કોંગ્રેસે દેશમાં કૌભાંડોની નવી ABCD બનાવી છે : નરેન્દ્ર મોદી
જયપુર, 10 સપ્ટેમ્બર : રાજસ્થાનમાં ભાજપ દ્વારા આયોજિત અને છેલ્લા પાંચ મહિનાથી ચાલી રહેલી સુરાજ સંકલ્પ યાત્રાનો સમાપન સમારોહ આજે જયપુર ખાતે યોજાયો હતો. આ સમાપન સભામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદીની હાજરીથી સભામાં ચાર ચાંદ લાગી ગયા હતા. તેમના ભાષણથી તેઓ છવાઇ ગયા હતા. તેમની એક ઝલક મેળવવા માટે લોકોએ પડાપડી કરી હતી. તેમના આગમન સાથે "નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ"ના નારા લગાવ્યા હતા. આ સમારંભમાં બાજપના નેતાઓ, લાખો કાર્યકરો અને સમર્થકો તથા સામાન્ય જનતા ઉપસ્થિત રહી હતી.
નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહના આગમન બાદ તેમના સ્વાગત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ વસુંધરા રાજેએ બોલવાનું શરૂ કર્યું હતું.આ સભામાં રાજસ્થાન ભાજપના વસુંધરા રાજે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, ગુલાબચંદ કટારિયા ઉપરાંત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
કોંગ્રેસે દેશમાં કૌભાંડોની નવી ABCD બનાવી છે...
A for AdarshScam
B for BoforsScam
C for CWGScam
D for Damad Ka Karobar

કોંગ્રેસની નવી એબીસીડી
નરેન્દ્ર મોદીએ આપી કોંગ્રેસની નવી એબીસીડી
A for AdarshScam
B for BoforsScam
C for CWGScam
D for Damad Ka Karobar

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- ત્રણવાર ભારત માતાની જય બોલાવી
- મારું સૌભાગ્ય કે વિરાટ સભાને સંબોધવાનું મને સૌભાગ્ય મળ્યું
- રાજસ્થાનની જનતાના મિજાજે કરવટ બદલી છે તેનો આનંદ છે
- આ ભીડ દર્શાવી રહી છે કે રાજસ્થાનની ધરતી પર પરિવર્તનની આંધી આવી છે
- શાસ્ત્રોમાં કહેવાય છે કે કોઇ વ્યક્તિ યાત્રા કરીને આવે છે તેને આપણે પ્રણામ કરીએ છીએ તો યાત્રાનું અડધું પુણ્ય આપણને મળે છે. હું ગુજરાતથી તેમને પ્રણામ કરવા આવ્યો છું. વસુંધરાજીએ તપસ્યા કરી છે. તેમણે રાજસ્થાનની યાત્રા કરીને વાસ્તવિકતા લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- લોકોએ પોતાના સુખ અને દુ:ખની વાતો વસુંધરાજીને કરી છે
- ભાજપમાં ફ્રી મેમ્બરશિપ નથી હોતી, પાર્ટી માટે કામ કરવું પડે છે
- ગહેલોત કહે છે કે હું ઝેર પી પીને કામ કરી રહ્યો છું, જયપુરની ધરતીમાં એવું તે શું કે કોંગ્રેસને ઝેરની યાદ આવે છે, ઝેર જ ઝેરને મારે છે. ભ્રષ્ટાચારને હટાવવાની તાકાત આ ઝેરમાં હશે તેથી જ કોંગ્રેસને ઝેરની યાદ આવે છે
- લોકો મને કહે છે કે છેલ્લા પાંચ વર્ષમાં અમે જે ભૂલ કરી છે તે અમે સુધારીશું
- આજે બે મોટા નામ ભાજપમાં જોડાયા છે, દીયા કુમારજી અને રાજવર્ધન રાઠોડ બંનેનું હું સ્વાગત કરું છું

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- કોંગ્રેસને સવાસો કરોડ દેશ પાર્ટીની પરવા નથી, ભાજપ દેશ ભક્તિમાં લીન છે
- વડાપ્રધાનજી જી20 સમિટમાં હતા. પાછા આવ્યા બાદ દેશનો શું પક્ષ મુક્યો, કયા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવ્યા તે અંગે દેશની જનતાને કોઇ માહિતી આપવામાં ના આવી. પરંતુ પાછા આવીને વડાપ્રધાને પોતાના નવા બોસનું નામ આગળ કર્યું. તેઓ દેશને કોઇ બાબત બતાવવા માંગતા નથી.
- કોંગ્રેસ સરકાર જવાબદાર સરકાર નથી

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- કોંગ્રેસ સરકારના પાંચ વર્ષના કારનામા જોજો, તેઓ પ્રથમ વર્ષો પોતાના વિરોધીઓનો હિસાબ ચૂકતે કરે છે, તેમને સજા કરે છે. બીજા વર્ષો તેઓ પ્રજાને લૂંટવાનું આયોજન કરે છે. છેલ્લા વર્ષમાં જનતાને વહેંચવામાં કરે છે.
- ભ્રષ્ટાચાર કોંગ્રેસના ઘરેણાં છે
- કોંગ્રેસના રાજમાં ભારતને ભ્રષ્ટાચારમુક્ત કરવાનું સપનું સાકાર થઇ શકે એમ નથી. દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા કોંગ્રેસને સંપૂર્ણ રીતે જાકારો આપો
- કોંગ્રેસ પાસે નેતા, નીતિ, નૈતિકતા અને હિંમત નથી

