્ષણ કેમ ના આપી શકીએ. મારો અનુભવ છે આપી શકીએ છીએ, ટેક્નોલોજીના કારણે તેનો સહેલાયથી ઉપયોગ કરી શકીએ છીએ.

અહીં એગ્રીકલ્ચરની ચર્ચા થઇ, આપણા દેશમાં ટોડરમલે જમીનને માપવાનું બહું મોટું કામ કર્યું હતું. તેમના જમાનામાં અને ત્યાર બાદ દર 30 વર્ષે જમીનની સ્થિતિને માપવામાં આવે છે. દર 30 વર્ષે જમીન માપવી જોઇએ, આપણા દેશમાં છેલ્લા 100 વર્ષમાં જમીન માપવાનું કામ થયું નથી. આઝાદ ભારતમાં પણ નથી કરવામાં આવ્યું, જેના કારણે જમીનના ખેડુત માલીકમાં એ રહે છે કે, તેની જમીનમાં વાડ બનાવી દે છે અને બે ખેતર વચ્ચેની જમીન બરબાદ થઇ રહી છે. શા માટે આપણે ખેતીને ત્રણ હિસ્સોમાં ના વહેંચી જોઈએ, એક રેગ્યુલર ફાર્મિંગ, એનિમલ હસબન્ડરી અને એગ્રોફોરેસ્ટી. ખેતીને કિનારે વાડ લગાવીને જમીન બરબાદ કરે છે, તેના કરતા ઝાડ લગાવવા જોઇએ. આપણો દેશ ટિમ્બરનો ઉપયોગ બનાવે છે. જો આપણે બે ખેતરની વચ્ચે ટિમ્બરને પ્લાન્ટ કરે તો ભવિષ્યમાં ક્યારેય કોઇ ખેડુતને આત્મહત્યા નહીં કરવો પડે, કારણ કે આપણે ટિમ્બરને આયાત કરીએ છીએ. જો

યુથ એપ્લોયમેન્ટની ચર્ચા થઇ, આખા વિશ્વમાં ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીઝ ઝડપથી વધી રહી છે. હિન્દુસ્તાન આટલો મોટો દેશ અને વિરાસત હોવા છતાં વિદેશીઓને અહીં આકર્ષી શકતા નથી. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં ઘણી તકો છે અને તેમાં કોઇ ડિગ્રીની જરૂર નથી, જો આ દિશામાં કામ કરવામા આવે તો રોજગારીને બળ મળશે. અહીં એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે, જો પાર્ટી સારી હોય અને તેમનો ઉમેદવાર ક્રિમિનલ હોય તો વોટ કોને કરવો તો, તમારી આ સમસ્યાનું નિરાકરણ સુપ્રીમ કોર્ટે કરી દીધું છે.
ટેક્નોલોજી પણ ટ્રાન્પરેન્સીમાં ઘણું કામ લાગે છે. અહીંના પ્રેઝન્ટેશન જોઇને લાગ્યું કે, આ દેશના યુવાનોને બેઇમાની પસંદ નથી, બે કામ ઓછા થશે તો ચાલશે પણ બેઇમાની નહીં.

જે હાઇવે ગુજરાતની ચેકપોસ્ટ છે તેનાથી બે કિમી દૂર મહારાષ્ટ્ર ચેકપોસ્ટ છે. જેટલું રેટ ગુજરાતનું છે તેટલું રેટ મહારાષ્ટ્રમાં છે પરંતુ બે વર્ષમાં ગુજરાતની આવક 600 કરોડ વધારે છે અમે ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે અને માનવ દખલ ઓછી કરી છે.

હું મુખ્યમંત્રી બન્યો ત્યાર બાદ ભૂકંપનું કામ આવ્યું, ત્યારે હું લોકોને મળ્યો, મોટો પડકાર હતો, ઘણી બરબાદી થઇ હતી, ત્યારે મે સમાજના લોકોને મળ્યો અને તેમની સમસ્યાઓ જાણી, એક ગ્રુપે મને જણાવ્યું કે, અમે તંગ આવી ગયા છીએ કે છેલ્લા પચાસ વર્ષ નેતા અને સરકારી કચ્છ આવે છે ત્યારે સીમાવર્તી વાતો અને પાકિસ્તાન અંગે વાતો કરે છે, મહેરબાની કરીને તમે આ મુદ્દાઓ સિવાય વિચારો એક નવો વિચાર મળશે. મે આખી રાત વિચાર્યું અને ત્યારબાદથી મે વિચાર્યું કે હું માત્ર કચ્છના વિકાસની દિશામાં વિચારીશ. સમૃદ્ધ દેશને પણ આવી સ્થિતિમાંથી બહાર નિકળતાં સાત વર્ષ લાગે જ્યારે કચ્છ માત્ર ત્રણ વર્ષમાં જ બહાર આવી ગયું હતું. આટલા મોટા સંકટ પછી કચ્છને બહાર કાઢી શકાય છે તો મારો વિશ્વાસ વધી ગયો કે, સમસ્યાનું નિરાકરણ અમારી પાસે છે, બસ એ દિશામાં વિચારવાની જરૂર છે.

