For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારમાં 36 ટી સ્ટોલ પર રૂબરૂ થશે નરેન્દ્ર મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

પટના, 11 ફેબ્રુઆરી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગામી 12 ફેબ્રુઆરીના રોજ બિહારના 36 ચાના સ્ટોલો પર જામેલી ચોપાલ સાથે સીધા રૂબરૂ થશે તથા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચા વાળાઓ સાથે સીધી વાત કરશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મંગલ પાંડેએ જણાવ્યું હતું કે તેમની પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આગામી 12 ફેબ્રુઆરીને બિહારના 36 ચા સ્ટોલો પર જોમેલી ચોપાલ પર સીધા રૂબરૂ થશે તથા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ચાવાળાઓ સાથે સીધી વાત કરશે.

મંગલ પાંડે કહ્યું હતું કે 'ચા પર ચર્ચા' આ કાર્યક્રમ હેઠળ આગામી 12 ફેબ્રુઆરીના રોજ નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી બિહાર જે 36 સ્થળો પર વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમની ચાની દુકાન પર સામાન્ય લોકો સાથે વાત કરશે તેમાં 15 સ્થાન પટણા શહેરમાં છે.

namo-tea-stall

તેમને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં નરેન્દ્ર મોદી બિહારના બાકી જિલ્લાઓમાં પણ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 'ચા પર ચર્ચા' કાર્યક્રમમાં જોડાશે. મંગલ પાંડેએ જણાવ્યું હતું કે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ તથ સમાજના નબળા વર્ગો સાથે નરેન્દ્ર મોદીની સીધી મુલાકાત કરાવવાનો છો. ચાની ચુસ્કીઓ સાથે તે યુવાનો સાથે પણ ગુફ્તગૂ કરી શકશે અને બિહારની સ્થિતી વિશે માહિતગાર થશે.

English summary
Videoconference for administrative purposes in the government or corporate offices is not new to Bihar, but BJP's PM pick Narendra Modi would use it from Gujarat to forge direct contact with select tea vendors at 36 places in 16 cities and towns of the state on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X