નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા, નહેરૂના રેકોર્ડની બરાબરી કરી
નરેન્દ્ર મોદીએ આખરે ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા છે. આ સાથે જ આઝાદી બાદ નહેરૂ પછી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનારા ત્રીજા નેતા બન્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાઈ રહેલા સમારોહમાં પડોશી દેશોના નેતાઓ અને મહાનુભાવો સહિત 8,000 થી વધુ લોકો હાજરી આપી રહ્યા છે.

જણાવી દઈએ કે, આ વખતે નરેન્દ્ર મોદી પહેલી વખત સહયોગીઓના ભરોશે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ સરકાર કેવી રીતે ટર્મ પુરી કરશે તે પણ જોવુ રહેશે.
આ લોકસભા ચૂંટણીમાં ભાજપને માત્ર 240 સીટો મળી છે, જો કે એનડીએને બહુમતી મળી છે. આવી સ્થિતિમાં આ વખતે મોદી 3.0ની કેબિનેટમાં પણ ફેરફાર રહેશે.












Click it and Unblock the Notifications
