For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJP નેતા કૈલાશ વિજય વર્ગીય બોલ્યા- એટલો પણ નશો ના કરો કે મોદીજી જેવા લગ્ન જ ના કરે!

BJP નેતા કૈલાશ વિજય વર્ગીય બોલ્યા- એટલો પણ નશો ના કરો કે મોદીજી જેવા લગ્ન જ ના કરે!

|
Google Oneindia Gujarati News

ઈન્દોરઃ પોતાના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા અને વિવાદોને જન્મ આપતા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ ફરી એકવાર એવી વાત કહી છે જેને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે. મધ્ય પ્રદેશના ઈન્દોરમાં નશા વિરુદ્ધ મેરેથોડ દોડ બાદ વિજય વર્ગીયએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એવી વાત કહી જેનાથી વિવાદ પેદા થઈ ગયો. વિજયવર્ગીયએ કહ્યું કે નશામાં રહેવું સારી વાત છે પરંતુ આ નશો કામ અને દેશભક્તિનો હોવો જોઈએ. આગળ તેમણે કહ્યું કે નશો એટલો પણ ના કરો કે મોદીજી જેવા લગ્ન જ ના કરે! જેના પર દિગ્વિજય સિંહે કહ્યું કે લગ્ન તો કર્યાં પરંતુ છોડીને ચાલ્યા ગયા.

kailash vijayvargiya

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ એક સનસનીખેજ દાવો કર્યો કે તેના ઘરના નિર્માણ કાર્યમાં સંદિગ્ધ બાંગ્લાદેશી નાગરિક મજૂરના રૂપમાં કામ કરી રહ્યા હતા. વિજયવર્ગીયએ એક સામાજિક સંગઠનના કાર્યક્રમમાં સંશોધિત નાગરિકતા કાનૂનનુ લોબિંગ કરતા આ દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે તેના ઘરમાં નવા કમરાના નિર્માણ કાર્ય દરમિયાન તેમને છ સાત મજૂરોની ખાણીપીણીની રીત થોડી અજી લાગી, કેમ કે તેઓ ભોજનમાં માત્ર પૌવા ખાઈ રહ્યા હતા. વિજયવર્ગીયએ કહ્યું કે આ મજૂરો અને ભવન નિર્માણ ઠેકેદારોના સુપરવાઈજર સાથે વાતચીત બાદ તેમને શંકા ગઈ કે આ શ્રમિક બાંગ્લાદેશના રહેવાસી છે.

સંવાદદાતાઓએ જ્યારે વિજયવર્ગીય સાથે આ સંદિગ્ધ લોકો વિશે સવાલ કર્યા, તો તેમણે કહ્યું કે, મને શંકા હતી કે આ મજૂર બાંગ્લાદેશના રહેવાસી છે, મને શંકા થયાના બીજા દિવસે તેમણે મારા ઘરે કામ કરવું બંધ કરી દીધું હતું. તેમણે કહ્યું કે, 'આ મામલે હાલ મેં પોલીસ સમક્ષ ફરિયાદ નથી નોંધી. મેં તો માત્ર લોકોને સચેત કરવા માટે મજૂરોનો ઉલ્લેખ કર્યો.'

જામિયા વિશ્વવિદ્યાલયના ગેટ નંબર 5 પાસે ફાયરિંગ, સ્કૂટી પર આવ્યા હતા સંદિગ્ધજામિયા વિશ્વવિદ્યાલયના ગેટ નંબર 5 પાસે ફાયરિંગ, સ્કૂટી પર આવ્યા હતા સંદિગ્ધ

English summary
National General Secretary of bjp's controversial statement about narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X