ચૂંટણી પછી ખબર પડી જશે કોણ છે સાચો ‘TIGER’: મોદી

Google Oneindia Gujarati News

કોલકતા, 4 મેઃ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યં કે દીદી ઘુસણખોરોની રક્ષા કરવામાં લાગેલા છે. મોદીએ મમતા પર હુમલો કરતા કહ્યું કે દીદીના શાસનકાળમાં અહીની મહિલાઓ પર ઘણો અત્યાચાર થયો છે. તેમણે કહ્યું કે નવરાત્રીના સમયે ગુજરાતમાં મહિલાઓ મોડી રાત સુધી કોઇપણ ભય વગર ફરે છે.

mamata-banerjee-narendra-modi
નરેન્દ્ર મોદીની રેલીને સંબોધિત કરતા કહ્યું કે હજુ તો દીદી કાગળના વાઘને જોઇને ડરી ગયા છે, પરંતુ સાચો વાઘ જોયા બાદ તેમના શું હાલ થશે? મોદીએ એમ પણ કહ્યું કે મમતાએ છેલ્લા કેટલાક વર્ષોમાં બંગાળની જનતાને માત્ર લૂંટવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે બંગાળ એ જ રાજ્ય છે, જે આઝાદી બાદથી દેશને ચલાવવાનું કાર્ય કરતા હતા, પરંતુ આજે દેશ માત્ર ઘુસણખોરોની સુરક્ષા કરવામાં લાગેલા છે.

લોકસભા ચૂંટણી 2014 દરમિયાન ભલે નેતાઓ કહી રહ્યાં છેકે તે વ્યક્તિગત હુમલા જ કરી નથી રહ્યાં પરંતુ નિવેદનોથી સ્પષ્ટ જાણવા મળી રહ્યું છેકે કદાચ હવે વ્યક્તિગત હુમલાઓથી જનતાને પોતાની તરફ ખેંચવું નેતાઓ માટે મુશ્કેલ થઇ રહ્યું છે. વાત પછી નરેન્દ્ર મોદીની હોય કે પછી મમતા બેનર્જીની બન્ને જ એક બીજા પર હવે વ્યક્તિગત હુમલાઓ કરતા ગભરાય રહ્યાં છે. મોદીએ રેલીને સંબોધિત કરતી વખતે એમ પણ કહ્યું કે, બંગાળમાં મહિલાઓ સુરક્ષિત નથી, કારણ કે દીદી ઘુસખોરોની સુરક્ષામાં લાગેલા છે. મોદીએ એમ પણ કહ્યું કે તમે મને 300 કમળ આપો અને દિલ્હીથી બંગાળની જનતાનો વિકાસનો માર્ગ હું પૂરો પાડીશ.

English summary
Narendra Modi takes on Mamata Banerjee over Saradha chit fund scam. He said to west bengal people that give 300 lotus and i will run this country very safely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X