ઘુસણખોરોને ત્યાં જ મોકલીશું, જ્યાંથી તે આવ્યા છે: મોદી

Posted By:
Subscribe to Oneindia News

સિલચર, 22 ફેબ્રુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે આ વખતે દેશમાં વિકાસનો સૂર્યોદય અરૂણાચલ પ્રદેશથી થશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતનો અરૂણાચલ પ્રદેશ સાથે ગાઢ સંબંધ છે. પોતાના ભાષણ દરમિયાન નરેન્દ્ર મોદીએ નીડો તાનિયાની મોતનો ઉલ્લેખ કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ જનતાને પ્રશ્ન કર્યો હતો કે આસામને કોણે લૂંટ્યું? આસામને કોણે બરબાદ કર્યું? આસામની પડોશમાં બાગ્લાદેશ છે અને ગુજરાતની પડોશમાં પાકિસ્તાન. બાંગ્લાદેશીઓના લીધી આખું આસામ પરેશાન છે અને મારા લીધે આખું પાકિસ્તાન પરેશાન છે.

નરેન્દ્ર મોદીએ પ્રશ્ન કર્યો હતો કે બાંગ્લાદેશમાંથી તગેડવામાં આવતાં હિન્દુ લોકો ક્યાં જશે? જે ગઇકાલ સુધી તેમનું હતું, આજે ત્યાંથી જ તેમને ભગાડવામાં આવે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે બાંગ્લાદેશી ખુસણખોરીની મોટી સમસ્યા છે જેના લીધે હિન્દુઓને ભારે સમસ્યાનો સામનો કરવો પડે છે. નરેન્દ્ર મોદીએ ભીડને પૂછ્યું હતું કે બાંગ્લાદેથી જે ઘુસણખોરો આવ્યા છે, તેમને બહાર મોકલી દેવા જોઇએ કે નહી.

બાંગ્લાદેશથી બે પ્રકારના લોકો આવ્યા છે. એક પ્રકારના લોકો રાજકારણ અંતગર્ત આવ્યા છે, બીજા એવા લોકો છે જેમને બાંગ્લાદેશમાં જીવવું મુશ્કેલ કરી દિધું છે. તેમની બહેન બેટીઓની ઇજ્જતની સુરક્ષા નથી. શું દોષ છે બાંગ્લાદેશમાં રહેનાર તે લોકોનો જેમનું બધુ લુંટાઇ જાય છે, તેને તગેડી દેવામાં આવે છે. તે હિન્દુ જશે તો ક્યાં જશે.

બાંગ્લાદેશમાંથી તગેડવામાં આવતાં હિન્દુઓનો બોજો ફક્ત આસામ પર કેમ લાદવામાં આવે છે. તેમને દેશના અલગ-અલગ ભાગોમાં વસવું જોઇએ, પરંતુ ત્યાંથી રાજકીય કારણોથી આવી રહેલા ખુસણખોરોને પરત મોકલી દેવા જોઇએ.

નરેન્દ્ર મોદીએ ખુલ્લો આરોપ લગાવ્યો હતો કે વોટબેંકના રાજકારણમાં ડૂબેલી આસામની સરકારે ડિટેંશન કેંપના નામ પર માનવાધિકારોનું હનન કરી રહી છે. આસામમાં કોંગ્રેસે કાવતરા હેઠળ લોકો પર ડી-વોટરનો થબ્બો લગાવ્યો છે.

નરેન્દ્ર મોદીએ આસામમાં ચાના બગીચાઓ પર બોલતાં કહ્યું હતું કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે તો ચાના બગીચામાં કામ કરનાર લોકોના વિકાસ માટે એક અલગ બોર્ડ બનાવવામાં આવશે અને તેમના વિકાસ પર ધ્યાન આપવામાં આવશે.

વિદેશ નીતિના મુદ્દે પ્રથમ વાર પોતાનું વલણ સ્પષ્ટ કરતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ચીનને પોતાની 'વિસ્તારવાદી માનસિકતા'ને છોડવા માટે કહ્યું હતું, સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે દુનિયાની કોઇ તાકાત ભારત પાસેથી અરૂણાચલ પ્રદેશને છીનવી નહી શકે.

ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'ચીન પોતાની વિસ્તારવાદી નીતિને છોડી દેવી જોઇએ અને બંને દેશોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે દ્રિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવું જોઇએ.'

તેમણે કહ્યું હતું કે ''અરૂણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને હંમેશા રહેશે. કોઇપણ શક્તિ તેને અમારાથી છીનવી શકશે નહી. અરૂણાચલ પ્રદેશના લોકોને ચીનના દબાણના ભયમાંથી આવવું ન જોઇએ.'

સિયાંગ નદી પાસે આયોજીત રેલીને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ''હું આ માટીની શપથ લઉં છું કે હું રાજ્યને ના તો સમાપ્ત થવા દઇશ અને ના તો તૂટવા કે ઝુકવા દઇશ.''

