માં પછી પત્નીનો પણ નોટબંધી પર PM મોદીને મળ્યો સાથ!

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કર્યાને આજે 40 દિવસ થઇ ગયા. નોંધનીય છે કે નોટબંધી બાદ નરેન્દ્ર મોદીની માતા હિરાબાએ તેમના પુત્રના આ નિર્ણયનું સમર્થન કર્યું હતું. તે બાદ હવે તેમની પત્ની જશોદાબેને પણ આ વાતનું સમર્થન કર્યું છે.

modi

જશોદાબેન કહ્યું છે કે નોટબંધીથી મોદીએ ભષ્ટ્રાચાર અને કાળાં નાણાં પર ચોટદાર પ્રહાર કર્યો છે. વધુમાં પીએમના પત્ની જશોદાબેને નોટબંધી પર મોદીના આ નિર્ણયને દેશહિતમાં લેવામાં આવેલ નિર્ણય ગણાવ્યો છે. અને આશા વ્યક્ત કરી છે કે કેન્દ્ર સરકાર દેશના વિકાસમાં આ જ રીતે શ્રેષ્ઠ કામ કરતી રહે.


દિ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલી ખબર મુજબ રાજસ્થાનના કોટોમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલી હતી ત્યારે તેમણે આ અંગે પોતાનું મંતવ્ય આપ્યું હતું. જશોદાબેન જણાવ્યું હતું કે 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લાગવાથી કાળા નાણાં અસર થશે અને તેનાથી વિદેશોમાં જમા કાળાનાણાંને દેશમાં લાવવામાં પણ મદદ મળશે. તેમણે કહ્યું કે મોદી સરકારના કામથી તે ખુબ જ ખુશ છે અને આવનારા સમયમાં તેમને મોદી સરકારની મોટી આશાઓ છે.

English summary
narendra modi wife Jasodaben happy with demonetisation move.
Please Wait while comments are loading...