For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની શોભા વધારશે 6 કરોડની બુલેટપ્રુફ લિમોઝિન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મે : નરેન્દ્ર મોદી અત્યાર સુધી ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને તેથી તેઓ મુસાફરી માટે બુલેટપ્રુફ ટાટા સુમોનો ઉપયોગ કરતા હતા. હવે નરેન્દ્ર મોદી ઉચ્ચ હોદ્દા માટે ચૂંટાઇ આવ્યા છે. હવે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે. તેથી તેમની શાનમાં વધારો કરે એવી બુલેટપ્રુફ મર્સીડિઝ બેન્ઝ લિમોઝિન તેમની સેવામાં હાજર રહેશે.

નરેન્‍દ્ર મોદી પ્રધાનમંત્રી બનતાં જ તેમની સુરક્ષા વિશિષ્ટ પણ પ્રકારની હશે. આ સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમના માટે છ કરોડની બુલેટપ્રુફ શસ્ત્રસજ્જ મર્સીડિઝ બેન્ઝ એસ 600 લિમોઝિન હશે.

મહત્વની બાબત એ છે કે વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની સુરક્ષાને વધારી દેવામાં આવી છે. સુરક્ષાનાં કારણોસર મોદી પર વધારે જોખમ હોવાથી મનમોહનસિંહના કાફલા કરતાં મોદીના કાફલામાં વધુ કારોનો સમાવેશ કરાશે.

આ બાબતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી લિમોઝીન કેવી હશે તે જાણીએ...

mercedes-benze-600-limousine

- બુલેટપ્રુફ મર્સિડીઝ બેન્ઝ એસ 600 લિમોઝીનની કિંમત 6 કરોડ રૂપિયા
- VR26/VR27ની ઉચ્‍ચસ્‍તરની સુરક્ષા વ્‍યવસ્‍થા
- મિલિટરી રાઈફલ શોર્ટ સામે સુરક્ષા આપી શકે તેવી ડિઝાઈન
- કાઉન્‍ટર એટેક માટે લિમોઝીન શસ્ત્રોથી સજ્જ હશે
- હેન્‍ડ ગ્રેનેડ, એક્‍સપ્‍લોઝિવની કોઈ અસર લિમોઝીન પર નહીં
- એરક્રાફટ અને ડઝન હેલિકોપ્‍ટરનો કાફલો
- પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી માટે એક એરક્રાફટ, 12 હેલિકોપ્‍ટર
- બોઈંગ 737 બિઝનેસ જેટ દિલ્‍હીના પાલમ એરબેઝ ખાતે તૈનાત
- બોઈંગ 737માંથી મોદી કોઈપણ અધિકારીને સુચના આપી શકશે
- હેલિકોપ્‍ટર 'ઓગસ્‍ટા બેસ્‍ટ લેન્‍ડ એડબલ્‍યુ 101' પણ મળશે
- પ્રધાનમંત્રીના એરક્રાફટની સુરક્ષા SPG, એરફોર્સ સંભાળશે

English summary
Narendra Modi will use 6 crore bulletproof limousine for travel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X