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- દેશમાં રૂપિયાના મૂલ્યને સૌથી વધારે સમજવાની તાકાત ગુજરાતીઓ અને મારવાડીઓ પાસે છે, પણ આજે રૂપિયો હોસ્પિટલમાં છે.
- કોંગ્રેસ સામે બે પ્રશ્નો છે રૂપિયાનું અવમૂલ્યન અટકાવી શકાશે અને સરકારને પડતી બચાવી શકાશે?
- કોંગ્રેસનો બીજો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ દેશની છબી બચાવે કે પોતાની? દુ:ખ સાથે કહેવું પડે છે કે કોંગ્રેસ પોતાની છબી બચાવવામાં પડી છે.

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- રાજસ્થાન પાસે 40 ટકા મતદારો યુવાનો છે તે દેશની દિશાને નવી ગતિ આપી શકે છે.
- કોંગ્રેસ અટલથીના માર્ગ પર ચાલી શકવા સક્ષમ નથી પણ અટલજીએ બનાવેલા માર્ગને પણ દુરસ્ત રાખ્યો નથી
- કોંગ્રેસ માટે યુથ વોટર છે, અમારા માટે યુથ શક્તિ છે. દેશની શક્તિ છે. અમે તેમના પુજારી છીએ.
- રાજસ્થાન, દિલ્હીમાં કોંગ્રેસને ઉખાડી ફેંકવાની આંધી ચાલી રહી છે
- કાર્યકર્તાઓ પૂરી તાકાત લગાવે છે ત્યારે વિશ્વાસ વિજયમાં પરિવર્તીત થાય છે

રાજનાથ સિંહના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- પાંચ જવાબદારી : સુરક્ષા, શિક્ષણ, રોજગાર, વીજળી, પાણી, રોડ વ્યવવ્થા ઉભી કરાવવી
- રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પાંચ જવાબદારીઓ નીભાવવામાં નિષ્ફળ
- રાજસ્થાનને સુવ્યવસ્થિત રીતે ચલાવી શકનાર એક માત્ર નેતા વસુંધરા રાજે છે

રાજનાથ સિંહના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- ભારતમાં કોંગ્રેસની સરકારે ભ્રષ્ટાચાર, ગરીબી, બેરોજગારી વધારી છે
- કોંગ્રેસની સરકારે બેરોજગારી વધારી અપરાધીઓને જન્મ આપ્યો છે
- વડાપ્રધાન મનમોહન સિંહ પ્રભાવહીન બન્યા છે
- કોંગ્રેસની સરકારના નિર્ણયો વડાપ્રધાન નહીં પણ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી લે છે

વસુંધરા રાજેના ભાષણના મુખ્ય મુદ્દાઓ
- ગુજરાત, મધ્યપ્રદેશ અને છત્તીસગઢને જુઓ અને પાંચ વર્ષમાં રાજસ્થાન ક્યાં પહોંચ્યું છે તે જુઓ
- અશોક ગહેલોતના શાસનમાં તમામ સ્તરે રાજસ્થાન પાછું પડ્યું છે
- ભાજપના કાર્યકરો ઠેર ઠેર ગહેલોત સરકારની નિષ્ફળતાની વાત પહોંચાડશે
- અમારી સરકાર રહી હોત તો અમે 24 કલાક વીજળી આપી હોત
- ગહેલોત સરકાર પાણીનું સંકટ દૂર કરવામાં નિષ્ફળ
- ભાજપની સરકાર આવશે તો દરેક સમુદાય અને દરેક વર્ગને સાથે લઇને વિકાસ કરવામાં આવશે.

- કોંગ્રેસ માટે યુથ વોટર છે, અમારા માટે યુથ શક્તિ છે. દેશની શક્તિ છે. અમે તેમના પુજારી છીએ

ભાજપના નેતા ગુલાબચંદ કટારિયાએ રાજસ્થાન સરકાર પર લગાવ્યા આરોપો
- ઊંચો બેરોજગારી દર
- વસુંધરા રાજે સરકારે તૈયાર કરેલી ઠોસ નીતિઓનો કચ્ચરઘાણ અશોક ગહેલોત સરકારે બોલાવ્યો
- અનેક મોરચે કોંગ્રેસની અશોક ગહેલોત સરકાર રાજસ્થાનમાં નિષ્ફળ
- ગહેલોત સરકારે રાજસ્થાનની આર્થિક સ્થિતિ કંગાળ બનાવી
- રાજ્યમાં ગહેલોત સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી
- ગરીબોનું શોષણ વધ્યું
<center><center><center><center><center><center><center><center><iframe width="600" height="338" src="//www.youtube.com/embed/cGoOrw--A-k" frameborder="0" allowfullscreen></iframe></center></center></center></center></center></center></center></center>