For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઝારખંડમાં પીએમ મોદી બોલ્યાઃ કોંગ્રેસ માટે ખેડૂતો મતબેંક, અમારા માટે અન્નદાતા

શનિવારે ઝારખંડ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે.

|
Google Oneindia Gujarati News

શનિવારે ઝારખંડ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ખેડૂતોની ખરાબ પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવ્યા છે. પલામુમાં ઘણી પરિયોજનાઓના શિલાન્યાસ બાદ રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે કોંગ્રેસે જો વ્યવસ્થિત કામ કર્યુ હોત તો આજે ખેડૂત હેરાન ન હોત, તેને દેવુ લેવાની જરૂર ના પડત. કોંગ્રેસે સતત ક્યારેક દેવામાફી તો ક્યારેક અન્ય રીતોથી ખેડૂતોને લલચાવવાનું કામ કર્યુ, તેમના સારા માટે કામ ન કર્યુ.

pm modi

મોદીએ કહ્યુ, કોંગ્રેસ માટે ખેડૂત માત્ર મતબેંક છે પરંતુ અમારા માટે ખેડૂત અમારા અન્નદાતા છે, કોંગ્રેસ અને ભાજપમાં આ જ અંતર છે. કોંગ્રેસની સરકારોએ સમય રહેતા ખેડૂત હિતોની પરિયોજનાઓ પૂરી કરી દીધી હોત તો આજે ખેડૂતોને દેવુ લેવાની જરૂર ના પડત. પહેલા કોંગ્રેસ સરકારોએ ખેડૂતોને દેવુ લેવા પર મજબૂર કર્યા અને આજે કોંગ્રેસ દેવામાફીના નામ પર ખેડૂતોને ભટકાવી રહી છે. કોંગ્રેસે માત્ર પરિયોજનાઓને લટકાવવાનું કામ કર્યુ પરંતુ જ્યારથી અમારી સરકાર આવી છે, અમે સતત ખેડૂત અને સામાન્ય જનતા માટે કામ કરી રહ્યા છે.

pm modi

મોદીએ કહ્યુ કે ઉજ્જવળ ભવિષ્ય માટે દેશના ખેડૂતોને શક્તિશાળઈ બનાવવાની દિશામાં અમે આગળ વધી રહ્યા છે. અમે ખેડૂતો અને દેશની સેવાને પોતાનો ધર્મ માનીને કાર્ય કરી રહ્યા છે. વચ્ચેથી બજાર સુધી નવી વ્યવસ્થા ઉભી કરીને અમે ખેડૂતોને સશક્ત કરી રહ્યા છે. પહેલાની યોજનાઓ જે નામોના આધાર પર ચાલી તે આજે જમીન પર દેખાતી નથી. અમારી સરકાર નામના ઝઘડાઓમાં નહિ પડીને કામ કરવામાં વિશ્વાસ રાખે છે. અમારી સરકારમાં દલાલો અને વચેટિયાઓની કોઈ જગ્યા નથી.

અમે સરકારની યોજનાઓને લાભાર્થીઓના ખાતાઓમાં સીધા પૈસા જમા કરીને પારદર્શક અને ઈમાનદાર કામ કરી રહ્યા છે. પોતાની સરકારના સારા કામ કરવાનો દાવો કરતા મોદીએ કહ્યુ કે જ્યારે દેશમાં રિમોટ કંટ્રોલની સરકાર હતી તો તેમણે પાંચ વર્ષમાં ગામોમાં માત્ર 25 લાખ ઘર બનાવ્યા હતા અને અમે પાંચ વર્ષથી પણ ઓછા સમયમાં 1 કરોડ 25 લાખ ઘર બનાવી દીધા છે. પહેલા જે ઘર મળતા હતા તેમાં માત્ર ખાલી ચાર દિવાલો હતી પરંતુ હવે જે ઘર મળી રહ્યા છે તેમાં તમામ મૂળભૂત સુવિધાઓ છે જે એક પરિવાર માટે જરૂરી હોય છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઝારખંડના પ્રવાસ પર છે. અહીં તેમણે મેદનીનગરમાં ઉત્તર કોયલ (મંડલ ડેમ) પરિયોજના સહિત છ પરિયોજનાઓની આધારશિલા મૂકી છે. આ યોજનાઓ પર 25,202 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાનો છે.

આ પણ વાંચોઃ મનમોહન સિંહને 'ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ગણાવવા પર શિવસેનાએ આપ્યું મોટું નિવેદનઆ પણ વાંચોઃ મનમોહન સિંહને 'ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' ગણાવવા પર શિવસેનાએ આપ્યું મોટું નિવેદન

English summary
narendra modi speech in jharkhand palamu lays foundation stone various development projects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X