શકુનીએ કહ્યું ભાગલપુરની જમીનમાં દફનાવી દઇશું મોદીને
પટણા, 21 એપ્રિલ: લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચની કડકાઇ છતાં નેતાઓ દ્વારા બેબાક ભાષણો કરવામાં આવી રહ્યા છે. આ વખતે ઝેર ઓક્યું છે બિહારમાં જેડીયૂના નેતા શકુની ચૌધરીએ. તેમણે રવિવારના રોજ એક રેલીમાં જણાવ્યું હતું કે તેઓ બિહારની જનતાથી અપીલ કરે છે કે તેઓ એકજૂથ થઇ જાય તો તેઓ નરેન્દ્ર મોદીને ભાગલપુરની જમીનમાં જ દફનાવી દેશે. તેમને બીજે ક્યાંય જવાની જરૂર નથી.
અત્રે ઉ્લ્લેખનીય છે કે મોદીના પીએમ પદના ઉમેદવાર બન્યા બાદ જ જેડીયૂએ એનડીએ સાથે પોતાનો સંબંધ તોડી નાખ્યો હતો, અને નીતિશ કુમારનો મોદી વિરોધ કોઇનાથી છૂપાયેલો નથી. જેમ જેમ ચૂંટણી આગળ વધતી જઇ રહી છે, નેતાઓની જીબ વધુને વધુ તીખી થઇ રહી છે.
વિરોધીઓ પર વાર કરવામાં ક્યારેક કોઇ મર્યાદાઓને તોડી નાખે તેની ખબર જ નથી પડતી. આ પહેલા પણ ઘણા નેતાઓ આ પ્રકારના નિવેદનો કરી ચૂક્યા છે. ફરિયાદોના આધારે ચૂંટણી પંચે કાર્યવાહી પણ કરી છે, પરંતુ નેતાઓ દ્વારા જોશમાં આવીને જનતાની સામે આવા બોલ બોલી રહ્યા છે.













Click it and Unblock the Notifications
