અડવાણીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા દિલ્હી પહોંચ્યા મોદી
નવી દિલ્હી, 8 નવેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મ દિવસ છે. અડવાણી આજે 86 વર્ષના થઇ ગયા છે. અડવાણીને જન્મદિવસના અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી આવી પહોંચ્યા અને બૂકે આપીને તેમને શુભેચ્છા પાઠવી.
Best wishes to Advani ji on his birthday. He is always an inspiration for us. Leaving for his residence to wish him.
— Narendra Modi (@narendramodi) November 8, 2013
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીને પહેલા સામાન્ય ચૂંટણીના પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવતા અને બાદમાં તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરતા અડવાણી નાખુશ હતા. જોકે ત્યારબાદ એક-બે રેલીઓમાં બંને નેતાઓ એક સાથે મંચ પર જોવા મળ્યા.
Happy birthday Advani ji! pic.twitter.com/vfRCwXHaqr
— Narendra Modi (@narendramodi) November 8, 2013
 <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>મોદીએ દરેક વખતે રીસાયેલા અડવાણીને મનાવવાની પહેલ કરી છે. મોદીનું વડાપ્રધાન પદ માટે નામ જાહેર થયા બાદ સીધા અડવાણીજીના ઘરે જઇને તેમના આશિર્વાદ મેળવ્યા હતા. અને આજે પણ મોદી અડવાણીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમના ઘરે પહોંચ્યા. અને ત્યાંથી તેઓ ઉત્તર પ્રદેશના બહરાઇચમાં રેલીને સંબોધવા રવાના થયા હતા.