તમિલનાડુમાં કરુણાનિધિને મળ્યા PM, આપ્યું દિલ્હીનું નિમંત્રણ

Written By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 નવેમ્બર અને સોમવારે તમિલનાડુની મુલાકાતે છે. તેમણે અહી તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી મુત્તુવેલ કરુણાનિધિની મુલાકાત કરી હતી. રાજકારણની રીતે જોતાં આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. સૂત્રો અનુસાર, આ મુલાકાત દરમિયાન પીએમ એ કરુણાનિધિને કહ્યું કે, તેઓ તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને પધારે અને આરામ કરે. આ સાથે જ પીએમ મોદીએ કરુણાનિધિના પુત્ર સ્ટાલિન સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલાં તેમણે તમિલ સમાચાર પત્રની 75મી વર્ષગાંઠના કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું.

Chennai

PM અને કરુણાનિધિની મુલાકાતનું રાજકીય મહત્વ

પીએમ નેરન્દ્ર મોદીએ કરુણાનિધિ સાથે કરેલ મુલાકાત ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. ડીએમકે તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મુલાકાત રાજકીય નહોતી. મુલાકાત રાજકીય ન હોય તો પણ રાજકીય રીતે જોતાં ખૂબ મહત્વપૂર્ણ છે. હાલ ભાજપ તમિલનાડુમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યું છે, ઓગસ્ટ માસમાં આ જ હેતુસર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ તમિલનાડુની મુલાકાત લીધી હતી. તમિલનાડુના રાજકારણમાં કદ વધારવામાં ભાજપને સૌથી વધારે મુશ્કેલી ત્યાંના સ્થાનિક પક્ષો ડીએમકે અને એઆઇએડીએમકે દ્વારા પડે છે. આથી આવી પરિસ્થિતિમાં પીએમ મોદીની ડીએમકેના પૂર્વ પ્રમુખ કરુણાનિધિ અને વર્તમાન પ્રમુખ સ્ટાલિન સાથેની મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ થઇ પડે છે.

PM મોદીનું સંબોધન

સમાચાર પત્ર થાંતીના કાર્યક્રમમાં સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે, વ્યાપક રીતે જોતાં મીડિયા સમાજને બદલવાનું એક માધ્યમ છે. આ જ કારણ છે કે, આપણે લોકતંત્રના ચોથા સ્તંભના રૂપમાં મીડિયાને જોઇએ છીએ. એક સમયે ભારત પર રાજ કરતી બ્રિટિશ સરકાર વર્નાક્યૂલર પ્રેસથી ડરેલી હતી. વર્ષ 1878માં વર્નાક્યૂલર પ્રેસ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. પ્રાંતીય ભાષામાં પ્રકાશિત થતા સમાચાર પત્રોનું ભૂમિકા આજે પણ ખૂબ મહત્વૂર્ણ છે. વિશ્વસનીયતા જાળવી રાખવા માટે મીડિયાએ પ્રયત્ન કરવો જોઇએ. મીડિયા સંગઠનો વચ્ચેની સ્વસ્થ પ્રતિસ્પર્ધા આપણા લોકતંત્ર માટે સારી છે.

M. Karunanidhi

તેમણે આગળ કહ્યું કે, સાર્વજનિક હિતમાં સંપાજકીય સ્વતંત્રતાનો ઉપયોગ બુદ્ધિમાનીથી થવો જોઇએ. આ સાથે જ લખવાની સ્વતંત્રતામાં તથ્યાત્મક ખોટા હોવાની સ્વતંત્રતાનો સમાવેશ નથી થતો. મહાત્મા ગાંધી કહેતા હતા, પ્રેસને ચોથી સંપત્તિ કહે છે, આ નિશ્ચિત રીતે જ એક શક્તિ છે, પરંતુ આ શક્તિનો જે દુરુપયોગ કરે તે અપરાધી છે. આ ઉપરાંતે પીએમ મોદીએ ચેન્નાઇ અને તમિલનાડુના અન્ય વિસ્તારોમાં આવેલ ભારે વરસાદ અને પૂરના પરિણામે થતી સમસ્યાઓ અંગે મુખ્યમંત્રી પલાનીસામી અને નાયબ મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર તરફથી તમામ પ્રકારની સહાયતા કરવાનું આશ્વાસન આપ્યું હતું.

English summary
Narendra Modi visit Chennai in anniversary of Tamil newspaper thanti.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.