For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડાપ્રધાનના વીડિયોથી નીકળી ટૂરિઝમની કિરણ, એક મહિનામાં દસ ટકાનો વધારો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જૂન: ભાજપ અને નરેન્દ્ર મોદીનો રથ દેશના કયા હાઇવે પર કઇ ગતિથી દોડ્યો અને કયા ફેરફારો તરફ તેમની નજર પડી, તેનો ખુલાસો પોતે નરેન્દ્ર મોદીએ પોતાના અંદાજમાં કર્યો છે. મોદી સરકારનો એક મહીનો પૂરો થતા સૂચના અને પ્રસારણ મંત્રાલયે નરેન્દ્ર મોદીનો પહેલો વીડિયો રીલીઝ કર્યો છે, જેમાં ટૂરિઝ્મને દિશા આપવાની વાત કરવામાં આવી છે, જેને અત્યાર સુધીની સિદ્ધિઓમાં સામેલ કરવામાં આવ્યું છે.

મંત્રાલયે પોતાની યૂ-ટ્યૂબ ચેનલમાં લગભગ 5 મિનિટના આ વીડિયોમાં સરકારની એક મહીનાની સિદ્ધિયો તો ગણાવી છે, તેમાં એવો દાવો પણ કર્યો છે કે સરકારના એક મહીનામાં ગઇ વખતની સરખામણીએ 10 ટકા વધારે વિદેશી ટૂરિસ્ટ ઇન્ડિયા આવ્યા છે.

narendra modi
'સ્કિલ, સ્કેલ, સ્પીડ-નવી ગવર્નેંસના મંત્ર'ના નામે આ વીડિયો કોઇ ન્યૂઝ ચેનલના પેકેજની જેમ છે. તેમાં મોદીની શપથ ગ્રહણ સમારંભથી લઇને ભૂતાન પ્રવાસ સુધીની તમામ તસવીરો છે. સાથે જ વચ્ચે વચ્ચે નરેન્દ્ર મોદીના નિવેદન અને ભાષણો પણ છે. મોદી જે રીતે ન્યૂ મીડિયા અને સોશિયલ મીડિયા પર ભાર આપતા રહ્યા છે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે સરકારના એક મહીના પૂરા થવા પર તેમના જ અંદાજમાં આનો પ્રચાર કરવાની પધ્ધતિ નીકાળી છે.

કાળા નાણા પર ટાસ્ક ફોર્સથી લઇને જીઓએમ અને ઇજીઓએમ ભંગ કરવાને પણ મોદીની ઉપલબ્ધિઓ બતાવી છે. વીડિયોમાં આવનાર ટૂરિઝમની સારી એવી તસવીરો રજૂ કરવાની વાત પણ કરવામાં આવી છે. આની સાથે વીડિયોમાં એ તમામ તત્વો-તથ્યોને સિલસિલાબદ્ધ બતાવવામાં આવ્યા છે, જેમાં મોદી દેશ-દુનિયાનો પ્રવાસ કરીને વિકાસની યોજનાઓનો એક મેપ તૈયાર કર્યો છે.

English summary
Narendra Modi video praised tourism in 30 golden days.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X