ગરીબ પરિવારમાંથી રાજકારણમાં કેવી રીતે આવું, તો તમે એ ચિંતા છોડી દો, એક વાત જરૂરી છે, તમારો તમારી જાત પર ભરોસો હોવો જોઇએ, મારા પરિવારમાં રાજકારણનો ર પણ માલુમ નથી. મારું બેગ્રાઉન્ડ પણ સામાન્ય ગરીબ પરિવારનું છે. હું નાનપણ રેલવેના ડબ્બામાં ચા વેચતો હતો અને આજે તમારી સામે ઉભો છું. અને તેથી તમે એ ચિંતા છોડી દો કે તમારું બેગ્રાઉન્ડ છે, જો તમારા દિલમાં દેશ અને સમાજ માટે કંઇ કરવાની ખેવના છે તો નીકળી પડો રસ્તો આપોઆપ મળી જશે. પરંતુ લેવું મેળવવું એવું વિચારીને નિકળશો તો કઇ નહીં મળે પરંતુ આપવાની ખેવનાથી આગળ વધશો તો વિશ્વ તમારા પગ ચુમશે.

સેક્યુલારિઝમની ડેફિનેશન શું છે, મારી ડેફિનેશન છે, નેશન ફર્સ્ટ ઇન્ડિયા ફર્સ્ટ, અમે જે નિર્ણય કરીએ એ ભારત માટે ફાયદાકારક છે તે તેનાથી મોટું સેક્યુલારિઝમ એકપણ નથી. ગરીબ ગરીબ હોય છે તે મંદિરમાં જાય કે મસ્જિદમાં તેનાથી ફેર નથી પડતો, તેને શિક્ષા અને રોજગારી જોઇએ અને એ જ ધર્મ હોય છે. સરકારનો એક જ ધર્મ હોય છે અને તે છે ઇન્ડિયા ફર્સ્ટ.

તેથી કેટલાક લોકો માટે સેક્લુયારિઝમ ભોળા લોકોની આખોમાં ધૂળ ઝોકી રહ્યાં છે, પરંતુ હવે તે નહીં ચાલે. પ્રધાનમંત્રી વિમાનમાં ડાયલોગ મારી રહ્યાં હતા પણ તેમને માલુમ નથી કે આ 80ના દશકાના ડાયલોગ છે અને આ 21મી સદી છે, નવયુવાનોએ પોતાનું ભવિષ્ય છે અને લોકોની માંગ છે. કહીં દીધું તેમણે કહેતા રહો. દેશ ઘણો આગળ નિકળી ગયો છે, જનતાને મુર્ખ બનાવનારાને લોકો ઓળખી ગયા છે.

અહીં મહિલા એમ્પાવરની ચર્ચા થઇ રહી હતી, જ્યાં સુધી આપણે માતા-બહેનોને આર્થિક સત્તા નહીં આપીએ ત્યાં સુધી મહિલા એમ્પાવર નહીં આવે. ડિસિઝન મેકિંગમાં તેનો અવાજ હોવો જોઇએ. આપણા દેશના વિકાસમાં આ 50 ટકાને ભાગીદાર બનાવીશું તો દેશ ઘણો આગળ વધી જશે. આપણે ત્યાં ઘણી બાબતો છે તેને કરવા માટે કોઇ રોકેટ સાયન્સની જરૂર નથી.

એકવાર પ્રધાનમંત્રી સાથે મારી વાત થઇ રહી હતી, મે કહ્યું જેએનયુઆરએમ ચાલે છે તેને નેક્સ્ટ જનરેશન અંગે વિચારવું જોઇએ, તેમણે કહ્યું તમે શું વિચારો છો, મે કહ્યું આપણે આખા દેશમાં 500 શહેરોમાં સોલિડ મેનેજમેન્ટમાં આધુનિક રીતે કામ કરીએ, દરેક મોટા શહેરોની આસપાસના ગામો શાકભાજીની ખેતી કરતા હશે, આપણે આ ફલ્ટિરાઇઝર તેમને આપવું જોઇએ અને તેમને ઓર્ગેનિક માટે તૈયાર કરવા જોઇએ અને તેના કારણે સબસીડી ઓછી થઇ જશે.

તેમણે બાદમાં કહ્યું તમે મને એક રીપોર્ટ બનાવી દો, અમે રીપોર્ટ બનાવી, તે પ્લાનિંગ કમિશનને બતાવી અમે બતાવતા બતાવતા થાકી ગયો, ત્યારબાદ તેઓ કરે કે ના કરે અમે ગુજરાતમાં તે કર્યું, વેસ્ટ વોટરની ટ્રીટમેન્ટ કરીને અમે હેલ્થ સેક્ટરમાં ઘણી મદદ કરી શકીએ છીએ. કુપોષણમાં પણ મદદ થશે કારણ કે આસપાસના ગામોમાંથી શાકભાજી આવશે.

મને એકવાર એક પત્રકારે પૂછ્યું હતું કે ચૂંટણી વહેલી આવશે, તે વહેલા આવશે કે નહીં તેનો નિર્ણય તો કરવો પડે ને. જે સરકાર નિર્ણય ના કરવા માટે જાણીતી હોય ત્યાં કોઇ નિર્ણય થશે તે અંગે વિચારવું જ ખોટું છે. લોકતંત્રમાં આપણા દેશના યુવાનોની ભાગીદારીની શરૂઆત વોટર રાઇટ્સથી થાય છે. 18 વર્ષની ઉમરે મતનો અધિકાર મળવો એ મોટી ઘટના છે.

આ સાથે જ મોદીએ કહ્યું કે તમે જો કંઇક કરવા માગતા હોવ અને તમારા પાસે કોઇ વિચાર હોય તો ઇન્ડિયા 272 પ્લસ પર આપવામાં આવેલા ડિબેટ ફોરમ પર તમારા વિચારો આપો. વિકાસને આગળ વધારવા માટે આપણે બધા એક થઇએ અને એ જરૂરી છે.

English summary
Narendra Modi speaks at the Finale of Manthan organized by CAG
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X