રાષ્ટ્રીય પરિષદ: આજે નરેન્દ્ર મોદી ભણાવશે 'સુશાસન'ના પાઠ

શનિવારે ભાજપાની રાષ્ટ્રીય કાર્યકારણીમાં નરેન્દ્ર મોદીને જબરજસ્ત સમર્થન મળ્યું હતું. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહે તેમને 'લોકપ્રિય મુખ્યમંત્રી'ના ખિતાબથી નવાજ્યાં હતા. રાજનાથ સિંહે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં સતત ત્રીજીવાર મળેલી સફળતાથી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને ગર્વ છે. પાર્ટીએ એક વ્યક્તિના નેતૃત્વમાં આ પ્રકારની સફળતા પહેલાં ક્યારેય જોઇ નથી. આ ભાજપમાં એક નવો ઇતિહાસ છે. લગભગ 4,000 પ્રતિનિધીઓ વાળી ભાજપા રાષ્ટ્રીય પરિષદની બેઠકમાં મંચ પર બેઠેલા રાષ્ટ્રીય નેતાઓએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી ઉપરાંત તેમને ખાસ સ્થાન પણ આપ્યું હતું.
બેઠકમાં નરેન્દ્ર મોદી વિશે પાર્ટીના વલણથી સ્પષ્ટ સંકેત મળવા લાગ્યા છે કે નરેન્દ્ર મોદીને જલદી જ મોટી ભૂમિકા સોંપવામાં આવી શકે છે. આ વાતની ચર્ચાઓ તેજીથી વધી રહી છે નવી સંસદીય બોર્ડમાં નરેન્દ્ર મોદીને સ્થાન મળી શકે છે. જો આવું થયું તો વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીની દાવેદારીને મદદ મળી શકે છે.












Click it and Unblock the Notifications
