મોદી પરનો કાત્જુનો લેખ શાનદારઃ નરીમન

કાત્જુને શુક્રવારે મોકલેલા ઇ-મેઇલમાં નરીમને કહ્યું કે, લેખ શાનદાર છે. લેખને લઇને ભાજપ નેતા અરુણ જેટલી અને કાતજુમાં વાક યુદ્ધ શરૂ થઇ ગયું છે.
નરીમને કહ્યું કે, મે ટેલીફોન કર્યો અને તમને જણાવ્યું કે આજે સવારે 'ધ હિન્દુ'માં છપાયેલા લેખથી અમે કેટલા ખુશ છીએ. આ શાનદાર છે, તેને એવા વ્યક્તિ તરીકે કહેવામાં આવે તેવું જરૂરી હતું જે માત્ર માનવાધિકારોનું સમર્થન જ કરતું હોય પરંતુ પોતાની જિંદગીની દરેક પળ જીવતો હોય. કાત્જુના લેખને લઇને જેટલી અને કાત્જુ વચ્ચે રવિવારે તીખા શબ્દોમાં પ્રહારો કરવામાં આવ્યા, બન્નેએ એકબીજાને રાજીનામુ આપવાનું કહ્યું છે.
જેટલીએ કાત્જુને કોંગ્રેસ કરતા વધારે કોંગ્રેસી ગણાવ્યા અને કહ્યું કે પશ્ચિમ બંગાળ, બિહાર કે ગુજરાતમાં ગેર કોંગ્રેસી સરકારો પર તેમનો હુમલો સેવાનિવૃત્તિ બાદ નોકરી આપનારાઓનો આભાર માન્યો હોય તેવું લાગે છે. તેમણે માંગ કી છે કે કાત્જુ પોતાના પદ પરથી રાજીનામું આપી દે.
ઉચ્ચતમ ન્યાયાલયના પુર્વ ન્યાયાધીશ કાત્જુએ તથ્યોને તોડી-મરોડવાના આરોપ લગાવતા જેટલી પર પલટવાર કર્યો અને તેમને રાજકારણ છોડી દેવા કહ્યું છે. મોદીએ પણ કાત્જુ પર આરોપ લગાવ્યો કે તે ગુજરાતને પીળી આંખોથી જોઇ રહ્યાં છે. મોદીએ ટ્વિટ પર પ્રતિક્રિયા આપી છે.












Click it and Unblock the Notifications
