For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોલાપુરમાં મોદીઃ અમે સમસ્યાઓ ઉકેલવાનું વચન આપ્યુ હતુ અને તે કરીને બતાવ્યુ

મહારાષ્ટ્રના સોલાપુરમાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ક્ષેત્ર માટે તેમણે કામ કરવાનું વચન આપ્યુ હતુ અને તેમણે કામ કરીને બતાવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રના સોલાપુરમાં બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને કામોને લટકાવનારી પાર્ટી અને ભાજપને કામ કરનારી પાર્ટી ગણાવી. રેલીને સંબોધિત કરતા મોદીએ કહ્યુ કે ક્ષેત્ર માટે તેમણે કામ કરવાનું વચન આપ્યુ હતુ અને તેમણે કામ કરીને બતાવ્યુ છે. તેમણે કહ્યુ કે અમે વિજળી, રસ્તા અને પાણીની સમસ્યા ઉકેલવાનું વચન આપ્યુ અને અમે તેના પર કામ કરીને બતાવ્યુ. સોલાપુરમાં લગભગ 3,168 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન બાદ જનસભાને સંબોધતા પીએમ મોદીએ આ વાત કહી.

pm modi

પીએમ મોદીએ કહ્યુ, ગઈ વખતે જ્યારે હું સોલાપુર આવ્યો હતો તો મે કહ્યુ હતુ કે અહીંની વિજળી, રસ્તા અને પાણીની સમસ્યા ઉકેલવા માટે પ્રયાસ કરવામાં આવશે અને આજે મને ખુશી છે કે આ દિશામાં અનેકો કાર્ય કરવામાં આવી રહ્યા છે. નવા ભારતમાં નવી વ્યવસ્થાઓના નિર્માણનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધો છે. જે સ્તર પર અને જે ગતિએ દેશમાં કામ થઈ રહ્યુ છે તેનાથી સામાન્ય જીવન સરળ બનાવવામાં પણ ઝડપ આવી છે.

pm modi

નાગરિકતા બિલ પર પીએમ મોદીએ રેલીમાં કહ્યુ કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા મા ભારતીના પુત્રો-પુત્રીઓ, ભારત માતાની જય બોલનારા લોકો માટે ભારતની નાગરિકતાનો રસ્તો સાફ થઈ ગયો છે. સવર્ણોને અનામત પર મોદીએ કહ્યુ કે કાલે લોકસભામાં એક ઐતિહાસિક બિલ પાસ થયુ. સામાન્ય વર્ગના ગરીબોને 10 ટકા અનામત પર મહોર લગાવીને સબકા સાથ સબકા વિકાસના મંત્રને વધુ મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યુ. દરેક વર્ગને આગળ વધવાનો મોકો મળે અને અન્યાયની ભાવના ખતમ થાય એ સંકલ્પ સાથે અમે જનતાના ઉજ્વળ ભવિષ્ય માટે સમર્પિત છે. દેશમાં અનાંતના નામે અમુક લોકો દ્વારા જૂઠ ફેલાવવામાં આવતુ હતુ કે દલિતો, પછાત અને આદિવાસીઓને મળેલ અનામત ઘટાડી દેવામાં આવશે પરંતુ અમે કશુ ઘટાડ્યા વિના જ વધુ 10 ટકા આપીને બધા સાથએ ન્યાય કરવાનું કામ કર્યુ છે.

મોદીએ સોલાપુરમાં લગભગ 3,168 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ કર્યો છે. મોદીએ પ્રધાનમંત્રી આવાસીય યોજના હેઠળ 1811.33 કરોડની આવાસીય પરિયોજનાની આધારસ્તંભ મૂક્યો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 211 (નવો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 52) પર સોલાપુર ઉસ્માનાબાદ ખંડમાં ફોર લેન રસ્તાનું ઉદઘાટન કર્યુ. આ ઉપરાંત પણ ઘણી વિકાસ યોજનાઓનું ઉદઘાટન પ્રધાનમંત્રીએ કર્યુ.

આ પણ વાંચોઃ આર્મી ચીફ જનરલ રાવતે કહ્યુ સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓને મળી રહી છે ફંડિંગઆ પણ વાંચોઃ આર્મી ચીફ જનરલ રાવતે કહ્યુ સોશિયલ મીડિયા દ્વારા આતંકીઓને મળી રહી છે ફંડિંગ

English summary
Narendra Modi speech in Solapur Maharashtra after lays foundation development projects
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X