For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા

નાસિકઃ 24 કલાકમાં ત્રણ વાર ભૂકંપના ઝાટકા આવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં પાછલા કેટલાક દિવસથી તાબડતોડ ભૂકંપના ઝાટકા આવી રહ્યા છે. કાલે અડધા કલાકમાં જ મહારાષ્ટ્રના નાસિકમાં બે વાર ભૂકંપના ઝાટકા આવ્યા જ્યારે આજે વહેલી સવારે ફરીથી નાસિકની ધરતી ભૂકંપના ઝાટકાથી હલી ગઈ. વારંવાર આવી રહેલા ભૂકંપના ઝાટકાથી લોકોમાં ડરનો માહોલ છે. તેમાં દહેશત છે. લોકો ઘરેની અંદર ડરેલા છે.

earthquake

નેશનલ સેંટર ફૉર સિસ્મૉલૉજી મુજબ બુધવારે વહેલી સવારે 4 વાગીને 17 મિનિટ પર નાસિકમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 માપવામાં આવી. જ્યારે મંગળવારે સવારે બે વાર ભૂકંપના ઝાટકા મહેસૂસ થયા. પહેલો ઝાટકો સવારે 9 વાગીને 50 મિનિટ પર મહેસૂસ થયો અને બીજો ઝાટકો 10 વાગીને 15 મિનિટ પર મહેસૂસ કરાયો છે.

મંગળવારે આવેલ ઝાટકાની વાત કરીએ તો રિક્ટર સ્કેલ પર પહેલા ભૂકંપની તીવ્રતા 3.8 હતી, જ્યારે બીજા ભૂકંપની તીવ્રતા 2.5 માપવામાં આવી છે. સતત આવી રહેલા ભૂકંપના ઝાટકાથી લોકો ડરેલા છે. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પણ રાતના સમયે નાસિકમાં ભૂકંપના ઝાટકા મહેસૂસ કરાયા હતા. જો કે આ ભૂકંપમાં કોઈપણ પ્રકારના નુકસાનના કોઈ અહેવાલ નથી મળ્યા, પરંતુ લોકોમાં દહેશત છે. લોકો પોતાના ઘરેથી બહાર નીકળી ગયા.

સુશાંત સિંહ કેસઃ ડ્રગ્ઝ કનેક્શન મામલે NCBએ રિયા ચક્રવર્તીની કરી ધરપકડસુશાંત સિંહ કેસઃ ડ્રગ્ઝ કનેક્શન મામલે NCBએ રિયા ચક્રવર્તીની કરી ધરપકડ

English summary
nasik witnessed 3 earthquake in last 24 hours
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X