મોદી-પ્રિયંકા વચ્ચે ‘નીચ રાજકારણ’ મુદ્દે વાકયુદ્ધ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 મેઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ ચૂંટણીમાં દરેક પ્રકારના કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. આ વખતે મોદીએ પછાત વર્ગના કાર્ડનો ઉપયોગ કરવાની સાથોસાથ પ્રિયંકા ગાંધી પર પલટવાર પણ કર્યો છે. પ્રિયંકા ગાંધી દ્વારા નરેન્દ્ર મોદીના રાજકારણને ‘નીચ રાજકારણ' તરીકે મુલવ્યા બાદ મોદીએ જવાબ આપતા ટ્વીટર પર કહ્યું છેકે સામાજીક રીતે હું નીચલા વર્ગમાંથી આવ્યો છું તેથી મારું રાજકારણ એ લોકો માટે ‘નીચ રાજકારણ' જ હશે. બની શકે છેકે કેટલાક લોકોની દ્રષ્ટી એ બાબતો પર નથી પડતી કે નીચલી જાતિઓનો ત્યાગ, બલિદાન અને પુરુષાર્થની દેશને આ ઉંચાઇ પર પહોંચાડવામાં મહત્વની ભૂમિકા છે.

narendra-modi-priyanka-gandhi-vadra
આ ‘નીચ રાજકારણ'ની ઉંચાઇ છેલ્લા 60 વર્ષોના કુશાસન અને વોટબેન્કના રાજકારણમાંથી ભારતને મુક્ત કરી ભારત માતાના કોટી-કોટી જનના આસું લુછશે. આ ‘નીચ રાજકારણ'ની ઉંચાઇ ભારત માતાને એક સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રના રૂપમાં વિશ્વમાં સ્થાન અપાવવાની શક્તિ ધરાવે છે.

નોંધનીય છેકે, અમેઠીમાં મોદીએ ગાંધી પરિવાર પર જોરદાર પ્રહારો કર્યા હતા, આ વખતે મોદીએ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને નિશાન બનાવ્યા હતા અને ગાંધી પરિવાર પર ગુસ્સાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

શું કહ્યું હતું પ્રિયંકા ગાંધીએ

નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રકારનું નિવેદન કરવામાં આવતા પ્રિયંકાએ તેનો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, તેમના શહિદ પિતાના અપમાનનો જવાબ ચૂંટણીમાં મળશે. નરેન્દ્ર મોદી નીચ રાજકારણ કરે છે. જેનો જવાબ કોંગ્રેસના કાર્યકર્તા આપશે. પ્રિયંકાએ કહ્યું હતું કે, અમેઠીની જનતા મોદીની આ હરકતને ક્યારેય માફ નહીં કરે. તેમના નીચ રાજકારણનો જવાબ મારા બુથ કાર્યકર્તા આપશે. અમેઠીના એક-એક બૂથ પરથી જવાબ આવશે.

English summary
Narendra Modi today hit back at Congress' Priyanka Gandhi Vadra, who had slammed him for what she described as "low-level politics" after he campaigned in Amethi, her brother Rahul's constituency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X