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારે કહ્યું હતું કે 'ચીને પોતાનું વલણ બદલવાની જરૂર છે. ચીનને પોતાની વિસ્તારવાદી માનસિકતાને છોડી દેવી જોઇએ અને વિકાસના એજન્ડાને આગળ વધારવો જોઇએ. દુનિયામાં ચારેતરફ વિકાસ પર ધ્યાન આપવમાં આવે છે.'

અરૂણાચલ પ્રદેશના લોકોની દેશભક્તિ ભાવનાની પ્રશંસા કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અહીં લોકોના લીધે અરૂણાચલ પ્રદેશ દેશનો અભિન્ન ભાગ બનેલો છે. તેમણે કહ્યું હતું કે 'અહીંના લોકો ખરેખર દેશભક્ત છે કારણ કે તે પોતાના સામેવાળાને 'જય હિન્દ' કહીને સંબોધિત કરે છે અને પુરી ઇમાનદારી સાથે સીમાની સુરક્ષા કરે છે. તેમને 1962માં ચીની આક્રમણના સમયનો આકરો જવાબ આપ્યો હતો અને કારગિલ યુદ્ધ દરમિયાન આ વિસ્તારના લોકોને સૈન્યકર્મીના રૂપમાં ભાગ લીધો હતો.

આ વિસ્તારના યુવક નિડો તાનિયાની દિલ્હીમાં 29 જાન્યુઆરીના રોજ હત્યાનો ઉલ્લેખ કરતાં નરેન્દ્ર મોદીએ યુપીએ સરકારને આ વિસ્તારના લોકોને ઓછા આંકવા પ્રત્યે સચેત કર્યા હતા. પૂર્વોત્તરના વિકાસ માટે ભાજપના મંત્રની વ્યાખ્યા કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અરૂણાચલ પ્રદેશ માટે વિકાસના '3એચ'મોડલને આગળ વધાર્યા જેમાં હર્બલ, હોર્ટિકલ્ચર અને હેંડીક્રાફ્ટનો સમાવેશ થાય છે. તેમને કહ્યું હતું કે આ 3એચ અહીના લોકો માટે તકો ઉભી કરશે.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'અરૂણાચલ પ્રદેશ દુનિયાની પર્યાવરણ રાજધાની બની શકે છે. આ કોઇપણ પ્રકારે સ્વિત્ઝરલેંડ કરતાં ઓછું નથી.' ક્ષેત્રના લોકોની આકાંશાઓ અને આશાઓને પૂરી કરવામાં નિષ્ફળ રહેલી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર નિશાન સાધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'ના તો રાજાશાહી અને ના તો જાતિવાદ દેશના હિતમાં છે. દેશના વિકાસથી જ ફાયદો થશે અને 2014ની ચૂંટણી વિકાસના મુદ્દે લડવામાં આવશે.''

નિડો તાનિયાની હત્યાનો ઉલ્લેખક કરતાં તેમણે કહ્યું હતું કે 'તમારે એવી સરકારની જરૂરિયાત છે જે દેશના કોઇપણ વિસ્તારના લોકોની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ હોય. રાજ્યમાં શિક્ષા અને યુવાનો માટે રોજગારની તકો નથી.' તેમણે કહ્યું હતું કે અટલ બિહારી વાજપાઇ સરકાર સમયે સિક્કિમ તથા પૂર્વોત્તરના વિકાસ માટે બજેટમાં વિશે જોઇગાઇ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે 'આ વિસ્તારમાં ફરી એકવાર કમળ ખીલશે.'

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

2014ની ચૂંટણીમાં કોંગ્રેસનું નામોનિશાન નહી રહે.

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

જે 60 વર્ષોમાં થયું નથી તે 60 મહીનામાં કરીશું

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નીડોની સાથે જે થયું તેના માટે દુખ થવું સ્વાભાવિક છે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

કોંગ્રેસ ભેદભાવનું રાજકારણ કરે છે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

ભાજપની સરકાર બનતાં જ આસામને ન્યાય મળશે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

કોંગ્રેસના અંતકાળનો આરંભ થઇ ગયો છે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

ઘુસણખોરોને ત્યાં જ મોકલીશું, જ્યાંથી તે આવ્યા છે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

કેન્દ્રમાં ભાજપની સરકાર બનતાં જ ચાના બગીચાઓમાં કામ કરતા કારીગરો માટે કામ કરીશ

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

ભરપૂર પ્રાકૃતિક સંપદા હોવાછતાં આસામ ગરીબ છે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

ભાજપની સરકાર બનતાં જ આસામને ન્યાય મળશે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

કોંગ્રેસે આસામને બરબાદ કરી દિધું છે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

ચૂંટણી બાદ આખો દેશ કોંગ્રેસ મુક્ત બની જશે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

કોંગ્રેસના લીધે આસામ બેહાલ છે

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

નરેન્દ્ર મોદીના ભાષણના મુખ્યઅંશો

ગુજરાતના લીધે આખું પાકિસ્તાન પરેશાન છે, બાંગ્લાદેશથી આસામ પરેશાન છે.

English summary
, arunachal pradesh, , china, નરેન્દ્ર મોદી, અરૂણાચલ પ્રદેશ, ભાજપ, ચીન

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.